લોકગાયિક અને ગરબા ક્વિન કિંજલ દવે ખુબ જાણીતી છે. ત્યારે આ સમયે કિંજલ દવેએ પહેરેલા આઉટફિટ્સે લોકોનું ધ્યાન ખેચાયું છે. તેણીએ ગ્રીન કલરનું બ્લાઉઝ અને ગોલ્ડન કલરનો ચણિયો પહેરીને અલગ-અલગ પોઝ આપતી જોઈ શકાય છે. તેણીનો આ લુકની તસવીરો સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.
કિંજલ દવેએ શેર કરેલી તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી. તેણીના ચાહકોએ તેમની તસવીરોને ખૂબ પસંદ કરી હતી. તેણીએ ગ્રીન કલરનું બ્લાઉઝ અને ગોલ્ડન કલરનો ચણિયો એટલે કે ક્રોપ ટોપમાં ખૂબ જ સુંદર અને બ્યૂટીફૂલ લાગી રહી હતી. તેણીએ હેન્ડવર્ક કરેલ આઉટફિટ પહેર્યું છે. આ ટ્રેડિશનલ ક્રોપ ટોપ લુકમાં તેણી ખુબ જ આકર્ષક લાગી રહી છે. તેણીએ એક હાથમાં બેંગલ્સ અને બીજા હાથમાં વોચ પહેરી છે. તેણીએ ન્યૂડ શેડ મેકઅપ અને ન્યૂડ શેડ લિપસ્ટિક લગાવી છે. તેણીનો આ લુક જોઈને તેના ફેન્સ તેના દીવાના થઇ રહ્યા છે.