- સલામતીને ધ્યાને રાખી એજન્સીનો વર્કઓર્ડર રદ કરી એકપણ મોટી રાઇડ નહી ચલાવવાશે નહિ
- લોકોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતું ટ્રસ્ટનું અનુકરણીય પગલું
સૌરાષ્ટ્રના સૌથી પ્રસિદ્ધ મેળામાંના એક એવા “કાર્તિકી પૂર્ણિમા મેળા 2024” માં ભજન ભોજન ભક્તિ અને આનંદની સરવાણી વહેતી હોય છે. ત્યારે આ વર્ષના મેળામાં આવનાર સહેલાણીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સોમનાથ ટ્રસ્ટે એક અતિ મહત્વપૂર્ણ પગલું લીધું છે. જેમાં ટ્રસ્ટે મેળામાં મોટી રાઈડ્સની એજન્સીને સરકાર દ્વારા નિયત કરાયેલ સુરક્ષાના માપદંડો પૂરા કરવામાં નિષ્ફળ થતી જોઈને સહેલાણીઓની સલામતીને પ્રથમ સ્થાન આપીને જે તે એજન્સીનો વર્કઓર્ડર રદ કરી મોટી રાઈડ્સ બંધ રાખાવવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ આ વર્ષે કાર્તિકી પૂર્ણિમા મેળો સોમનાથ બાયપાસના સદભાવના ગ્રાઉન્ડ ખાતે યોજાશે.
સૌરાષ્ટ્રના સૌથી પ્રસિદ્ધ મેળામાંના એક એવા “કાર્તિકી પૂર્ણિમા મેળા 2024″માં ભજન ભોજન ભક્તિ અને આનંદની સરવાણી વહેતી હોય છે. ત્યારે આ વર્ષના મેળામાં આવનાર સહેલાણીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટે એક અતિ મહત્વપૂર્ણ પગલું લીધું છે. ટ્રસ્ટે મેળામાં મોટી રાઈડ્સની એજન્સીને સરકારશ્રી દ્વારા નિયત કરાયેલ સુરક્ષાના માપદંડો પૂરા કરવામાં નિષ્ફળ થતી જોઈને સહેલાણીઓની સલામતીને પ્રથમ સ્થાન આપીને જે તે એજન્સીનો વર્કઓર્ડર રદ કરી મોટી રાઈડ્સ બંધ રાખાવવાનો નિર્ણય કર્યો છે. કોઈપણ આર્થિક પાર્જન મનુષ્યના જીવનને ખતરામાં નાખીને ન કરી શકાય કે ન તો કોઈને કરવા દઈ શકાય શ્રી સોમનાથ ટ્રસ્ટ પોતાના આ મૂલ્યો પર અડગ છે. ત્યારે ખાસ બાળકોને મેળાનું આકર્ષણ નાની રાઇડસ હોય છે ત્યારે બાળકો માટે નાના મોજમસ્તી ભરેલા અનુકૂળ અને સલામત રાઈડ્સ ઉપલબ્ધ રહેશે, જેમાં તમામ સુરક્ષા તકેદારીનું પાલન કરવામાં આવ્યું છે.
આ સાથે અમુક ભ્રામક તત્વો જે લોકોની સુરક્ષા સાથે જોખમ લઈ કરી અંગત લાભ મેળવવા માંગતા હોય જેને સોમનાથ ટ્રસ્ટ દ્વારા મનાઈ ફરમાવતા મેળા અંગે દુષપ્રચાર કરવામાં આવતો હોય તેવું જાણવા મળ્યું છે. કાર્તિકી પૂર્ણિમાનો મેળો એ જ ભવ્યતાથી અને દિવ્યતાથી આયોજિત કરવામાં આવ્યો છે. લોકોને મલિન તત્વોની કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરવા સોમનાથ ટ્રસ્ટ અપીલ કરે છે.
મેળાનો પ્રારંભ અને વિશેષતાઓ:
કાર્તિકી પૂર્ણિમા મેળાનો પ્રારંભ 11 નવેમ્બર, 2024ના રોજ સાંજે 5 વાગ્યે થાય છે. 1955થી શરૂ થયેલો આ મેળો લોકસંસ્કૃતિ, અધ્યાત્મ અને મનોરંજનના ત્રિવેણી સંગમ તરીકે જાણીતા છે. આ વર્ષે કાર્તિકી પૂર્ણિમા મેળો સોમનાથ બાયપાસના સદભાવના ગ્રાઉન્ડ ખાતે યોજાશે. મેળામાં બાળકો માટે 50 થી વધુ મનોરંજન માટેની રાઇડસ, 200 જેટલા ખાણી-પીણીના સ્ટોલ, રમકડાં, અને હસ્તકલા-ગૃહઉદ્યોગના ઇન્ડેક્ષ-સી વિભાગના વિવિધ સ્ટોલ્સ છે. આ ઉપરાંત જેલના કેદીઓના બનાવેલા ભજીયા સ્ટોલ, આકર્ષક સેલ્ફી પોઇન્ટ્સ, “સોમનાથ @70” ચિત્ર પ્રદર્શની, અને કિર્તિદાન ગઢવી, માયાભાઇ આહિર, રાજભા ગઢવી, દેવાયત ખવડ, અપેક્ષાબેન પંડયા, બીરજુ બારોટ જેવા અનેક લોકપ્રિય ગુજરાતી કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
આમ, કાર્તિકી પૂર્ણિમા મેળાના પ્રત્યેક પધારનારા માટે સુરક્ષિત અને આનંદસભર વાતાવરણમાં યાત્રા સુનિશ્ચિત કરવામાં આવી છે. સોમનાથ ટ્રસ્ટ, જિલ્લા વહીવટ તંત્ર, જિલ્લા પોલીસ તંત્ર અને નગર સેવા સદન સાથે મીલીને મેળામાં તમામ સુવિધાઓ ઊભી કરી છે.