• લગ્નસરાની સિઝનમાં જામનગરના ઘરચોળા અને બાંધણીની માંગમાં વધારો
  • ગુજરાત અને અન્ય રાજ્યમાંથી પણ જામનગરમાં બાંધણી ખરીદી માટે લોકોનું આગમન
  • આંબા ડાળ, બાંધણી, સેવન કલર બાંધણી, બાર બાગ અને શિકારી ડિઝાઇનની બાંધણીની માંગ વધુ

jamnagar news : હવે લગ્ન ગાળાની સીઝન ધીમે ધીમે શરૂ થવા જઈ રહી છે. આથી જામનગરની બજારમાં ખરીદીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને તેમાં પણ બાંધણી વગર લગ્નગાળાની અને તહેવારોની સિઝન અધુરી છે. ત્યારે બાંધણીના શહેર જામનગરમાં કેવા પ્રકારની બાંધણીની માંગ છે અને આ વખતે લગ્ન ગાળામાં શું નવું છે તે મામલે આવો જાણીએ વિસ્તારથી.

જામનગરમાં 400 વર્ષ જૂના બાંધણી ઉદ્યોગથી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લાખો લોકો રોજગારી મેળવી રહ્યા છે. હવે લગ્નની સિઝનને લઇ જામનગરની બજારમાં બાંધણી અને ઘરચોળાની માંગમાં વધારો થયો છે. જામનગરમાં છેલ્લા 60 વર્ષથી બાંધણીના વ્યવસાય સાથે સંકળાયેલા જયસુખ ભાયાણીએ જણાવ્યું કે દિવસે ને દિવસે બાંધણી પોતાની ઓળખ ઉભી કરી રહી છે આથી માંગ વધી રહી છે. લગ્ન ગાળામાં હવે મોંઘી બાંધણીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. બીજી તરફ એક જ પરિવારના તમામ સભ્યો એક જ રંગની સાડી અને પટોળા પહેરે તેવી પણ હવે ફેશન ચાલી રહી છે આથી અમારે ત્યાં એક સરખી ડિઝાઇનના કેટલા પરિવારના સભ્યો હોય તેટલા બાંધણીના ઓર્ડર મળી રહ્યા છે.

Jamnagar: Increase in demand for Garchola and Bandhani in Jamnagar during the wedding season

માત્ર જામનગર શહેર અને આજુબાજુના ગામડાના લોકો જ નહીં પરંતુ અન્ય રાજ્યના લોકો પણ આ બાંધણીના ખરીદી અર્થે આવી રહ્યા છે. લગ્નગાળા લઈને આંબા ડાળ, બાંધણી, સેવન કલર બાંધણી, બાર બાગ, શિકારી ડિઝાઇનની બાંધણી અને તેમાં પણલગ્નગાળાની સિઝનમાં ઘરચોડા જે જામનગરના ખૂબ પ્રખ્યાત છે. હાથીની ડિઝાઈનવાળા ઉપરાંત ઢીંગલીની ડિઝાઇન વાળા ભગવાન શ્રીકૃષ્ણની ડિઝાઇન વાળા ઘરચોળાની સારી એવી માંગ જોવા મળતી હોય છે.

જામનગર જ નહિ પરંતુ ગુજરાત અને અન્ય રાજ્યમાંથી પણ જામનગરમાં બાંધણી ખરીદી માટે લોકો આવે છે. બાંધણી ખરીદી અર્થે હૈદરાબાદથી આવેલા આવેલા સિદ્ધાર્થ કુમારે જણાવ્યું કે તેમના માતાએ બાંધણી અંગે સાંભળ્યું હતું કે બાંધણી જામનગરની ખૂબ પ્રખ્યાત છે આથી અમે બાંધણીની ખરીદી માટે આવ્યા છીએ. અમે ચારધામ યાત્રા દરમિયાન દ્વારકાની યાત્રા કરવા આવ્યા છીએ. તો સાથે સાથે જામનગર વચ્ચે આવતું હોવાથી અમે જામનગર બાંધણીની ખરીદી માટે આવ્યા છીએ.

અહેવાલ : સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.