- સામૂહિક દુષ્કર્મનાં આરોપીનાં ચાર મકાનોમા ગેરકાયદે વીજ જોડાણ કાપી નખાયા
જામનગરમા ગેંગરેપના કેસ માં પકડાયેલા આરોપી ના રહેણાંક મકાનો માં વીજ ચોરી થતી હોવા નું જણાતા પોલીસ દ્વારા વીજ કંપની પાસે કાર્યવાહી કરાવી આરોપી નાં ઘરોનાં વીજ જોડાણ કપાવી નખાવાયા હતા. અને રૂ. અઢી લાખ નું વીજ પુરવણી બિલ પણ આપવા માં આવ્યું હતું.
જામનગર નાં સીટી ’ એ ’ ડીવીઝન પોલીસ સ્ટેશન મા હુશેન ઉર્ફે હુશેન વાઘેર ગુલમામદ ઇસ્માઇલભાઇ શેખ (રહે. ઘાંચી ની ખડકી બહાર વહેવારીયા મદ્રેશા પાસે જામનગર) સામે તાજેતર મા ગેંગરેપ અંગે ફરિયાદ નોંધાઈ હતી. આરોપી નાં અલગ અલગ રહેણાંક મકાનો એ પોલીસ તપાસ દરમ્યાન જાણવા મળેલ કે આરોપી ના ભોગવટાવાળા અલગ અલગ મકાનોમાં વીજ કંપની નુ મીટર લગાવેલ નથી અને વીજ થાંભલા માંથી ડાયરેક્ટ ગેર કાયદે વીજ કનેક્શન મેળવેલ છે. આથી જીલ્લા ના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ ના માર્ગદર્શન મુજબ સીટી ’ એ ’ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ એન.એ.ચાવડા તથા ટીમ તથા વીજ કંપની નાં અધિકારી તેમજ કર્મચારીઓ સાથે આરોપી ના ઘાંચી ની ખડકી એ આવેલ બે મકાનોમાં તેમજ સિલ્વરપાર્ક સોસાયટીમાં આવેલ એક મકાનમાં તેમજ પંચેશ્વર ટાવર પાસે આવેલ એક મકાનમાં ચેક કરતા તમામ મકાનોમાં વીજ કંપની નુ મીટર લગાવેલ ન હોય અને વીજ થાંભલા માંથી ડાયરેક્ટ કનેક્શન મેળવેલનુ સામે આવતા વીજ કંપનીના અધિકારીઓ એ કાયદેસરની કાર્યવાહી કરી તમામ ચાર ઘર ના વીજ જોડાણ કાપી નાખયા હતા. અને આશરે રૂ . 2,50,000 નો દંડ ફટકારી આરોપી વિરૂધ્ધ ફોજદારી ફરીયાદ કરવા ની તજવીજ ચાલુ કરવામાં આવી છે.