• 92થી વધુ ગણતરીદારો નોડલ અધિકારીના માર્ગદર્શનમાં પશુઓની ગણતરી હાથ ધરશે
  • જિલ્લામાં શહેર સહિત છ તાલુકાઓના તમામ ગામોમાં થશે પશુઓની ગણતરી
  • ગત વર્ષે જિલ્લામાં 3.50 લાખ ઘરોનું સર્વેક્ષણ કરાયું
  • દેશના ચાર રાજ્યોમાં ગત જુલાઈ માસમાં પાયલોટ સર્વેનું કરાયું હતું આયોજન

જામનગર: કેન્દ્ર સરકારના પશુપાલન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે કરવામાં આવતી પશુધન વસ્તી ગણતરી અંતર્ગત આ વર્ષે પણ પશુઓની ગણતરી કરી તેનો ડેટા સંગ્રહ કરવામાં આવનાર છે. પશુધન વસ્તી ગણતરી માટે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર ભારત દેશના ચાર રાજ્યોમાં ગત જુલાઈ માસમાં પાયલોટ સર્વેનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં એકમાત્ર જામનગર જિલ્લાની પસંદગી થઈ હતી.જામનગર જિલ્લામાં શહેર સહિત છ તાલુકાઓના તમામ ગામોમાં 92 થી વધુ ગણતરીદારો જિલ્લા નોડલ અધિકારીના માર્ગદર્શનમાં ઘરે ઘરે જઈ ઓલાદવાર પશુઓની ગણતરી હાથ ધરશે.અને પશુઓની નોંધણી કરી રીપોર્ટ કરશે.

આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, કેન્દ્ર સરકારના પશુપાલન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે કરવામાં આવતી પશુધન વસ્તી ગણતરી અંતર્ગત આ વર્ષે પણ પશુઓની ગણતરી કરી તેનો ડેટા સંગ્રહ કરવામાં આવનાર છે. પશુધન વસ્તી ગણતરી માટે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર ભારત દેશના ચાર રાજ્યોમાં ગત જુલાઈ માસમાં પાયલોટ સર્વેનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં એકમાત્ર જામનગર જિલ્લાની પસંદગી થઈ હતી.

જામનગર જિલ્લામાં શહેર સહિત છ તાલુકાઓના તમામ ગામોમાં 92 થી વધુ ગણતરીદારો જિલ્લા નોડલ અધિકારીના માર્ગદર્શનમાં ઘરે ઘરે જઈ ઓલાદવાર પશુઓની ગણતરી હાથ ધરશે અને પશુઓની નોંધણી કરી રીપોર્ટ કરશે. આ પશુધન વસ્તી ગણતરીને લઈને જિલ્લાના તમામ પશુપાલકો દ્વારા પૂરી માહિતી અપાય અને જરૂરી સહકાર પૂરો પડાય તેવો અનુરોધ છે. જેમાં ગણતરીમાં ગાય, ભેંસ, ઘેટા, બકરા, રખડતા શ્વાન, ઘોડા સસલા ઊંટ, ગણતરીઓ થતી હોય છે પરંતુ ઉલ્લેખનીય એ છે કે વધુ પ્રમાણમાં રખડતા  પશુઓ છે તે વધારે માત્રામાં હોય છે.

પશુ વસ્તી ગણતરી અંતર્ગત શહેર અને ગ્રામ્ય કક્ષાએ પાંચ વર્ષ પહેલા થયેલ ગણતરીમાં ગ્રામ્યમાં 1.51 લાખથી વધુ અને શહેરમાં 1.98 લાખ મળી જિલ્લામાં 3.50 લાખ ઘરોનું સર્વેક્ષણ કરાયું હતું. અગાઉ થયેલ 20મી પશુ ગણતરીમાં જિલ્લામાં સૌથી વધુ 2.14 લાખથી વધુ ઘેટાં,1.62 લાખથી વધુ ભેંસ, 1.43 લાખથી વધુ મરઘા,1.39 લાખથી વધુ ગાય, 1.30 લાખથી વધુ બકરાં, 25,856 રખડતી ગાય,24,158 રખડતા શ્વાન, 1115 ઊંટ, 681 ઘોડા, 239 સસલા, 57 ગધેડા અને ૫૩ ડુક્કર સહિત 8.42 લાખ પશુઓની નોંધણી થઇ હતી.

સાગર સંઘાણી

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.