મોરબી લીલાપર તીર્થક પેપરમીલની બાજુમા રહેતા મુળ રહે.પોચી ગામ મધ્યપ્રદેશના વતની નાનકાભાઇ કેકડીયાભાઇ માવી ઉવ.20 એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આરોપી સુરેશભાઇ વેસ્તાભાઇ બારીયા ઉવ.32 રહે.લીયારા ગામ તા.પડધરી જી.રજકોટ મુળ-બળીફાટા તા-ભાભરા જી.અલીરાજપુર મધ્ય પ્રદેશ, મનાભાઇ લબરીયાભાઇ વસુનીયા ઉવ.36 રહે.લીલાપર ગામ ખાણ વિસ્તાર ગાયત્રી ભડીયા પાસે ઝુપડામાં મુળ-મયાવટ ગામ તા-ભાભરા જી.અલીરાજપુર મધ્યપ્રદેશ તથા સુરેશભાઇની પત્ની મેરીબાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપી સામે હત્યાની કલમ સહિત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હત્યાની ટુક વિગતો મુજબ ફરિયાદી નાનકાભાઈના પિતા કેકડીયાભાઈના ગુમ થયા બાદ ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. 15 ઓક્ટોબર, 2024ના રોજ મૃતક કેકડીયાભાઈ ધુપસિંહ માવી બાઈક રજી.નં. જીજે-03-ઈપી-9332 લઈને બહાર નીકળેલા બાદ તેમબ પુત્ર દ્વારા કેકડીયાભાઈના ગુમ થવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી, જેના આધારે તપાસ દરમિયાન તેમની હત્યા થયાનો ભેદ ખુલ્યો હતો. જેમાં આરોપી સુરેશભાઈ વેસ્તાભાઈ બારીયા, મનાભાઈ લબરીયા અને સુરેશભાઈની પત્ની મેરીબાઈએ કેકડીયાભાઈની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જેમાં કેકડીયાભાઈએ આરોપી સુરેશભાઈની પત્ની મેરીબાઈને અવાર નવાર હેરાન કરતા અને બિભત્સ માંગણીઓ કરતા હોય જેથી સુરેશભાઈ, તેની પત્ની મેરીબાઈ અને તેના કુટુંબી સાળા મનાભાઈએ કેકડીયાભાઈની હત્યા કરવા કાવતરું રચ્યું હતું. તેમણે કેકડીયાભાઈને વારંવાર ફોન કરાવીને 15 ઓક્ટોબરે રાત્રે વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે વાડીએ બોલાવ્યા હતા, જ્યાં મોડી રાત્રે કેકડીયાભાઈનું ગળું દબાવીને તેમની હત્યા કરવામાં આવી હતી. સમગ્ર હત્યાના બનાવની તપાસ દરમિયાન 15/10ના રોજ જ્યારે મૃતક કેકડીયાભાઈ ગુમ થયા તે તારીખના તેમના મોબાઇલમાં આવેલ કોલની ડિટેઇલના આધારે છેલ્લે તેમના મોબાઇલ ઉપર વારંવાર કોલ કરનારના નંબરની માહિતી મેળવી તેના આધારે સમગ્ર હત્યાના બનાવનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. જે બાદ આરોપી સુરેશભાઈ વેસ્તાભાઈ બારીયા, મનાભાઈ લબરીયા અને સુરેશભાઈની પત્ની મેરીબાઈની અટક કર્યા બાદ તેમની આગવી ઢબે પૂછતાછમાં હત્યા કર્યાની કબુલાત આપી આરોપીઓએ જણાવ્યું કે મૃતક કેકડીયાભાઇ ધુપસીંગ માવીએ પોતાની પત્ની પાસે બીભત્સ માંગણી કરેલ હોય જેથી સુરેશે પોતાની પત્ની મેહરી દ્વારા કેકડીયાભાઇને ફોન કરી અરણીટીંબા ગામની સીમમાં બોલાવેલ અને કેકડીયાભાઇ આવી જતા સુરેશભાઇ તથા તેના કુટુંબી સાળા મના ઉર્ફે મુનાભાઇ તથા પોતાની પત્ની મેહરી ઉર્ફે મેરી એમ ત્રણેયે મળીને ગળેટુંપો આપીને કેકડીયાભાઇને મારી નાખેલ અને તે પછી કેકડીયાભાઇના મોટર સાયકલના બન્ને ટાયર તથા નંબર પ્લેટ કાઢી મોટર સાયકલ નજીકના કુવામાં નાખી દીધેલ તે પછી મારૂતી સુઝુકી એસએક્સફોર કાર રજી.નં. જીજે-06-એફસી-3735 માં કેકડીયાભાઇની લાશ રાખીને અરણીંટીંબા ગામેથી નીકળીને ધોળકા ગામ પાસે આવતી નદીમાં લાશ તથા મોટર સાયકલના બન્ને ટાયર તથા નંબર પ્લેટ તથા મરણ જનારનો મોબાઇલ ફોન નાખી દીધેલનું જણાવેલ તે બાદ ધોળકા પો.સ્ટે. વીસ્તારમાંથી મરણજનારની લાશ મળી આવતા ધોળકા પો.સ્ટે. ખાતે અ.મોત જાહેર થયેલ છે અને બાદ આ કામે મરણજનારના દીકરા નાનકાભાઇ કેકડીયાભાઇ માવીની ફરીયાદ આધારે હત્યાનો બનાવ વાંકાનેર તાલુકા વિસ્તારમાં બન્યો હોવાથી વાંકાનેર તાલુકા પોલીસ માથાક ખાતે ત્રણેય હત્યારા આરોપીઓ સને હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે.