ગાંધીધામમાં રાત્રીથી સવાર સુધીમાં અલગ અલગ વિસ્તારોમાં કુલ ત્રણ આગના બનાવો બન્યા હતા. જેમાં પ્રથમ બનાવ કિડાણા સોસાયટીમાં ગેસના ટેમ્પામાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો તો, બીજો બનાવ બુધવારના મોડી રાત્રે ઓશિયામોલની પાછળ ખાલી પ્લોટમાં બાવળિયામાં બન્યો હતો આ સાથે જ ત્રીજો બનાવ ગુરૂવારના સવારમાં ડીપીટી ઓફિસની પાછળ કચરામાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. ઘટના બનતાની સાથે જ નગરપાલિકા ફાયર વિભાગને જાણ થતા ફાયર વિભાગના દીપક ધોરીયા, પ્રકાશ ઠક્કર અને સ્મિત પરમાર તરત જ ઘટના સ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. સદ્નસીબે આ ત્રણેય બનાવમાં સદનસીબે કોઈ જા હાની ન થઈ હોવાનું હાલ સામે આવ્યું છે.
ભારતી માખીજાણી