રાધેશ્યામ ગૌશાળ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન તા.૧૫ થી ૨૨ સુધી રામેશ્ર્વર પાર્ક, નાણાવટી ચોકથી અંદર, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં પૂ.કાલીચરણબાપુ દ્વારા કથા વકતત્વ આપવામાં આવી રહ્યું છે. ત્યારે આજરોજ સાંજે ૫ કલાકે કૃષ્ણ જન્મોત્સવ રામદેવજી મહારાજના પાઠ, બટુક ભોજન તથા સંતવાણી કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં વિષ્ણુપ્રસાદ દવે, અમુભાઈ ધોકીયા, બાબુભાઈ પ્રજાપતિ દ્વારા સંતવાણી કરવામાં આવશે. ઉપરાંત તા.૨૦ના રોજ ગીરીરાજ ઉત્સવ, તા.૨૧ના રોજ ‚ક્ષ્મણી વિવાહ તથા તા.૨૨ના રોજ સુદામા ચરિત્ર યોજવામાં આવશે. કાર્યક્રમને સફળ બનાવવા ગાદીપતિ પ્રભુદાસ ગોંડલીયા, કોટવાર-કનુભાઈ, ભગવાનજીભાઈ કોરીયા, દિનેશભાઈ, મોહનભાઈ પ્રજાપતિ, રતીલાલ ચાંડેગરા, જેન્તીભાઈ માલવીયાએ જહેમત ઉઠાવી છે. તેમજ કથાનો લાભ લેવા ટ્રસ્ટના રાધેશ્યામ બાપુએ લોકોને અનુરોધ કર્યો છે.
રાધેશ્યામ ગૌશાળા આયોજીત ભાગવત કથામાં આજે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે..
Previous Articleપ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ શહિદોને અપાશે અનોખી શ્રદ્ધાંજલિ
Next Article ૫૦૦ ટ્રાન્સપોર્ટરોને ઇ-વે બીલની અપાઇ તાલીમ