- સિક્કિમના બે મહિલાઓનું આગમાં ગુણામણના કારણે મોત
- જીમ સંચાલક શાહનવાઝ અને સ્પા સંચાલક દિલશાદ વિરુદ્ધ માનવ વધનો ગુનો દાખલ કરાયો
- દિલશાદ અને શાહનવાઝની અટકાયત કરાઈ વસીમને વોન્ટેડ જાહેર કરાયો
સુરત સીટી લાઈટ વિસ્તારમાં જીમ અને સ્પામાં આગ લાગવા મામલે પોલીસે તપાસ સઘન બનાવી છે. બપોર બાદ પોલીસ જીમ અને સ્પા સંચાલકોને લઈ ઘટના સ્થળ પર પહોંચી હતી. જીમ અને સ્પાના સંચાલકો દિલશાદ અને શાહનવાઝને લઇને પોલીસ ઘટના સ્થળ શિવપૂજા કોમ્પ્લેક્ષમાં આવેલા ફોર્ચ્યુન મોલ પર પહોંચી હતી ..ગઇકાલે રાતેજ પોલીસે બન્ને આરોપીઓને કસ્ટડીમાં લીધા હતા. જો કે હજુ પણ બન્ને સામે અકસ્માતે મોતનો ગુનો જ દાખલ છે. FSL રિપોર્ટ બાદ પોલીસ અન્ય ગુનો દાખલ કરે અથવા તો કલમોનો ઉમેરો કરી શકે છે
ત્યારે સમગ્ર મામલે સુરત પોલીસની ઝોન 4 ડીસીપી વિજયસિંહ ગુર્જર દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું જેમાં તેઓએ જણાવ્યું હતું કે દિવાળીના કારણે જીમમાં રજા હતી. પરંતુ ત્યાં સલૂન ચાલુ હતું. જ્યાં પાંચ લોકો હાજર હતા. આગ લાગવાની સાથે ત્યાં કેરટેકરે બુમાબુમ કરી હતી. જ્યાં ઉપરની બાજુમાં મૃતક બે મહિલાઓ હતી. તેઓ ત્યાંથી નીકળી શક્યા હતા નહિ. જેથી તેમનું આગના ગુણામણના કારણે મોત થયું હતું.
સમગ્ર મામલે SMC ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. SMC ફાર વિભાગ દ્વારા આજરોજ સ્થળ વિઝીટ કરવામાં આવ્યું હતું. જ્યાં ફાયરના સાધનો ન હતા. જેમાં ફાયર NOC ન હતી તેમજ ફાયર એક્ઝીટ ગેટ પણ ન હતું. તે ઉપરાંત ફાયરના સાધનોને લઈને એક વર્ષ પેહલા અને 8 મહિનામાં નોટિસ આપવામાં આવી હતી.
આ સાથે આ બનાવમાં વસીમ, જીમ સંચાલક શાહનવાઝ અને સ્પા સંચાલક દિલશાદ વિરુદ્ધ માનવ વધ નો ગુનો દાખલ કરાયો છે. તેમજ દિલશાદ અને શાહનવાઝ ની અટકાયત કરાઈ વસીમને વોન્ટેડ જાહેર કરાયો છે. જેમાં બીનુંને કામ કરતા બીજો દિવસ થયો હતો જ્યારે મનીષા છેલ્લા કેટલાક મહિના થી કામ કરતી હતી. ત્યારે હાલ આ મામલે વધુ નામો ખુલી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. તક્ષશિલા અને રાજકોટ માં જે રીતે ઘટના માં તંત્રના લોકો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ હતી. આ મામલે પણ તંત્ર ના લોકો આરોપીઓ બને તેવી ભીંતી લાગી રહી છે.