Amreli: હાલ રેશન કાર્ડ અને નામ ધારકોના આધાર કાર્ડ લિંક કરી ઇ-કેવાયસીની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી લગભગ એક માસથી ચાલુ છે. છતાંય લગભગ માત્ર 40 ટકા જેટલી કામગીરી થઈ શકી છે. મામલતદાર કચેરીમાં લોકોએ કુટુંબ સહિત એક થી બે કલાક લાઈનમાં ઉભું રહેવું પડે છે.
સરવર ધીમું ચાલવાથી કલકોનો સમય વેડફાય છે. બીજી બાજુ ખાનગી એજન્સીઓ એક નામ માટે રૂ.20 થી રૂ.50 નો ચાર્જ લેય છે. આ પ્રક્રિયા સરળ બનાવવા માટે નગર પાલિકા/મહાનગર પાલિકા વિસ્તારમાં વોર્ડ પ્રમાણે સ્વયં સેવકો અને ચૂંટાયેલા સભ્યોની મદદથી કામગીરી કરવામાં આવે તેવું સૂચન કરી પ્રા.જે.એમ.તળાવીયાએ એક પત્ર પાઠવી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજુઆત કરી છે. તેમણે આ અંગે પુરુષોત્તમભાઈ રૂપાલા સાંસદ – રાજકોટ, મનસુખભાઈ માંડવીયા કેન્દ્રીય મંત્રી, ભારત સરકાર – ન્યુ દિલ્હી, ભરતભાઈ સુતરિયા સાંસદ – અમરેલી તેમજ કૌશિકભાઈ વેકરીયા ધારાસભ્ય અમરેલીને પણ પત્રની નકલ પાઠવી રજુઆત કરી છે.