• 300 કર્મચારીઓનો સ્ટાફ જંગલમાં કાર્યરત રહેશે
  • 150 થી 200 કર્મચારીઓ એન્ટી પ્લાસ્ટિક સ્કવોડ તરીકે કાર્યરત રહેશે
  • 36 કિમીના રૂટનું રીપેરીંગ કરાયું
  • રેસ્ક્યુ અને ટ્રેકર ટીમ 24 કલાક કાર્યરત રહેશે
  • પરિક્રમા માર્ગ સિવાય અંદર તરફ ન જવા અપીલ

Junagadh: ગિરનારની લીલી પરિક્રમા આગામી સમયમાં શરુ થવા જી રહી છે. જેને લઈને બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે. વરસાદ પડવાથી લગભગ જંગલના રસ્તાઓ ખરાબ થઈ ચૂક્યા હતા જેને રીપેરીંગ કરવાનું કામકાજ વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. 300 કર્મચારીઓનો સ્ટાફ જંગલમાં કાર્યરત રાખવામાં આવ્યો છે. જેમાં 150 થી 200 કર્મચારીઓ એન્ટી પ્લાસ્ટિક સ્કવોડ તરીકે કાર્યરત રહેશે. તેમજ વન વિભાગ દ્વારા 11 ટીમ બનાવવામાં આવી છે. અત્યાર સુધીમાં 54 જેટલા અન્નક્ષેત્રોને વન વિભાગ દ્વારા પરમિશન આપવામાં આવી છે. માનવ અને વન્ય જીવ ઘર્ષણ ઓછું કરવા માટે રેસ્ક્યુ અને ટ્રેકર ટીમ એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. તેમજ પાણી અને રહેવાને લઇ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.

સાસણની સ્પેશિયલ રેસ્ક્યું ટીમ રખાશે સ્ટેન્ડબાય:

જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમામાં જુદા જુદા ગામના લોકો, જુદી જુદી કોમના અને પ્રાંતના લોકો ભેગા થયા હોય, જેના પરથી અનેક રીત-રિવાજ, ભાષા, પોશાક વગેરે જાણી શકાય છે. સૌ મળીને સાથે રહેતા શીખે છે, જે પ્રવાસનો આનંદ હોય છે. ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ચાલે છે, જેમાં એકાદશીના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરી, દામોદરજીના દર્શન કરી, ભવનાથ મહાદેવ, દૂધેશ્વર મહાદેવના દર્શન કરી, ગિરનાર તળેટીમાં રાત્રિ પસાર કરે છે. અગિયારસની રાત્રીએ લીલી પરિક્રમાનો વિધિવત આરંભ થાય છે. બારસના દિવસે ભવનાથ તળેટીના દુધેશ્વરની જગ્યા, રૂપાયતન ગેટ પાસેથી પરિક્રમાનો પ્રારંભ થાય છે. ભાવિકો ઉત્તર દિશામાં પહાડો વટાવતાં અંદાજે સાડા ત્રણ માઈલ દૂર હસનાપુર કે જીણાબાવાની મઢીએ રાત્રિ રોકાણ કરે છે.

જે પછી કારતક સુદ તેરસના દિવસે આગળ વધીને માળવેલા કે જ્યાં સૂરજકુંડની જગ્યા છે, તેવા ગિરનારના ઉત્તર કિનારે પડાવ નાખીને ભાવિકો રાત્રિ વિશ્રામ કરે છે. ચૌદશના દિવસે માળવેલાથી ઉપડી ગિરનારની પૂર્વમાં થઈ દક્ષિણ બાજુ બોરદેવીમાં પડાવ નાખવાનો હોય છે. અહીં બોરડી નીચે માતાજી બિરાજમાન છે, જ્યાં બારેમાસ પાણી રહે છે. આ જગ્યા કુદરતી સૌંદર્યથી ભરપૂર હોવાને કારણે, ભાવિકો અહીં પ્રકૃતિનો મન ભરીને આનંદ માણે છે. પૂનમના દિવસે સવારે બોરદેવીથી નીકળીને ભાવિકો ભવનાથ તળેટીમાં પરત ફરે છે.

36 km ની ગિરનારની આ લીલુડી પરિક્રમા કરવા માટે ગુજરાતમાંથી જ નહીં પરંતુ ગુજરાત બહારથી પણ લોકો આવતા હોય છે આ પાંચ દિવસના સમયગાળામાં 20 લાખ જેટલા લોકો ગિરનારની ફરતે પરિક્રમા કરે છે અને પુણ્યનું ભાથું બાંધે છે ત્યારે આ પરિક્રમામાં વન વિભાગ દ્વારા સુચારુ સંચાલન કરવા માટે અલગ અલગ પ્રકારે આયોજન કરવામાં આવ્યા છે

જેમાં આ વર્ષે બે ઘણો વરસાદ પડવાથી લગભગ જંગલના તમામ રસ્તાઓ ખરાબ થઈ ચૂક્યા હતા જેને રીપેરીંગ કરવાનું કામકાજ પણ વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. 300 કર્મચારીઓનો સ્ટાફ જંગલમાં કાર્યરત રાખવામાં આવ્યો છે. તેમાં 150 થી 200 કર્મચારીઓ એન્ટી પ્લાસ્ટિક સ્કવોડ તરીકે કાર્યરત રહેશે. જેમાં વન વિભાગ દ્વારા 11 ટીમ બનાવવામાં આવી છે આ ટીમ દ્વારા પ્રવેશદ્વાર અને સમગ્ર પરિક્રમા રૂટ પર દરેક જગ્યા પર શ્રદ્ધાળુ અને અન્નક્ષેત્ર સહિતની જગ્યા ઉપર પ્લાસ્ટિક ઉપયોગ કરતા દરેક લોકો પાસેથી દંડનીય કાર્યવાહી કરશે. અત્યાર સુધીમાં 54 જેટલા અન્નક્ષેત્રોને વન વિભાગ દ્વારા પરમિશન આપવામાં આવી છે હજુ પણ આ પરમિશન માટે અરજીઓ આવી રહી છે ત્યારે વન વિભાગ દ્વારા કાગળ ચકાસી અને પરવાનગી આપવામાં આવી રહી છે.

વન વિભાગ દ્વારા પાણીના કુલ 15 પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે જેમાં પાણીને લઈને કોઈ અગવડ ન ઊભી થાય તે માટે પણ ધ્યાન રાખવામાં આવશે. 20 રાઉટી આ રૂટ પર ઊભી કરવામાં આવી છે જેમાં તમામ સ્ટાફ વાયરલેસ અને વોકીટોકી થી સજ્જ રાખવામાં આવશે. માનવ અને વન્ય જીવ ઘર્ષણ ઓછું કરવા માટે રેસ્ક્યુ અને ટ્રેકર ટીમ એલર્ટ મોડ પર રાખવામાં આવી છે જેમાં છ જેટલી ટીમ ફાળવવામાં આવી છે અને વધુમાં એક સાસણથી રેસ્ક્યુ ટીમને પણ જુનાગઢ બોલાવવામાં આવી છે. આ રેસ્ક્યુ એક્સપર્ટ ટીમ સાથે વેટર્નરી ડોક્ટર પણ હાજર રહેશે.

જંગલ વિસ્તારમાં ઉભી કરવામાં આવેલી 15 રાઉટીમાં દરેક જગ્યાએ વન્ય જીવને રેસ્ક્યુ કરી અને રાખવા માટેના પાંજરા મૂકવામાં આવ્યા છે જો કોઈ પણ વન્યજીવ પરિક્રમા રૂટ પર આવી જાય તો તુરંત જ તેને રેસ્ક્યુ કરી અને આ પાંજરામાં પૂરી શકાય અને કોઈ લાંબા રૂટ પર જવું ન પડે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે. જેટલા પણ પરિક્રમાથીઓ આવશે તે તમામ પરિક્રમાથી પાસેથી પ્લાસ્ટિકની બેગ લઈ અને વન વિભાગ દ્વારા ઇકોફ્રેન્ડલી બેગ આપવામાં આવશે. આ સાથે જેને પણ જરૂર હોય તેમને ઈંટવાગેટ થી લાકડીનો ટેકો કે વાંસની લાકડી પણ આપવામાં આવશે.

2020 ની ગણતરી મુજબ 56 સિંહ અને 50થી વધુ દીપડા આ જંગલમાં વસવાટ કરે છે તેથી કોઈપણ પરિક્રમામાં આવનાર લોકોએ જંગલ વિસ્તારમાં નિયત રૂટથી બહાર ન જવું અને કોઈ પણ જંગલના નિયમોને તોડવા નહીં અન્યથા તેના વિરુદ્ધ વન વિભાગ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવશે. રાત્રી રોકાણ માટે ઝીણા બાવાની મઢી , માળવેલાની જગ્યા બોરદેવી અને ભવનાથમાં જ રાત્રી રોકાણ કરવું. આ સાથે જો કોઈ પણ વ્યક્તિ પ્લાસ્ટિક સાથે પણ પકડાશે તો 25,000 સુધીના દંડ વસૂલ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.