હાલમાં રમાય રહેલા અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં પૃથ્વી શોની સુકાની હેઠળ ટીમ ઇન્ડીયાએ આજે બી ગ્રુપની અંતિમ મેચમાં ઝિમ્બાબ્વેને 10 વિકેટે પરાજય આપી ટૂર્નામેન્ટમાં સતત 3 મેચ જીતી હેટ્રિક લગાવી છે.
ઝિમ્બાબ્વેની ટીમે પ્રથમ બેટિંગ કરતાં 48 ઓવરમાં 154 રનમાં ઓલ આઉઠ થઇ ગઇ હતી. લક્ષ્યનો પીછો કરી રહેલી ભારતીય ટીમે 21.4 ઓવરમાં 155 રન બનાવી વિજય પ્રાપ્ત કર્યો. ભારતીય ટીમ તરફથી સૌથી વધારે શુભમ ગિલે 90 રન બનાવ્યા જ્યારે હાર્વિક દેસાઇએ 56 રનનું યોગદાન આપ્યું.
ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડીયા પહેલાથી જ ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધુ છે. આ અગાઉ ટીમ ઇન્ડીયાએ બી ગ્રુપની મેચમાં ઓસ્ટ્રેલિયાને 100 રને હાર આપી હતી, જ્યારે બીજી મેચમાં પપુઆ ન્યૂ ગિનીને 10 વિકેટથી પરાજય આપ્યો હતો.
આજની મેચમાં ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. ઝિમ્બાબ્વેની ટીમ 154 રન પર ઓલ આઉટ થઇ ગઇ હતી. ઝિમ્બાબ્વે તરફથી સૌથી વધુ શુમ્બાએ 36 રન કર્યા હતા. ભારત તરફથી અનુકૂલ રોયે સૌથી વધારે 4 વિકેટ ઝડપી જ્યારે અભિષેક શર્મા અને અર્શદીપે 2-2 વિકેટ ઝડપી હતી.