- ભજન, ભોજન અને સેવાના ત્રિવેણી ધામ સમું
- દરરોજ એક લાખ લોકો કથા શ્રવણ અને ભોજન પ્રસાદનો લાભ લેશે: કથા સદ્ભાવના વૃદ્વાશ્રમના લાભાર્થે એટલે કે વૃક્ષો અને વડીલો માટે થઇ રહી છે: વિદેશથી પણ 10 હજાર રામકથાપ્રેમીઓ આવશે
રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામકથા 23 નવેમ્બરથી શરુ થઈને 1 ડિસેમ્બર સુધી ચાલશે. દરરોજ 1 લાખ લોકો રામકથા શ્રવણ કરશે અને પ્રસાદ લેશે. વરિષ્ઠ મોરારીબાપુની સમગ્રપણે 947મી રામકથા યોજાશે. આ રામકથા એ ધાર્મિક અને આધ્યાત્મિક અનુભવ આપવા માટેનું વિશેષ આયોજન છે.કથા દરમિયાન પ્રત્યેક મહેમાનો તેમજ રામ ભક્તોને શાંતિથી અને આનંદદાયક રીતે કથાનો અમુલ્ય લહાવો મળી રહે અને બાપુની અમૃત વાણીનું રસપાન કરી શકે તે માટે અલગ અલગ ખંડની અલાયદી એવી બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. કથાની બેઠક વ્યવસ્થાના ધાર્મિક પરિસરને વધુ રસમય બનાવવા વિવિધ ધાર્મિક ખંડોને દશરથ ખંડ, રામ ખંડ, હનુમાન ખંડ, સીતા ખંડ, ભરત ખંડ, લક્ષ્મણ ખંડ, ઉર્મિલા ખંડ, અયોધ્યા ખંડ, કૈકૈયી ખંડ, અહલ્યા ખંડ, શબરી ખંડ વગેરે જેવા નામ આપી વિભાજીત કરવામાં આવેલા છે. તેમજ કથા શ્રાવકોને કોઈપણ જાતની અગવડતા ન પડે તે રીતે કથા મંડપમાં પ્રવેશવા માટેના અલગ અલગ પ્રવેશ દ્વાર બનાવવામાં આવશે. વૃક્ષો અને વડીલો બંને છાયા આપે છે. પરિવારમાં જયારે વડીલ હોય ત્યારે માથા પર તેમની છત્રછાયા હોય તેવો અનુભવ થાય છે અને વૃક્ષો પણ છાયા આપે છે. વૃક્ષો ફળ પણ આપે છે અને વૃદ્ધો પણ આશીર્વાદ રૂપે ફળ આપે છે. આ કથાનું આયોજન વૃક્ષો અને વડીલોની સેવા કરતી સંસ્થા સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે કરવામાં આવ્યું છે.રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે પૂ.મોરારિબાપુની રામકથાનું રેસકોર્સ ગ્રાઉન્ડ, આયોજન કરવામાં આવ્યું છે.રામકથા 23 નવેમ્બરથી શરુ થઈને 1 ડિસેમ્બર સુધી ચાલશે. દરરોજ 1 લાખ લોકો રામકથા શ્રવણ કરશે અને પ્રસાદ લેશે. સૌરાષ્ટ્રનાં વિવિધ ગામો અને શહેરોમાંથી વિશેષ બસથી જોડાવવાની વ્યવસ્થા કરવામાં આવશે જેથી બધા લોકો લાભ લઇ શકે. વરિષ્ઠ નાગરીકો, દિવ્યાંગો, ગર્ભવતી મહિલાઓ, પ્રજ્ઞાચક્ષુઓ અને બાળકો માટે કથા શ્રવણ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. પૂ. મોરારીબાપુની સમગ્રપણે 947મી રામકથા યોજાશે. પૂ. મોરારિબાપુ આજે પણ એવા જ જોશ સાથે રામાયણના પાઠ કરે છે અને ભારતીય સંસ્કૃતિનું સિંચન કરી રહ્યા છે.અત્યારે તો બાપુ ગુજરાત બહાર જ નહીં પરંતુ ભારત બહાર વિદેશોમાં પણ રામાયણના પાઠ કરે છે. રાજકોટમાં યોજાનાર રામકથાની સૌથી મોટી ખાસિયત તો એ છે કે આ કથા સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે એટલે કે વૃક્ષો અને વડીલો માટે થઇ રહી છે.કથામાં વિદેશથી પણ દસ હજાર રામકથા પ્રેમીઓ આવશે.રામકથા આપણા જીવનમાં આધ્યાત્મિકતા, માનવતા, અને પ્રીતિનાં મૂલ્યોને સમજાવવાનું માધ્યમ છે. બાપુનું કથન સરળ ભાષામાં અને હૃદયસ્પર્શી હોય છે, જે દરેક વયના લોકો માટે સમજવું સરળ હોય છે. પૂ. મોરારી બાપુ રામકથામાં રામાયણ અને અન્ય ભારતીય ગ્રંથોનો ઉલ્લેખ કરીને જીવનનાં મહત્વના સિદ્ધાંતો પ્રેમ અને સહિષ્ણુતા, ધર્મ અને કર્તવ્ય, માનવતા અને એકતા, અહિંસા અને શાંતિની સમજણ આપે છે. રામકથા સમાજમાં શ્રદ્ધા, વિશ્વાસ અને પ્રીતિની ભાવનાને પ્રોત્સાહિત કરે છે. રામકથામાં દર્શાવેલા પાત્રો અને ઘટનાઓ જીવનની સમસ્યાઓનો સામનો કરવા અને માનવતાની સેવા માટે પ્રેરણા આપે છે. વિશ્વ હિંદુ પરિષદએ હિંદુ સમાજની એકતા, સુરક્ષા અને સંગઠન માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આલોક કુમારજીના નેતૃત્વમાં, વિશ્વ હિંદુ પરિષદ એ વૈશ્વિક સ્તરે હિંદુ ધર્મ અને સંસ્કૃતિના મૂલ્યોને પ્રોત્સાહન આપે છે. સંસ્કાર, સંસ્કૃતિ અને સેવાનાં સિંચન સમા આ રામકથા આયોજનમાં વિશ્વ હિંદુ પરિષદનાં આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારજી હાજરી આપવાના છે.
કથા શ્રાવકો માટે વિવિધ સ્થળેથી વિનામૂલ્યે બસની વ્યવસ્થા
સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે રાજકોટમાં 23 નવેમ્બરથી 1 ડીસેમ્બર પૂ. મોરારિબાપુની વૈશ્વિક રામકથા : માનસ સદભાવના નું આયોજન કરવામાં આવ્યું છે. ‘માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ’ની ભાવના ચરિતાર્થ કરવાના હેતુથી આ વૈશ્વિક રામકથા માનસ સદભાવનાનું આયોજન થયું છે.વૈશ્વિક રામકથાની તૈયારી માટે રેસકોર્સ ખાતે જ કાર્યાલય શરૂ કરાયું છે. જે સવારથી લઈને રાત સુધી ધમધમે છે. વૈશ્ર્વિક રામકથામાં કથા શ્રવણ કરવા માટે આવનાર લોકો માટે વિવિધ સ્થળેથી વિના મુલ્યે બસની વ્યવસ્થા કરવામાં આવી છે.રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાનાર પૂ. મોરારિ બાપુની વૈશ્વિક રામકથા માનસ સદભાવનાનો લાભ લેવા ઇચ્છતા ભાવિક શ્રોતાઓ માટે બસની વિનામૂલ્યે વિશેષ સુવિધા આયોજકોએ કરી છે. જેટલી જરૂર પડશે એટલા ફેરા નિયત કરેલી બસો કથા સ્થળ અને નિયત થયેલા સ્ટેન્ડ વચ્ચે કરશે. લોકોને આ સુવિધાનો લાભ લેવા અનુરોધ કરાયો છે. વિનામૂલ્યે બસમાં લોકો કથા સ્થળ સુધી આવી શકશે અને ત્યાંથી પરત પણ ફરી શકશે. શહેરના અલગ અલગ વિસ્તાર માંથી બસ દોડાવવામાં આવશે. તમામ જગ્યાએથી બસ ઉપડશે અને કથાના સ્થળે પહોચશે. બસ વ્યવસ્થા 23 નવેમ્બરે બપોરે 2-30 વાગ્યે અને 24 નવેમ્બરથી 1 ડીસેમ્બર સુધી સવારે 8-30 વાગ્યાથી રાખવામાં આવી છે. જે લોકો બસના પોઈન્ટ પર ઉભા રહી જશે તેમને બસ કથા સ્થળે એટલે કે રેસકોર્ષ પહોચાડશે. કથા માટે રાજકોટના લોકોનો ઉત્સાહ જોઈને કથાના આયોજકોએ વાહન વ્યવસ્થાપન સમિતિ રચી છે જે સમિતિ ભક્તજનોને કથા સ્થળ પર લઇ જવા તથા પરત પોઈન્ટ પર મૂકી જવાની તમામ વ્યવસ્થા સંભાળશે.
આ બસ વ્યવસ્થા દ્વારા કથા શ્રાવકો કથા શ્રવણ કરવા માટે રાજકોટનાં વિવિધ સ્થળેથી રેસકોર્ષ (અયોધ્યા નગરી) સુધી પહોચી શકશે અને કથા પૂર્ણ થયા બાદ જે – તે સ્થળે કથા શ્રાવકોને પરત પણ લઇ જવાશે. વૈશ્વિક રામકથા માટે બસની વ્યવસ્થા આ પ્રમાણે કરવામાં આવી છે. બસ નંબર 1 : મવડી ઝખરાપીરના મંદિરથી શરૂ કરી, મવડી ગામ, બાપા સીતારામ ચોક, બાલાજી હોલ, બીગબજાર, કે.કે.વી હોલ, સ્વામીનારાયણ મંદિર, મહિલા કોલેજ થઈને રેસકોર્સ ગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જશે.
બસ નંબર 2 : પી.ડી.માલવીયાથી ગોકુલધામ, સ્વામી નારાયણ ચોક, આનંદ બંગલા ચોક, ત્રિશુલચોક (લક્ષ્મીનગર), વિરાણી ચોક, એસ્ટ્રોન ચોક થઈને રેસકોર્સ ગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જશે.
બસ નંબર 3 : કોઠારીયાથી શરૂ કરી કોઠારિયા ગામ, રણુજા મંદિર, કોઠારીયા ચોકડી, નંદા હોલ, નીલકંઠ ટોકીઝ, સોરઠીયા વાડી ચોક, ભકિતનગર સર્કલ, સત્યવિજય આઈસ્ક્રીમ, મહારાણી લક્ષ્મીબાઈ સ્કુલ થઈને રેસકોર્સ ગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જશે.
બસ નંબર 4 : જીવરાજ પાર્કથી શરૂ કરી શાસ્ત્રી નગર, નાનામોવા સર્કલ, રાજનગર ચોક, લક્ષમીનગર ચોક થઈને રેસકોર્સ ગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જશે.
બસ નંબર 5 : માધાપર ચોકડીથી શરૂ કરી માધાપર ચોકડી, અયોધ્યા ચોક, શીતલ પાર્ક, રામાપીર ચોક, નાણાવટી ચોક, રૈયા ચોકડી થઈને રેસકોર્સ ગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જશે.
બસ નંબર 6 : ઉપલા કાઠા વિસ્તારથી શરુ કરી રામદેવપીર મંદિર, ભગીરથ સોસાયટી (સંતકબીર રોડ),ત્રિવેણી મેઈટ (સંતકબીર રોડ), જલગંગા ચોક (સંતકબીર રોડ), ગોવિંદબાગ શાક માર્કેટ, બાલક હનુમાન સર્કલ(પેડક રોડ), રણછોડબાપુ આશ્રમ(કુવાડવા રોડ), પારેવડી ચોક (બેડીપરા) થઈને રેસકોર્સ ગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જશે.
બસ નંબર 7 : રેલનગર પેટ્રોલ પંપ પાસે ત્યારબાદ આસ્થા ચોક (રેલનગર), આંબલીયા હનુમાન (જકંશન), પેટ્રોલ પંપ (પુલના ખુણા પાસે) થઈને રેસકોર્સ ગ્રાઉન્ડ (અયોધ્યાનગરી) સુધી જશે. વૃક્ષો અને વડીલો છાયા તેમજ ફળ બંને આપે છે.
વૃક્ષો અને વડીલોની સેવા કરતા સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે તા.23 નવેમ્બર-2024 થી તા.01 ડીસેમ્બર-2024 સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે પૂ.મોરારિ બાપુની વૈશ્ર્વિક રામકથા માનસ સદભાવના યોજાનાર છે. કથાનો સમય 23 નવેમ્બરે સાંજે 4:00 થી 6:30 વાગ્યા સુધી અને 24 નવેમ્બરથી 1 ડીસેમ્બર સુધી સવારે 10:00 થી 1:30 સુધીનો છે.
રામકથા “માનસ સદ્ભાવના” સંતો અને મહંતો હાજરી આપશે
રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે પૂ.મોરારિબાપુની 947મી વૈશ્ર્વિક રામકથા માનસ સદભાવનાનું આયોજન કરવામાં આવ્યું છે. વૈશ્ર્વિક રામકથા માનસ સદભાવના23 નવેમ્બરથી શરૂ થઈને 1 ડિસેમ્બર સુધી ચાલશે. વૈશ્ર્વિક રામકથામાં સદભાવના વૃદ્ધાશ્રમનાંમાર્ગદર્શક – સંરક્ષક પ. પૂ (ડો.) પરમાત્માનંદ સરસ્વતીજી, શારદાપીઠના શંકરાચાર્ય પૂ. સદાનંદ સરસ્વતીજી, પતંજલિ યોગ વિદ્યાપીઠનાં સ્વામી રામદેવ, વેદાંતી વિચારસરણીના પ્રખર પુરસ્કર્તા અને પ્રચારક ચિન્મયાનંદ સ્વામીજી, ગીતામનીષી સ્વામી જ્ઞાનાનંદજી, એસ.જી.વી.પી ગુરુકુળ, અમદાવાદનાં માધવપ્રિય દાસજી, બાઘેશ્ર્વર ધામના પૂ. ધીરેન્દ્ર શાસ્ત્રી સહિતના સંતો, મહંતોએ શુભેચ્છા પાઠવી છે તેમજ તેઓ ઉપસ્થિત રહી શ્રાવકોને આશીર્વાદ અને માર્ગદર્શન આપશે. રામાયણ જીવનના મૂલ્યો અને સત્કર્મોના પથ પર ચાલવાનું પ્રેરણાસ્રોત છે. વૈશ્ર્વિક રામકથામાં સંતો, મહંતોની હાજરીથી સૌ કોઈ આધ્યાત્મિક પ્રેરણા લેશે. જેથી લોકો પોતાના જીવનમાં ધર્મ અને માનવતાના ગુણો અપનાવે.
વૃક્ષો અને વડીલો છાયા તેમજ ફળ બંને આપે છે. વૃક્ષો અને વડીલોની સેવા કરતા સદભાવના વૃદ્ધાશ્રમનાં લાભાર્થે તા.23 નવેમ્બર-2024 થી તા. 01 ડીસેમ્બર-2024 સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે પૂ.મોરારિ બાપુની વૈશ્ર્વિક રામકથા માનસ સદભાવના યોજાનાર છે. કથાનો સમય 23 નવેમ્બરે સાંજે 4:00 થી 6:30 વાગ્યા સુધી અને 24 નવેમ્બરથી 1 ડીસેમ્બર સુધી સવારે 10:00 થી 1:30 સુધીનો છે. વૈશ્ર્વિક રામકથા કાર્યાલય : ધ ટ્વિન ટાવર, અમીન માર્ગ, સૌરાષ્ટ્ર હાઇસ્કૂલ પાસે, રાજકોટ.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વૈશ્ર્વિક રામકથાનું કરશે રસપાન
પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય આપનાર અને ભારતીય કૃષિસમગ્ર ગુજરાતભરમાં પ્રચાર-પ્રસાર કરનાર, આપણા ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વૈશ્ર્વિક રામકથા માનસ સદભાવનામાં હાજરી આપશે.
સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા નિરાધાર, નિ:સંતાન, પથારીવશ, બીમાર વડીલ માવતરના લાભાર્થે ખૂબ આનંદ અને ભક્તિભાવ સાથે પ્રખર રામાયણી પૂ.મોરારિબાપુ દ્વારા, વૃક્ષો અને વડીલોનાં લાભાર્થે વૈશ્ર્વિક ‘રામકથા’ માનસ સદભાવનાનું આયોજન તારીખ :23 નવેમ્બર 2024 થી 01 ડિસેમ્બર 2024 સુધી રાજકોટમાં કરવામાં આવી રહ્યું છે. સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા30 એકર જગ્યામાં , 5000 નિરાધાર વડીલોને આજીવન સમાવી શકાય તેવું 1400 રૂમ યુક્ત નવું પરિસર 300 કરોડનાં માતબર ખર્ચે બની રહ્યું છે.
અત્રે ઉલેખનીય છે કે,આર્ય સમાજના પ્રચારક, આયુર્વેદ, નિસર્ગોપચાર અને સજીવ ખેતીના સમર્થક ગુજરાતના 20મા રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના 12મા કુલપતિ છે. તેઓ આર્ય સમાજના પ્રચારક અને શિક્ષણવિદ છે. તેમણે કુરુક્ષેત્ર, હરિયાણામાં ગુરુકુળના આચાર્ય તરીકે સેવા આપી છે.