• રાજકોટમાં પ્રથમ અઢી વર્ષ જનરલ અને બીજી અઢી વર્ષ હશે એસ.સી. મહિલા ઉમેદવાર મેયર

રાજય સરકાર દ્વારા રાજયની આઠ મહાનગરપાલિકાઓમાં મેયર પદની અઢી-અઢી વર્ષની ટર્મ માટે રોસ્ટર નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. જુનાગઢને બાદ કરતાં અન્ય સાત મહાપાલિકાની સામાન્ય ચુંટણીના આડે હજી સવા વર્ષથી પણ વધુ સમય ગાળો બાકી રહ્યો છે. છતાં રાજય સરકાર દ્વારા મેયરપદ માટે રોટેશન જાહેર કરી દેવામાં આવ્યું છે.

સામાન્ય રીતે મહાનગરપાલિકાની અલગ અલગ વોર્ડ માટે સિમાંકન અને અનામત બેઠકનું જાહેરનામું પ્રસિઘ્ધ કરાયા બાદ ચુંટણીની તારીખનું એલાન થાય ત્યારબાદ મેયરપદ માટેનું રોસ્ટર નોટિફીકેશન જાહેર કરવામાં આવતું હોય છે. આગામી દિવસોમાં એક માત્ર જુનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચુંટણી યોજાવાની છે. બાકીની સાતેય મહાપાલિકાની વર્તમાન બોડીની મુદત થવાના આડે હજી ઘણો સમય બાકી છે. છતાં રાજય સરકાર દ્વારા તમામ આઠેય મહાપાલિકાઓ માટે અઢી-અઢી વર્ષની બે ટર્મ માટે મેયર પદનું રોટેશન જાહેર કરી દેવામાં આવ્યું છે.

અમદાવાદ મહાનગર પાલિકામાં આગામી ચુંટણી બાદ મેયરપદ માટે પ્રથમ અઢી વર્ષની ટર્મ ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે અનામત રહેશે જયારે બીજી અઢી વર્ષની ટર્મ સામાન્ય મહિલા માટે અનામત જાહેર કરાય છે. સુરત મહાનગરપાલિકાની પ્રથમ અઢી વર્ષની મેયરની ટર્મ જનરલ કેટેગરીના મહિલા ઉમેદવાર માટે જયારે બીજી અઢી વર્ષની ટર્મ જનરલ કેટેગરી માટે અનામત જાહેર કરાય છે. વડોદરા મહાનગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષની મેયરની ટર્મ માટે એસસી કેટેગરીના ઉમેદવાર માટે જયારે  બીજી અઢી વર્ષની ટર્મ ઓબીસી કેટેગરીના મહિલા ઉમેદવાર માટે અનામત જાહેર કરવામાં આવ્યા છે. જયારે રાજકોટ મહાનગરપાલિકામાં મેયર પદ માટે પ્રથમ અઢી વર્ષની ટર્મ જનરલ કેટેગરી માટે જાહેર કરાય છે. જયારે બીજી અઢી વર્ષની ટર્મ એસ.સી. કેટેગરીના મહિલા ઉમેદવાર માટે અનામત જાહેર કરવામાં આવી છે.

ભાવનગર મહાનગરપાલિકામાં મેયર પદ માટે પ્રથમ અઢી વર્ષ મહિલ નગર સેવિકા સત્તારૂઢ થશે જયારે બીજી અઢી વર્ષની ટર્મ જનરલ કેટેગરીના કોર્પોરેટર માટે જાહેર કરાય છે.

જયારે જામનગર મહાનગરપાલિકામાં પ્રથમ અઢી વર્ષની ટર્મ મહિલા નગર સેવિકા માટે અનામત જાહેર કરાય છે. જયારે બીજી અઢી વર્ષ માટે જનરલ કેટેગરીના કોર્પોરેટર મેયર પદે આરૂઢ થશે. જયારે જુનાગઢ મહાનગરપાલિકામાં મેયર પદ માટે પ્રથમ અઢી વર્ષની ટર્મ જનરલ કેટેગરીના કોર્પોરેટર અને બીજી અઢી વર્ષની ટર્મ ઓબીસી મહિલા માટે અનામત જાહેર કરાય છે. જયારે ગાંધીનગર મહાનગરપાલિકામાં મેયર પદની પ્રથમ અઢી વર્ષની ટર્મ ઓબીસી કેટેગરી માટે અનામત જાહેર કરાય છે. અને બીજી અઢી વર્ષની ટર્મ મહિલા માટે અનામત જાહેર કરાય છે.

રાજયની આઠ મહાપાલિકા માટે મેયરપદ માટે રોસ્ટર નોટિફિકશેન જાહેર કરાયા બાદ હવે આગામી ચુંટણીમાં ટિકીટ ફાળવણીમાં પણ આ સમીકરણોને ઘ્ફાનમાં રાખવામાં આવશે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.