Ahmedabad: ગાંધીનગર CID ક્રાઈમની ટીમે અમદાવાદના રિલીફ રોડ વિસ્તારમાં આવેલી એક દુકાનમાં દરોડો પાડીને ગેરકાયદેસર નાણાંની હેરાફેરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે.

આ અંગે અનુસાર માહિતી મુજબ, ગાંધીનગર CID ક્રાઈમને બાતમી મળી હતી કે, રિલીફ રોડ પર આવેલ રિલીફ આર્કેડની દુકાનમાં વિવિધ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે નાણાંની હેરાફેરી કરવામાં આવી રહી છે.

આ રેઇડ દરમ્યાન ઉપરોક્ત વ્યક્તિઓની દુકાનમાં અલગ અલગ જગ્યાએથી અલગ અલગ બેન્કોના ક્રેડીટ/ડેબિટ કાર્ડ્સ કુલ નંગ-236, અલગ અલગ બેન્કની ચેકબુક નંગ-7, અલગ અલગ બેન્કોના  PoS મશીન કુલ નંગ-10  તેમજ 1- લેપટોપ, 1-ટેબલેટ 2 QR કોડ, 2 સ્વાઇપ મશીન સહિત મોબાઇલ નંગ-47  વગેરે કિંમત રૂ 17,60,000/- નો મુદ્દામાલ તપાસના કામે કબજે કરવામાં આવ્યો છે. આ અંગે અમદાવાદ ઝોન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. આ સિવાય કબજે કરાયેલા ક્રેડિટ અને ડેબિટ કાર્ડ તથા POS મશીનની માહિતી સંબંધિત બેન્કોમાંથી મેળવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.