• ગ્રાહક સુરક્ષા માટે ઈ-કોમર્સ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ સાથે યોજાયેલી બેઠકમાં
  • ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આપી સૂચના

ગ્રાહક સુરક્ષા માટે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.  ઓથોરિટીએ સ્વિગી, ઝોમેટો અને બિગબાસ્કેટ જેવા તમામ ઈ-કોમર્સ ફૂડ બિઝનેસ ઓપરેટરોને તેમના ઉત્પાદનોની ન્યૂનતમ શેલ્ફ લાઇફ નક્કી કરવા સલાહ આપી છે.  ઈ-કોમર્સ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ સાથે યોજાયેલી મીટિંગમાં, ઇ કોમર્સ ફૂડ બિઝનેશ ઓપરેટરોને કહેવામાં આવ્યું કે તેઓ સુનિશ્ચિત કરે કે ગ્રાહકોને પહોંચાડવામાં આવતા ખાદ્ય ઉત્પાદનોની શેલ્ફ લાઈફ ઓછામાં ઓછી 45 દિવસની હોય. એટલે કે એકપાઈરી ડેટના 45 દિવસ બાકી હોય.

આ ફેરફાર એટલા માટે કરવામાં આવ્યો છે કે જેથી એક્સપાયર થઈ ગયેલ અથવા જલ્દી એક્સપાયર થનારી પ્રોડક્ટની ડિલિવરી રોકી શકાય.આ બેઠક એફએસએસએઆઈના સીઈઓની અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં 200 થી વધુ લોકોએ વ્યક્તિગત અને વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો હતો.

મીટિંગ દરમિયાન, એફએસએસએઆઈએ ઈ-કોમર્સ ફૂડ બિઝનેસ ઓપરેટરોને ગેરમાર્ગે દોરનારા અને અસમર્થિત દાવાઓ સામે ચેતવણી આપી હતી.  તેમણે કહ્યું કે ગ્રાહકને કોઈપણ ઉત્પાદન વિશે સાચી અને સ્પષ્ટ માહિતી આપવી મહત્વપૂર્ણ છે.  તેમણે વધુમાં જણાવ્યું હતું કે આનાથી ગ્રાહકના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરનો વિશ્વાસ પણ ડિજિટલ ફૂડ માર્કેટમાં જળવાઈ રહેશે.

તેમણે વધુમાં કહ્યું કે આમાં સૌથી મહત્વની ભૂમિકા ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા ભજવવામાં આવે છે.  તેમણે ઉપભોક્તા આરોગ્યની સુરક્ષા અને પારદર્શિતાને પ્રોત્સાહન આપવા માટે ઓનલાઈન પ્લેટફોર્મની મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.  તેમણે કહ્યું કે કોઈપણ એફબીઓ માન્ય એફએસએસએઆઈ લાઇસન્સ અથવા નોંધણી વિના કોઈપણ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર કામ કરી શકશે નહીં.

એફએસએસએઆઈ સીઈઓએ વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર ડિલિવરી પ્રક્રિયા દરમિયાન સલામત ખોરાકના સંચાલન માટે ડિલિવરી કર્મચારીઓને તાલીમ આપવાની જરૂર છે.  આ માટે તાલીમ કાર્યક્રમ શરૂ કરવા સૂચના આપવામાં આવી હતી. એફએસએસએઆઈએ પણ સ્પષ્ટ કર્યું કે ઈ-કોમર્સ પ્લેટફોર્મ 10-મિનિટની ડિલિવરી સેવાઓને ટેકો આપવા માટે ખાદ્ય સુરક્ષા ધોરણોને બાયપાસ કરી શકતા નથી, એક અહેવાલમાં જણાવાયું છે.

સ્વીગીનો આઇપીઓ 500 કર્મચારીઓને કરોડપતિ બનાવી દેશે

સ્વિગીના આઈપીઓનો લાભ ભલે ન મળે, પરંતુ તેના કર્મચારીઓને ભરપૂર મળવાનો છે.  શક્ય છે કે સ્વિગીના 500 કર્મચારીઓ કરોડપતિ બની શકે.  આટલું જ નહીં, નવા અને જૂના સહિત લગભગ 5000 કર્મચારીઓને શેરના લિસ્ટિંગ બાદ જંગી કમાણી થવાની આશા છે.  વાસ્તવમાં, જે કર્મચારીઓને કંપનીએ એમ્પ્લોયી સ્ટોક ઓનરશિપ પ્લાન આપ્યો છે તેઓને શેરના લિસ્ટિંગથી મોટો ફાયદો થવાનો છે. અહેવાલ અનુસાર, શેરની લિસ્ટિંગથી સ્ટોક ઓપ્શન્સ દ્વારા રૂ. 9000 કરોડની જંગી કમાણી કરનાર સ્વિગીના શેર બુધવારે લિસ્ટ થઈ શકે છે.  તેનું પ્રીમિયમ ગ્રે માર્કેટમાં રૂ. 2 પર ચાલી રહ્યું છે.  આ ઇશ્યૂ કિંમતના 1 ટકા પણ નથી.  એટલે કે રિટેલ રોકાણકારોને આનાથી વધુ ફાયદો મળવાનો નથી.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.