sperm પુરુષ પ્રજનન પ્રણાલીના ભાગરૂપે શરીરમાં બને છે. તેને બનાવવાની પ્રક્રિયાને spermatogenesis કહેવાય છે. આ પ્રક્રિયા અંડકોષમાં થાય છે અને તેમાં અનેક પગલાંઓ સામેલ છે.
- કેટલાક વિટામિન્સ અને મિનરલ્સ તેને બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે.
1.કોળાના બીજ:
કોળાના બીજ ઝીંક અને અન્ય પોષક તત્વોથી ભરપૂર હોય છે, જે પુરુષ પ્રજનન સ્વાસ્થ્યને સુધારી શકે છે. ઝીંક શુક્રાણુની ગુણવત્તા અને ઉત્પાદન વધારવામાં મદદ કરે છે. આ પ્રજનન કાર્યમાં સુધારો કરે છે.
2.મેથીના દાણા:
મેથીના દાણામાં એવા તત્વો હોય છે જે ટેસ્ટોસ્ટેરોન (પુરુષ હોર્મોન)નું સ્તર વધારવામાં મદદ કરી શકે છે. ટેસ્ટોસ્ટેરોન જાતીય સ્વાસ્થ્ય, શુક્રાણુ ઉત્પાદન અને પુરુષોમાં વીર્યની ગુણવત્તા માટે મહત્વપૂર્ણ છે.
3.સૂર્યમુખીના બીજ:
સૂર્યમુખીના બીજમાં વિટામિન E અને અન્ય એન્ટીઑકિસડન્ટ હોય છે, જે શુક્રાણુના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ છે. તેના સેવનથી વીર્યનું ઉત્પાદન પણ ઝડપી બને છે.
4.તલના બીજ:
તલના બીજમાં ઝીંક, સેલેનિયમ અને અન્ય ખનિજો પણ હોય છે, જે શુક્રાણુઓની સંખ્યા અને ગતિશીલતા વધારી શકે છે.
5.ચિયા સીડ્સઃ
ચિયા સીડ્સમાં ઓમેગા-3 ફેટી એસિડ અને ફાઈબર પણ હોય છે, જે સ્પર્મ પ્રોડક્શન વધારવામાં મદદરૂપ થઈ શકે છે.
અસ્વીકરણ: આ લેખમાં દર્શાવેલ ઉપાયો/લાભ/સલાહ અને નિવેદનો માત્ર સામાન્ય માહિતી માટે છે. અબતક મીડિયા આ લેખ વિશેષતામાં અહીં જે લખ્યું છે તેને સમર્થન આપતા નથી. આ લેખમાં સમાવિષ્ટ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/પંચાંગો/ઉપદેશો/માન્યતાઓ/શાસ્ત્રો/દંતકથાઓમાંથી એકત્રિત કરવામાં આવી છે. વાચકોને વિનંતી છે કે તેઓ લેખને અંતિમ સત્ય કે દાવો ન માને અને તેમની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરે.