- આજે સમાજમાં હતાશ જીવન જીવતાં લોકોની સંખ્યા વધી રહી છે, ત્યારે એક માનવી જ બીજા માનવીની મદદ કરી શકે: આપણી પાસે જે હોય તે બીજાને અર્પણ કરવું જોઇએ
- દુનિયમાં મૉં જેવું દયાળુ બીજાું કોઇ હોય ન શકે: માનવી સાથે પશુ-પંખી પ્રત્યે પણ દયા ભાવના ગુણ ભાવી પેઢીમાં સિંચન કરવા જરૂરી: લાચાર-મજબૂર લોકોને સધિયારો આપવો એ ઉત્તમ સેવા ગણાય છે
દરેક માનવીમાં પ્રેમ, હુંફ, લાગણી સાથે દયા અને કરૂણા હોવી જરૂરી છે. આજે વિશ્ર્વ દયા દિવસ છે, ત્યારે આપણે બીજા જરૂરિયાત માનવીને મદદ કરીને ઉજવણી કરવી જોઇએ, એક માનવી જ બીજા માનવીને મદદ કરી શકે છે. ઇશ્ર્વરે આપણને જે આપ્યું છે, તે બીજાને અર્પણ કરીએ એ જ માનવ ધર્મ છે. આજે દુનિયામાં કે તમારી આસપાસ હજારો લોકો હતાશ જીવન જીવી રહ્યાં છે, ત્યારે તમો દયાળુ બનો કારણ કે આજે જગત દયા હીન બનતું જાય છે. આજે માણસોમાં કરૂણા અને સંવેદના મારી પરવારી છે. આજે તો રડતા માનવીને જોઇને પણ કોઇને દયા આવતી નથી. આપણે આપણાં સંતાનોને જીવન મૂલ્ય શિક્ષણના પાઠ ભણાવવા જ પડશે.
વિશ્ર્વ શાંતિ માટે પણ પ્રેમ અને કરૂણા સાથે સંવેદના જરૂરી છે. દુનિયામાં માઁ જેવું દયાવાન માનવી બીજું કોઇ હોય શકે નહીં. આજે લાચાર અને મજબુત જરૂરિયાત મંદ લોકોને સઘિયારો આપવોએ ઉત્તમ સેવા ગણી શકાય, આપણી આસપાસ રહેતા લોકોને આપણે તેના દુ:ખ – દર્દમાં મદદ કરીએ તો સમાજ કે દેશમાં સૌની તકલીફો દુર થઇ જશે. દયા શબ્દના ઘણા સમાનાર્થી શબ્દોમાં સહાનુભૂતિ, રહેમ, કરૂણા દ્રષ્ટિ, અનુકંપા, કૃપા, લાગણી, સહયોગ, હેલ્પ, સપોર્ટ જેવા ઘણા શબ્દો ચલણમાં છે. આ ઉપરાંત અહેસાન, કૃતજ્ઞતા, નેકી, ભલાઇ, સાલ સાઇ જેવા શબ્દો પણ સારી મદદની ઇચ્છાના હેતુ માટે વપરાય છે.
અજાણ્યા લોકોને મદદ કરીને આપણે ઇશ્ર્વરે સોંપેલ કાર્ય કરી રહ્યા છીએ તેમ કહી શકાય. આજે ઘણી સંસ્થા ગરીબોને ભોજન, કપડા, રાશન, દવા, રોકડ સહાય આપીને મદદ કરીને દસા ધર્મનું પાલન કરી રહ્યા છે. વિશ્ર્વમાં 13મી નવેમ્બર 1997 ના રોજ માનવતા વાદી જાુથો છે ‘દયાની ઘોષણા’ કરી ત્યારે દયા દિવસનો જન્મ થયો હતો. ‘હાઇન્ડનેશ’ હાલના યુગમાં વૈશ્ર્વિક સ્તરે વિવિધ જાુથો દ્વારા ઉજવણી થઇ રહી છે. આજે તો ઘણા લોકો શિક્ષણમાં પુસ્તકો, સ્કુલ ફી જેવા બાબતમાં પણ મદદ કરીને લોકોનું જીવન સુધારે છે. જો પૃથ્વીવાસી રોજ એક દયાનું કામ કરે તો વિશ્ર્વમાં કોઇ જરુરીયાત મંદ ન રહે.,
આપણો દરવાજો મદદ માંગવા વાળા માટે હરહમેંશ ખુલ્લો રહેવો જોઇએ. પાડોશી પહેલો સગો કહેવાય અને જો તેની મુશ્કેલીમાં આપણે તેને મદદ ન કરીએ તો આપણે ન ગુણાં કહેવાય, કોઇ તમારી પાસે મદદ માંગવા આવે છે એટલે તેને ઇશ્ર્વરે મોકલેલ છે, તેમ માનવું જોઇએ, વિશ્ર્વનાં ઘણા દેશોમાં દયાના ભાવ સાથે ઘણી સંસ્થા વૈશ્ર્વિક સ્તરે સુંદર કાર્ય કરી રહી છે. એક દયાળુ અને વધુ દયાળુ વિશ્ર્વ બનાવવા માટે સાથે જોડાવાની પ્રતિજ્ઞા કરો. સમુદાયમાં સકારાત્મક શકિત અને દયાનો ભાવ કેન્દ્રીત કરવા પર આજનો દિવસ ઉજવાય છે.
બે દાયકા પહેલાના સમયથી વધુ સમય પહેલા આ દિવસની રચના થઇ હતી. આજનો દિવસ દયા અને તે વિષયક પ્રવૃત્તિથી ભરેલો છે. તેનો ઇતિહાસ જોઇએ તો 1997માં વિશ્ર્વ દયા ચળવળ શરુ થઇ જાપાનના ટોકયો શહેરમાં અને 1998માં વિશ્ર્વ દયા દિવસનો પ્રારંભ થયો. 2005 માં યુકેમાં હાઇન્ડનેશ મુવમેન્ટ શરુ થઇ હતી. 2009માં સિંગાપુરમાં વિશ્ર્વ દયા દિવસે 4પ હજારથી વધુ પીળા ફૂલો વહેંચીને તેની ઉજવણી કરાય હતી. અમેરિકામાં 2010માં પ્રથમ દયા દિવસ ઉજવાયો હતો. ઓસ્ટ્રેલિયામાં તો 2012માં તેની શાળા – કોલેજના વાર્ષિક કેલેન્ડરમાં તેને સ્થાન આપીને વિદ્યાર્થીઓમાં આવા ગુણો સિંચન કર્યા હતા.
2015માં પેરિસના બોમ્બ ધડાકાની દુર્ધટના થઇ હોવા છતાં ‘દયા’ નો સંદેશ પ્રસરાવીને અંધકાર દૂર કર્યો હતો. 2018માં તેની ર0મી વર્ષ ગાંઠે સમગ્ર અમેરિકામાં દયાનું વલણ અપનાવવાનું કાર્ય થયેલ, 2019માં તો વિશ્ર્વનાં 30 થી વધુ દેશો ભેગા થઇને વર્લ્ડ કાઇન્ડનેસ મુવમેન્ટને વેગ આપ્યો હતો. યુએસમાં ગુંડાગીરી એક મોટી બાબત છે. જેમાં દર ચારમાંથી એક બાળક તેનો ભોગ બને છે. આ માટે દરેક નાગરીક બાળક પ્રત્યે દયાવાન બને તેવી વાતનો પ્રચાર કરાયો હતો.
અન્ય લોકો પ્રત્યે દયાળુ હોવાનો અર્થ એ છે કે તમને તણાવ થવાની શકયતા ઓછી છે. જે લોકો હંમેશા દયાળુ હોય તેને ર3 ટક ઓછું કોર્ટિસોલ ઉત્પન્ન થાય છે, જે સ્ટ્રેસ હોર્મોન છે. આનો અર્થ છે કે જે લોકો દળાયુ હોય તેન ઉંમર સરેરાશ વસ્તી કરતાં ધીમી હોય છે. આ ચળવળ કોઇ રાજકિય નથી. પણ એક મેકને મદદ કરવાની છે. દયા શબ્દનો અર્થ સૌજન્ય પણ થાય છે. આજે તમે કોઇકને હસાવીને, અજાણ્યાને સ્મીત કરીને, મદદ કરીને હગ કરીને જેવી વિવિધ બાબતથી જીવન ગુણવત્તા સભર બનાવી શકો છો. આપણી જરુરીયાત પર ઘ્યાન આપનારાએ કયારેક અન્યોની જરુરીયાત પર ઘ્યાને કેન્દ્રીય કરવું જોઇએ. બીજાને મદદ કરો ત્યારે જ જીવન સાચી ખુશી મળે છે. માનવ સ્વભાવમાં દયા ને ટોચનું સ્થાન જે દિવસે બધા આપતાં થશે તે દિવસે પૃથ્વી સ્વર્ગ બની જશે.
દયા મગજ પર કેવી અસર કરે છે?
દયામાં સેરોટોનિન અને ડોપામાઇન વધારવાની ક્ષમતા હોય છે, બન્ને ન્યુરોટ્રાન્સમીટર જે મગજના આનંદ પુરસ્કાર કેન્દ્રને પ્રકાશિત કરે છે. તે એન્ડોર્ફિનને પણ મુકત કરતું હોવાથી તમારી પીડા ઘટાડવામાં મદદ કરે છે. દયા તમને વધુ ખુશ રાખી શકે છે એક સંશોધનમાં જાણવા મળ્યું કે જે લોકો અન્યો પ્રત્યે દયાળુ હોય છે, તેઓ વધુ સ્વસ્થ અને સુખી હોય છે. દયાના કાર્યો સકારાત્મક ઉર્જા બનાવીને અન્યને પ્રેરણા આપે છે.