- ખંભાળીયા નજીક હાઇવે પર લાખો ફુટ કિંમતી જમીન પર થયેલા દબાણો ઘ્વસ્ત
દેવભૂમિ દ્વા2કા જિલામાં મુખ્ય પથક ખંભાળીયાથી જામનગ2 ત2ફના નેશનલ હાઇવે 2ોડ પ2 અમૂક ભૂમાફીયાઓ દ્વા2ા સ2કા2ી જમીન પ2 દબાણો ખડકી દેવાયા હોય આજ2ોજ તંત્ર દ્વા2ા બુલડોઝ2 ફે2વી દબાણો દૂ2 હટાવવાની કામગી2ી હાથ ધ2ી લાખો ચો.ફુટ જમીન ખાલી ક2ાવવામાં આવી હતી. આ દબાણ હટાવ કામગી2ી ખંભાળીયાના પ્રાંત અધિકા2ી, મામલતદા2, પોલીસ કાફલાની ઉપસ્થિતિમાં ક2વામાં આવેલ. હાઇવે પ2ના મસમોટા દબાણો અંગે અગાઉ તંત્રએ દબાણકા2ોને સ્વૈચ્છાએ કબ્જો ખાલી ક2વા નોટીસ ફટકા2ેલ આમ છતાં દબાણો દૂ2 ન થતાં છેવટે તંત્ર દ્વા2ા ડીમોલીશનની કામગી2ી હાથ ધ2વામાં આવેલ.
સતત વિકસતા જતા ખંભાળિયા-જામનગર તેમજ ખંભાળિયા-દ્વારકા હાઈવે પર વધતા જતા જગ્યાના ભાવ વચ્ચે સરકારી જમીનો પર ઠેર ઠેર દબાણો થતા આ સામે તંત્રએ કડક હાથે કામગીરી કરી, આજરોજ જામનગર હાઈવે પર લાખો ફૂટ કિંમતી સરકારી જગ્યા પર કોમર્શિયલ દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ સમગ્ર પ્રકરણ અંગે સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબખંભાળિયાથી જામનગર તરફ જતા હાઈવે માર્ગ પર આવેલા માંઢા ગામ સ્થિત સુવિખ્યાત આરાધના ધામ સામે કેટલાક શખ્સો દ્વારા સરકારી જમીનને વણાંકી લઈ અને કોમર્શિયલ બાંધકામો ઉભા કરી દેવામાં આવ્યા હતા. વધુમાં જાણવા મળતી વિગત મુજબ લાખો ફૂટની અને કરોડોરૂપિયાની અંદાજિત બજાર કિંમત ધરાવતી આ જગ્યા પર હોટલો તેમજ દુકાનો બનાવી અને તેમાં છડેચોક વેપાર-ધંધા કરવામાં આવતા હતા.
આ સમગ્ર પ્રકરણ અંગે અહીંના સરકારી તંત્ર દ્વારા દબાણકર્તા આસામીઓને તેઓનું દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરી દેવા માટેની અનેક વખત નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં પણ આ નોટિસને કાગળની ચબરખી સમજીને દબાણ દૂર ન કરાતા આખરે તંત્રએ આજરોજ લાલ આંખ કરી હતી. જેના અનુસંધાને અહીંના પ્રાંત અધિકારી કે.કે. કરમટાના સીધા માર્ગદર્શન હેઠળ અહીંના મામલતદાર વિક્રમ વરુ તેમજ સ્ટાફ દ્વારા પોલીસ તંત્રને સાથે રાખીને જે.સી.બી. જેવા સાધનોની મદદથી દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી.આ કામગીરી મોડે સુધી ચાલી હતી. જેની વધુ વિગત મેળવાય રહી છે.
નોટિસને ચબરખી સમજીને દબાણ દૂર ન કરાતા આખરે તંત્રએ લાલ આંખ કરી :મામલતદાર વિક્રમ વરૂ
અબતક સાથે ની વાતચિત્તમાં મામલતદાર વિક્રમ વરુએ જણાવ્યું હતું કે ખંભાળિયાથી જામનગર તરફ જતા હાઈવે માર્ગ પર આવેલા માંઢા ગામ સ્થિત સુવિખ્યાત આરાધના ધામ સામે કેટલાક શખ્સો દ્વારા સરકારી જમીનને વણાંકી લઈ અને કોમર્શિયલ બાંધકામો ઉભા કરી દેવામાં આવ્યા હતા. લાખો ફૂટની અને કરોડો રૂપિયાની અંદાજિત બજાર કિંમત ધરાવતી આ જગ્યા પર હોટલો તેમજ દુકાનો બનાવી અને તેમાં છડેચોક વેપાર-ધંધા કરવામાં આવતા હતા.
સરકારી તંત્ર દ્વારા દબાણકર્તા આસામીઓને તેઓનું દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરી દેવા માટેની અનેક વખત નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં પણ આ નોટિસને કાગળની ચબરખી સમજીને દબાણ દૂર ન કરાતા આખરે તંત્રએ આજરોજ લાલ આંખ કરી હતી.