- તુલશી વિવાહના રૂડા અવસરીયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ થશે સહભાગી
Gondal : ધારાસભ્ય ગીતાબા તથા પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા પરીવાર દ્વારા તુલશીવિવાહ નાં કરાયેલા આયોજન માં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત કેબીનેટ મંત્રીઓ હાજર રહેનાર હોય ગોંડલ પોલીસ છાવણી માં ફેરવાયું છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર થી હેલીકોપ્ટર મારફત સાંજે ચાર કલાકે ગોંડલ પંહોચશે.આ માટે એસ.આર.પી ગ્રાઉન્ડ પર હેલીપેડ બનનાવાયુ છે.
જયરાજસિહ જાડેજા નાં નિવાસસ્થાને શાલીગ્રામ ભગવાન અને તુલશી માતા નાં વિવાહ સાંજે ચાર કલાકે યોજાશે.વાછરા થી જાન ચાર કલાકે ગોંડલ પંહોચશે. કોલેજચોક ખાતે જાન નાં સામૈયા થશે.બાદમાં ફુલેકા રુપે જયરાજસિહ નાં નિવાસસ્થાને પંહોચશે. ફુલેકામાં હાથી, ઘોડા, ઉંટ, રથ, બગીઓ જોડાશે. મુખ્યમંત્રી સહિત નાં મંત્રીઓ ફુલેકા માં જોડાઇ લગ્ન નો લ્હાવો લેશે.
વિવાહ સંપ્પન થયા બાદ સાંજે સાડા છ કલાકે જાન વિદાય લેશે.બાદ માં રિવર સાઈડ પેલેસ ખાતે ભોજન સમારોહ યોજાશે. જેમાં અંદાજે વીસ હજાર લોકો ભોજન લેશે તેવો અંદાજ છે.રાત્રે સંગ્રામસિંહ હાઈસ્કૂલ નાં મેદાન માં લોકડાયરા નું આયોજન કરાયુ છે.જેમા કીર્તીદાન ગઢવી સહિત નામાંકિત કલાકારો ઉપસ્થિત રહેનાર છે. મુખ્યમંત્રી લગ્નમાં હાજરી આપી તુરંત ગાંધીનગર રવાના થનાર છે.
મુખ્ય મંત્રી સહિત અડધુ પ્રધાન મંડળ ગોંડલ આવનાર હોય પોલીસ નો કાફલો ખડકી દેવાયો છે. ડીવાયએસપી કે.જી.ઝાલા નાં જણાવ્યાં મુજબ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નાં બંદોબસ્ત માં 7 ડીવાયએસપી,17 પીઆઇ, 42 પીએસઆઈ, 455 પોલીસ જવાન,જીઆરડી સહિત 720 પોલીસ કર્મચારીઓ નો બંદોબસ્ત રખાયો છે.
ધારાસભ્ય ગીતાબા તથા જયરાજસિહ જાડેજા નાં આંગણે યોજાયેલ તુલશીવિવાહ નાં કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, રાજ્યનાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, કેબીનેટ મંત્રી કુવરજીભાઇ બાવળીયા, ભાનુબેન બાબરીયા, રાઘવજીભાઇ પટેલ, પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગુજરાત સરકારનાં ઉપદંડક કૌશિકભાઈ વેકરીયા, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, પુનમબેન માડમ, રામભાઈ મોકરીયા સહિત ઉપસ્થિત રહેશે.