• કોડીનારના 10 જેટલા ખેડૂતો મગફળી લઈ વેચવા પહોચ્યા
  • માર્કેટ કરતા ટેકાનો ભાવ વધું મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

ગીર સોમનાથ જિલ્લામાં ટેકા ના ભાવે મગફળી ની ખરીદી શરૂ,થતાં કોડીનાર ખાતે 10 જેટલા ખેડૂતો મગફળી લઈ વેચવા આવ્યા માર્કેટ કરતા ટેકાનો ભાવ વધું મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ.

ટેકાના ભાવે મગફળીની હરાજી શરૂ કરવામાં આવી

Gir Somnath: Groundnut purchase started at support price in marketing yard, farmers got good prices

છેલ્લા કેટલાક વર્ષથી સરકાર ના ટેકા ના ભાવે મગફળી ખરીદવામાં આવે છે ખેડૂતો નીરસ હોય તેવું લાગી રહ્યું હતું પણ આ વર્ષે સરકારે માર્કેટ કરતા ટેકા ના ભાવ વધું જાહેર કરતા ટેકા ના ભાવે મગફળી ખેડૂતો વેચવા આવી રહ્યા છે . જેના ભાગ રૂપે ગીર સોમનાથ જિલ્લામાં પણ 6 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળી ની ખરીદી શરૂ કરવા ને લઈ ખેડૂતો ને મેસેજ કર્યા હતા. જ્યારે કોડીનાર કેન્દ્ર પર જ 10 ખેડૂતોને મગફળી લઈ ને બોલાવ્યા હતા. જેનું કોડીનારના તાલુકાના સહકારી આગેવાનો ના હસ્તે શરૂ કરાય હતી.

6 કેન્દ્રમાં 4000 ખેડૂતોએ ટેકાના ભાવે રજીટ્રેશન કરાવ્યું

જિલ્લામાં 65,000થી 70,000 હેકટર જમીનમાં મગફળીનું વાવેતર થયું

Gir Somnath: Groundnut purchase started at support price in marketing yard, farmers got good prices

બીજી તરફ સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, તાલાળા, કોડીનાર, સૂત્રાપાડા અને ઉના – ગીર ગઢડા આમ 6 કેન્દ્રો માં 4000 જેટલા ખેડૂતો એ ટેકાના ભાવે રજી્ટ્રેશન કરાવ્યું છે. જે પણ પાછલા કેટલાક વર્ષોની સરખામણી માં બહુ જ ઓછું કહેવાય કારણ કે જિલ્લામાં અંદાજે 65000 થી 70000 હેકટર જમીન માં મગફળી નું વાવેતર થયું છે અને રજી્ટ્રેશન માત્ર 4 હજાર ખેડૂતો એ કરાવ્યું છે. જોકે કોડીનાર ખાતે પણ ટેકા ના ભાવે મગફળી લઈ આવનાર ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. કારણ કે સરકારે જાહેર કરેલા 1356 રૂપિયા ટેકાના ભાવની સામે ખુલ્લી બજાર માં 900 થી 1200 રૂપિયા સુધી ભાવ મળતા હોવાનો ખેડૂતો દાવો કરી રહ્યા છે. જેની સામે ટેકા ના ભાવમાં ખેડૂતો ને 200 રૂપિયા નો ફાયદો ચોક્કસ થતો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

અહેવાલ : અતુલ કોટેચા 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.