- PGVCL કોન્ટ્રાક્ટર એસોસિયેશન દ્વારા વિવિધ માંગને લઇ પાડવામાં આવી હડતાલ
- MGVCLમાં PGVCL કરતા 40% વધારો ભાવ હોય તે મુજબનો જ ભાવ વધારો આપવા કરાઈ માંગ
- ₹150 થી વધુ વાહનો એ હડતાલ પાડી કામ કર્યું બંધ
પીજીવીસીએલ જુનાગઢ જિલ્લા કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા વિવિધ માંગને લઈને હડતાલ પાડવામાં હતી. જેમાં 2022 થી લેખિત તથા મૌખિક રજૂઆતો ખરી ગુજરાત ઊર્જા વિકાસ નિગમ હેઠળ અન્ય ત્રણ ડિસ્કોમમાં જે ભાવ આપવામાં આવે છે. તેમાં ખાસ કરીને MGVCLમાં PGVCL કરતા 40% વધારો ભાવ હોય તે મુજબનો જ ભાવ વધારો આપવા રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે જિલ્લાના સર્કલ હેઠળ ₹150 થી વધુ વાહનો હડતાલ પાડી કામ બંધ કરી અળગા રહ્યા છે. ત્યારે હાલ ગિરનારની લીલી પરિક્રમા ચાલતી હોવાથી લાખો લોકો પરિક્રમા કરવા આવતા હોય એને પરિક્રમના રૂટ ઉપર તેમજ ભવનાથ તળેટીમાં પાવર સપ્લાય સતત જળવાઈ રહે તેને લઈને PGVCLના કર્મચારીઓને વાહનની જરૂરત હોય પરંતુ હડતાલના કારણે કર્મચારીઓ પણ હેરાન હોય ત્યારે વહેલાસર કોન્ટ્રાક્ટર એસોસિયેશનની માંગ સ્વીકારી યોગ્ય કરવા રજૂઆત કરવામાં આવી છે.