- રાત્રે પરિવાર મકાનના ઉપરના માળે સુઈ ગયો અને તસ્કરો હાથ ફેરો કર્યો: 15 તોલા સોના ચાંદીના દાગીના અને રૂ. 1.10 લાખ અને રોકડ ચોરી
ગોંડલ તાલુકાના બીલીયાળા ગામે ખેડૂત પરિવાર મકાનના ઉપરના માળે સુઈ ગયો અને તસ્કરો હાથ ફેરો કરી ગયા હતા. લાખોની કિંમતના સોના ચાંદીના દાગીના અને રૂ. 1.10 લાખણી રોકડ ચોરી થઈ છે. તાલુકા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
વધુ વિગત મુજબ બીલીયાળા ગામે પ્લોટ વિસ્તાર શિવ પાનવાળી શેરી કિશોરભાઈ નાગજીભાઈ ડોબરીયાએ ફરિયાદીમાં જણાવ્યું કે, ગઇ તા.3/11/2024 ના રોજ રાત્રીના દશેક વાગ્યે હું તથા મારી પત્ની તથા મારો દિકરો એમ બધા વાળુ પાણી કરીને અમારા ઘરે ઉપરના માળે સુઇ ગયેલ હોય તા.4/11/2024 ના સવારના સાતેક વાગ્યાના વખતે અમો ઉઠી નીચે આવેલ.ત્યારે અમારા નીચેના ચોથા નંબરના રૂમ જેમાં અમો અમારી તમામ સોનાની વસ્તુ તથા પૈસા રાખતા તે રૂમ ખુલ્લો હોય અને અમો રૂમમાં જઇ જોતા રૂમમાં રાખેલ તિજોરી જોતા તેમાં રાખેલ સામાન વેર-વિખેર હોય અને અંદરના લોકર તુટી ગયેલ હોય જેથી અમે અમારી આજુબાજુના પાડોશના માણસો તથા સરપંચને બોલાવેલ અને ત્યારબાદ આ બધા લોકોની હાજરીમાં અમારી તિજોરીમાં જોતા તિજોરીમાં રાખેલ સોના અને ચાંદીના ઘરેણાં તેમજ રોકડ રૂ.1,10,000 કોઈ અજાણ્યા ઇસમો રાત્રીના ઘરમા પ્રવેશ કરી રૂમ મા રાખેલ તિજોરી તોડી લોકરમાં રાખેલ હતા. આ સોના/ચાંદીના દાગીના મારા પિતાએ આશરે 35 વર્ષ પહેલા કરાવેલ હોય જેથી તેના બીલ અમારી પાસે નથી.