• ઓકટોબર માસમાં 40986 લાયબ્રેરી સેવાનો લાભ લીધો

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શ્રીમતી પ્રભાદેવી.જે. નારાયણ પુસ્તકાલય શિક્ષણ સમિતિ કેમ્પસ, કરણપરા ચોક, શ્રી દત્તોપંત ઠેંગડી પુસ્તકાલય, વોર્ડ નંબર-2ની વોર્ડ ઓફિસની બાજુમાં શ્રોફ રોડ, શ્રી બાબુભાઈ વૈધ લાયબ્રેરી, બાપા સીતારામ ચોકની બાજુમાં, પેરેડાઇઝ હોલ સામે, ડો. બાબા સાહેબ આંબેડકર ભવન લાઈબ્રેરી, જીલ્લા ગાર્ડન, બહેનો અને બાળકો માટેની મોબાઈલ લાઈબ્રેરી યુનિટ-1 તથા 2, મહિલા વાચનાલય, મહિલા એકટીવિટી સેન્ટર, નાના માવા, ચાણકય લાઈબ્રેરી, ગોવિદ બાગ શાકમાર્કેટ સામે, ઈસ્ટ ઝોનમાં એક માસ   દરમ્યાન કુલ-40986 નાગરિકોએ લાભ લીધેલ હતો. આ એક માસ દરમ્યાન 212 નવા સભ્યો લાઈબ્રેરી સાથે જોડાયા હતા. સભ્યોની માંગણી અને નવ પ્રકાશિત વિવિધ વિષયોનાં પુસ્તકો, બાળ સાહિત્ય, ગુજરાતી સાહિત્ય, નવલકથા, નવલિકાની સાથે સાથે  વિધાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી પુસ્તકો મળી કુલ-750 પુસ્તકો તથા બાળકો માટે વિવિધ પ્રકારના 100 જેવા રમકડા, પઝલ્સ, ગેઈમ્સ વગેરે મુકવામાં આવેલા છે. નવેમ્બર માસ દરમ્યાન 998 મેગેઝીનની વાંચકો માટે ખરીદી કરવામાં આવી છે.

આ સુવિધાઓનો શહેરીજનો વધુમાં વધુ ઉપયોગ કરે તેવા પ્રયત્ન રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લાઈબ્રેરીઓ દ્વારા  કરવામાં આવી રહ્યા છે જેનો શહેરના નાગરિકો લાભ મેળવે તેવી અપીલ કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.