ગુજરાતના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળના રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચેરમેન શીશપાલજીની અધ્યક્ષતામાં નૂતન વર્ષ નિમિત્તે યોગ પરિવારનો યોગ સંવાદ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મેયર  નયનાબેન પેઢડીયા, સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્યઓ ડો. દર્શિતાબેન શાહ અને રમેશભાઈ ટીલાળા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

યોગ બોર્ડના ચેરમેન  શીશપાલજીએ સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને ઐશ્વર્યની શુભેચ્છા અને નૂતન વર્ષના અભિનંદન પાઠવતાં ’રામ, રામ’ના સંબોધન સાથે ઉદ્બોધન કર્યું હતું કે ગુજરાત સરકારના સહયોગથી વર્તમાનમાં ઘરે-ઘરે યોગ પહોંચાડવાનું લક્ષ્ય છે. મનુષ્ય યોગના માધ્યમથી મનથી યોગી, તનથી નિરોગી, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બને છે. યોગ કરવાથી ઊર્જા, પ્રેમ, આનંદ મળે છે,

તેમણે પ્રાસંગિક ઉદ્બોધનમાં સ્વસ્થ જીવનના પાંચ પાઠ સમજાવ્યા હતા કે સૌથી પહેલો પાઠ સ્વાસ્થ્યનો છે, જેના માટે દૈનિક જીવનમાં યોગ માટે એક કલાક ફાળવવી જોઈએ. બીજો પાઠ છે પુરુષાર્થ,  વ્યક્તિએ રોજ 18 કલાક કામ કરવું જોઈએ. ત્રીજો પાઠ છે સેવા, માનવી માટે જીવમાત્રની સેવા કરવી એ પરમ ધર્મ છે. ચોથો પાઠ – આધ્યાત્મ, જીવન સાગર પાર કરવા આધ્યાત્મ જરૂરી છે, અષ્ટાંગ યોગ અને વિપશ્યના થકી આધ્યાત્મ કેળવી શકાય છે. તેમજ અંતિમ પાંચમો પાઠ સંગતનો છે, જેવી સંગત તેવું વ્યક્તિત્વ. વ્યક્તિના આંતરિક વિકાસ માટે સારા લોકોનો સંગ અગત્યનો ભાગ ભજવે છે. આમ, સ્વાસ્થ્ય, પુરુષાર્થ, સેવા, આધ્યાત્મ અને સંગત – આ પાંચ પાઠ માનવજીવનને ઉન્નતિના શિખર પર લઈ જવા સક્ષમ છે.

મેયર  નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે આજે ટેકનોલોજીના સમયમાં આપણે ભૌતિકવાદ પાછળ દોડી રહ્યાં છીએ. રહેણીકરણી અને શોખ લક્ઝરી બનતા લોકો ગંભીર રોગનો ભોગ બની રહ્યાં છે. આવી પરિસ્થિતિમાં યોગ અંગે જનજાગૃતિ કેળવવા પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ’વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી થાય છે. ત્યારે આપણે આધ્યાત્મ માર્ગે આગળ વધવા યોગને માધ્યમ બનાવીએ.

સાંસદ  રામભાઈ મોકરીયાએ નવા વર્ષની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે પ્રાચીન કાળથી ચાલી આવતી ઋષિમુનિઓની યોગ પરંપરાને આધુનિક યુગમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આગળ ધપાવી છે.

ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહએ જણાવ્યું હતું કે નવા આનંદ, નવા ઉમંગ, નવી આશા, નવી જીત સાથે ગુજરાતી નૂતન વર્ષના આરંભે સ્વયંને સ્વયંના માધ્યમથી સ્વયંને ઓળખવા સૌ યોગ સાધનામાં જોડાઈએ. ’મી’થી ’વી’ સુધી, ’સ્વ’થી ’સમષ્ટિ’ સુધીની યાત્રા યોગ છે.

ધારાસભ્ય  રમેશભાઈ ટીલાળાએ નિરોગી અને સુખ-શાંતિમય નૂતન વર્ષની શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે શરીરમાં રોગ ન થાય, તેની પૂર્વતૈયારીરૂપે યોગાભ્યાસ આવશ્યક છે.

રામકૃષ્ણ આશ્રમના સ્વામી નીખિલેશ્વરાનંદજીએ નવા વર્ષના શુભાશિષ પાઠવીને જણાવ્યું હતું કે શારીરિક આરોગ્ય અને માનસિક સ્વાસ્થ્યની જાળવણી યોગાભ્યાસથી શક્ય બને છે. સ્વામી વિવેકાનંદે ચાર યોગ આપ્યા છે – રાજયોગ, ભક્તિયોગ, દાનયોગ અને કર્મ યોગ. જેનું આચરણ કરવાથી દૈનિક જીવનમાં શાંતિ મળે છે.

યોગ કોચ, યોગ ટ્રેનર્સ અને વિશિષ્ટ પ્રદાન કરનારા યોગ સાધકોને પ્રશસ્તિ પત્ર આપીને સન્માન કરાયું હતું.  શીશપાલએ તા. 14 નવેમ્બરથી શરુ થનારા ’ડાયાબીટીસમુક્ત ગુજરાત પખવાડીયા’ જાહેરાત કરીને અભિયાનમાં જોડાવા આહ્વાન કર્યું હતું. તેમજ તેમણે પ્રાસંગિક ઉદબોધન દરમિયાન ઉપસ્થિતોને યોગ, ધ્યાન અને પ્રાણાયામ કરાવ્યા હતાં. કાર્યક્રમમાં બે યોગ સાધકોએ યોગથી જીવનમાં આવેલા પરિવર્તન વિષે પ્રતિભાવ આપ્યા હતાં.

આ તકે  ભરતભાઈ બોઘરાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમમાં અગ્રણીઓ મનીષભાઈ રાડિયા, લીલુબેન જાદવ, યોગસેવકઓ રમુભા જાડેજા, તપનભાઈ પંડ્યા,  વંદનાબેન રાજાણી, ગીતાબેન સોજિત્રા મીતાબેન તેરૈયા સહિત રાજકોટ, મોરબી, જુનાગઢ, અમરેલી, ભાવનગર  યોગ કોચ, શિક્ષકો, સાધકો, પતંજલિ, આર્ય સમાજ, સમર્પણ ધ્યાન અને બ્રહ્મકુમારી સંસ્થાના અગ્રણીઓ મળીને આશરે 1000થી વધુ યોગપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

શીશપાલએ તા. 14 નવેમ્બરથી શરુ થનારા ’ડાયાબીટીસમુક્ત ગુજરાત પખવાડીયા’ જાહેરાત કરીને અભિયાનમાં જોડાવા આહ્વાન કર્યું હતું. તેમજ તેમણે પ્રાસંગિક ઉદબોધન દરમિયાન ઉપસ્થિતોને યોગ, ધ્યાન અને પ્રાણાયામ કરાવ્યા હતાં. કાર્યક્રમમાં બે યોગ સાધકોએ યોગથી જીવનમાં આવેલા પરિવર્તન વિષે પ્રતિભાવ આપ્યા હતાં.

આ તકે  ભરતભાઈ બોઘરાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમમાં અગ્રણીઓ મનીષભાઈ રાડિયા, લીલુબેન જાદવ, યોગસેવકઓ રમુભા જાડેજા, તપનભાઈ પંડ્યા,  વંદનાબેન રાજાણી, ગીતાબેન સોજિત્રા મીતાબેન તેરૈયા સહિત રાજકોટ, મોરબી, જુનાગઢ, અમરેલી, ભાવનગર  યોગ કોચ, શિક્ષકો, સાધકો, પતંજલિ, આર્ય સમાજ, સમર્પણ ધ્યાન અને બ્રહ્મકુમારી સંસ્થાના અગ્રણીઓ મળીને આશરે 1000થી વધુ યોગપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.