- વધતા ફ્લૂના કેસ વચ્ચે ઓસેલ્ટામિવીરના વેચાણમાં 33%નો વધારો થયો છે
વહેતું નાક અને હળવી શરદી ને હવે લોકો નજર અંદાજ કરતા નથી, કોરોના પછી શરદી અને ખાસ કરીને ફલુ સામે લોકોમાં સવિશેષ જાગૃતિ આવી છે ત્યારે રાજ્યમાં વધતા જતા ફલુંના વાયરાને લઈને ફલૂની દવા બનાવતી ફાર્મ માર્ક કંપનીનીઓસેલટેમેવિર દવા ના વેચાણમા સવાયો વધારો નોંધાયો છે ફલૂ હવે માત્ર વહેતું નાક અથવા હળવા તાવ જેવું રહ્યું નથી કે એક બે દિવસમાં મટી જાય ડોક્ટરો સ્વાઈન ફ્લૂ જેવી ગંભીર પ્રકારની ફલુ અગે લોકોને સાવચેત રહેવા જણાવી રહ્યા છે, તબીબો ચોક્કસ એન્ટિવાયરલ દવાઓ લખવાની જરૂરિયાત પર વધુ ભાર મૂકી રહ્યા છે છેલ્લા બે વર્ષમાં, ઓસેલ્ટામિવીરની માંગ – સ્વાઈન ફ્લૂ અને ગંભીર શ્વસન ચેપ માટે પ્રાથમિક એન્ટિવાયરલ – 33% વધી છે.
ફાર્મરેકના ડેટા સૂચવે છે કે ઓસેલ્ટામિવીરનું વેચાણ સપ્ટેમ્બર 2022માં રૂ. 6 કરોડથી વધીને સપ્ટેમ્બર 2024માં રૂ. 8કરોડ થયું હતું. વાર્ષિક ધોરણે 14.5%%ની વૃદ્ધિ સાથે વેચાણ રૂ. 7 કરોડ સુધી પહોંચ્યું હતું. ગુજરાતમાં સપ્ટેમ્બર 2023
ડોકટરો સમગ્ર ગુજરાતમાં લાંબા સમય સુધી ગરમ હવામાન અને તાપમાનમાં વધઘટને કારણે ગંભીર શ્વસન ચેપના વધતા બનાવોને જવાબદાર માને છે, જેના કારણે ઓસેલ્ટામિવીર પ્રિસ્ક્રિપ્શનોમાં વધારો થયો છે. ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ્સ એસોસિએશન ના સભ્યો ઉપલા શ્વસન સમસ્યાઓ સાથે સંકળાયેલા ફ્લૂ, શરદી, ઉધરસ અને વાયરલ ચેપમાં સ્પષ્ટ વધારો થયો હોવાનું જણાવી રહ્યા છે.
ક્રિટિકલ કેર ફિઝિશિયન ડો. મનોજ વિઠ્ઠલાણી કહે છે, “ફ્લૂના કેસમાં તાજેતરમાં વધારો થયો છે, જેમાં ઉચ્ચ-ગ્રેડનો તાવ અને ગંભીર શ્વસન સમસ્યા જેવા લક્ષણો છે. ડાયાબિટીસ અથવા હૃદયની મુશ્કેલી ધરાવતા દર્દીઓ માટે, તબીબો ફલુમાઓસેલ્ટામિવીર લખે છે
મણિનગરના ડો. મુકુંદ ભટ્ટ જેવા ચિકિત્સકો ઓસેલ્ટામિવીરના વધતા ઉપયોગને બદલાતા હવામાનની પેટર્ન અને કોવિડ પછી માસ્કના વપરાશમાં ઘટાડો સાથે જોડે છે. “માસ્ક ચેપ સામે અવરોધ ઊભો કરે છે, પરંતુ તેનો વપરાશ નોંધપાત્ર રીતે ઘટી ગયો છે. પરિણામે, અમે ગંભીર ફ્લૂના વધુ દર્દીઓ ની સંખ્યા વધતા ફાર્મ ટ્રેક કંપનીની દવાની માંગમાં ભારે વધારો થયો છે.