Gujarat : નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ છે. તેમજ મોટાભાગના પાલિકાઓની તિજોરી ખાલી થઈ છે. રાજ્યમાં નગરપાલિકાઓની એવી દશા છે કે, વીજ બિલ ભરવાનું પણ અઘરું પડ્યું છે. તેમજ 57 નગરપાલિકાએ રૂ. 311 કરોડ વીજ બિલ ભર્યું નથી. જો સમયસર વીજ બિલ નહીં ભરાય તો, કેટલાંય શહેરોમાં સ્ટ્રીટલાઇટ બંધ થઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે..

ત્યારે છેલ્લાં ઘણા વખતથી નગરપાલિકાઓની આર્થિક પરિસ્થિતી કથળી છે. કેમકે, વેરાની આવક ઘટી છે. તેમજ પાણી સહિત વિવિધ વેરો વસૂલવામાં તંત્ર કડકાઈ દાખવતું નથી, તેનું કારણ એ છે કે, ચૂંટાયેલી પાંખના જનપ્રતિનીધિ વેરા માટે કડક ઉઘરાણી કરતાં રોકે છે. આ જોતાં પાલિકા માટે આવકનું કોઈ સ્ત્રોત નથી. આ દરમિયાન મહત્વની વાત એ છે કે, વેરાની રકમ વધારવા માટે પણ સૂચન કરાયું છે.

TAVAR

આ ઉપરાંત ગ્રામ પંચાયતોમાં વીજ બિલ માફ છે, જ્યારે પાલિકાએ વીજ બિલ ભરવું પડે છે. આ દરમિયાન આડેઘડ વહીવટને કારણે ગુજરાતમાં મોટાભાગની નગરપાલિકાઓના લાખો-કરોડો રૂપિયા વીજ બિલ બાકી છે. તેમજ વીજ બિલના નાણાં લાવવા ક્યાંથી છે એ સવાલ ઊભો થયો છે.

વીજ બિલ ભરવા અસક્ષમ નગરપાલિકાઓની એવી દશા થઈ છે કે, આ નગરપાલિકાઓએ જરૂર પડ્યે સરકાર પાસેથી વ્યાજે લોન લેવી પડશે. આ ઉપરાંત વ્યાજે લોન લઈને વીજ બિલ ભરવું પડે તેવી સ્થિતી સર્જાઈ છે. આ દરમિયાન વીજકંપનીનું કહેવું છે કે, જો સમયસર વીજ બિલ ભરવામાં નહીં આવે તો સ્ટ્રીટલાઇટ બંધ થઈ જતાં ગુજરાતના કેટલાંય શહેરોમાં અંધકાર છવાઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.