• અમદાવાદના ગાંધી આશ્રમનો રોડ આવતીકાલથી થશે બંધ, જાણીલો કયા રૂટથી કરી શકાશે અવરજવર

અમદાવાદના ગાંધી આશ્રમ રોડથી અવરજવર કરતાં લોકો માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. હાલ સાબરમતી આશ્રમનું નવીનીકરણ ચાલી રહ્યું છે, જે વર્ષ 2026માં પૂર્ણ થાય તેવો અંદાજ છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને ગાંધી આશ્રમ રોડ આવતી કાલથી એટલે કે(9 નવેમ્બર) કાયમી માટે બંધ કરવામાં આવશે, તેને લઈને જાણકારી આપી. આ સાથે અન્ય ઓપ્શનલ માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે.અમદાવાદ

આ રૂટ રહેશે બંધ

શહેરના મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમને રીસ્ટોર અને રી-ડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે, ત્યારે આ પ્રોજેક્ટના આયોજનના ભાગરૂપે હાલ સુભાષબ્રિજ સર્કલથી વાડજ સ્મશાન તરફ જતા મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ રોડ પૈકી બત્રીસી ભવનથી કાર્ગો મોટર્સ ત્રણ રસ્તા સુધીનો અંદાજિત 800 મીટરના માર્ગમાં કાયમી ધોરણે વાહન વ્યવહારની અવરજવર આવતી કાલથી એટલે કે (9 નવેમ્બર) બંધ કરવામાં આવશે.

આ રહેશે વૈકલ્પિક માર્ગઅમદાવાદરોડ

મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમની આસપાસ રહેતા સ્થાનિકો અને આશ્રમની મુલાકાતે, પરિવહન કરનારા લોકો સુભાષબ્રિજથી આશ્રમ તરફ અવરજવર કરી શકશે. જેમાં વૈકલ્પિક માર્ગમાં સુભાષબ્રિજથી વાડજ તરફ જવા-આવવા માટે સુભાષબ્રિજ સર્કલથી પ્રબોધ રાવલ સર્કલ થઈ સીધા રાણીપ બસ સ્ટેન્ડથી ડાબી બાજુ વળીને નવા બનેલા માર્ગ થઈને કાર્ગો મોટર્સ થઈને સાબરમતી રીવરફ્રન્ટ માર્ગ (પશ્ચિમ) અને વાડજ તરફ અવરજવર કરી શકાશે.

પોલીસે જાહેરનામું બહાર પાડી આપી જાણકારી

જાહેરનામું

શહેરના ગાંધી આશ્રમ પાસેનો રોડ બંધ કરાતાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને લોકોને હાલાકી ન પડે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડીને જે માર્ગ બંધ કરવાનો છે અને વૈકલ્પિક માર્ગ ક્યો રહેશે તેની સંપૂર્ણ જાણકારી આપી છે. આ જાહેરનામાંના આદેશનું ઉલ્લઘંન કરનારા લોકો સામે ભારતીય ન્યાય સંહીતા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.