• રેલવે બોર્ડનો સારો પ્રતિસાદ: આગામી દસ વર્ષમાં નવી ઉંચાઇઓ સાથે રેલવે માળખાકીય સુવિધાઓ વધશે

ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે એક મહત્વપૂર્ણ સંવાદ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય રેલવે બોર્ડના અતિરિક્ત સભ્ય (ટ્રાફિક) માનનીય કે.આર.કે. રેડ્ડી સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી. જેમાં, કચ્છ જિલ્લાના વેપાર-ઉદ્યોગ અને સામાન્ય જનતાના હિતમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રેલવે સુવિધાઓ વધારવા માટે રેલવે બોર્ડ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ચેમ્બર પ્રમુખ મહેશ પૂજે જણાવ્યું હતું કે, ગાંધીધામ સબ ડિવિઝન વેસ્ટર્ન રેલવેનું એક મહત્વપૂર્ણ આર્થિક અને વ્યાપારિક કેન્દ્ર બની ગયું છે. પ્રદેશમાંથી કંડલા અને મુંદ્રા પોર્ટ મારફતે થતી આયાત-નિકાસ દેશના અર્થતંત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.વધુમાં તુણા પોર્ટ ખાતે નવા ક્ધટેનર ટર્મિનલનું નિર્માણ અને ગ્રીન હાઈડ્રોજન પ્રોજેક્ટ પણ આવી રહ્યા છે. છેલ્લા સાત દાયકાથી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગના પ્રમોશન અને વિકાસ માટે સેતુ તરીકે કામ કરી રહ્યું છે. આજે ગાંધીધામ સબ ડિવિઝન, વેસ્ટર્ન રેલવેનું એક મહત્વપૂર્ણ આર્થિક અને વ્યાપારિક કેન્દ્ર બની ગયું છે.

કચ્છના લોકો અને ઉદ્યોગોની સાચી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં રહેતા દક્ષિણ ભારતીયોની સંખ્યામાં વધારો થયો છે. તેઓને તેમના વતન સાથે જોડવા માટે વધારાની ટ્રેન સેવાઓની જરૂર છે. આ ઉપરાંત, કચ્છમાં ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો છે અને આ ઉદ્યોગો માટે કાચા માલ અને તૈયાર માલની સરળતાથી આવક-જાવક કરવા માટે રેલવે સુવિધાઓનું વિસ્તરણ અત્યંત જરૂરી છે.  આશા રાખીએ છીએ કે સરકાર આ બાબતોને ધ્યાનમાં રાખીને કચ્છના વિકાસ માટે જરૂરી પગલાં ભરશે. સેશનમાં વેસ્ટર્ન રેલવેના ચીફ ફ્રેઇટ ટ્રાન્સપોર્ટેશન મેનેજર નરેન્દ્ર પનવાર, અમદાવાદના સિનિયર ડિવિઝનલ મેનેજર ડો. ઝેનિયા ગુપ્તા અને ગાંધીધામ રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે, પ્રમુખ મહેશ પુજ, માનદમંત્રી મહેશ તિર્થાણી, પૂર્વ પ્રમુખ તેજાભાઇ કાનગડ, સહમંત્રી જતીન અગ્રવાલ, કારોબારી સભ્યો પારસમલ નાહટા, આદિલ શેઠના, જીજીટીએ, વેલસ્પન ગ્રુપ, પંજાબી સભા, પાઇપ ટેન્ક એસોસીએશનો, ગ્રાસિમ ઈન્ડિયા આદિત્ય બિરલા ગ્રુપ તેમજ માનવતા ગ્રૂપના સર્વે હોદેદારો આ પ્રસંગે ચેમ્બરના સભ્યો, વેપારી મંડળના પ્રતિનિધિઓ અને રેલવે ટ્રેડ ફેટર્નિટીના સભ્યો સાથે  મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.