- બિહાર વાસીઓ આ તહેવારને ઉજવે છે ભક્તિભાવથી
- માર્ગ પર ઉમટી પડેલી જનમેદનીથી નારગોલ કોસ્ટલ હાઈવે પર ટ્રાફિક જામ જોવા મળ્યો
- પાલિકા દ્વારા ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી
ઉમરગામ તાલુકામાં છઠ પૂજાને લઈ હજારોની સંખ્યામા બિહારવાસીઓ સૂર્યદેવનીં પૂજા કરવા પરિવાર સાથે ઉમટી પડ્યા હતા. પાલિકા વિસ્તારના ક્રુત્રિમ તળાવ પર છઠ પૂજાને લઈ માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું છઠ પૂજાનું મહત્વ બિહારમાં અતિ મહત્વનું હોય છે. અને બિહાર વાસીઓ આ તહેવાર ભક્તિભાવથી ઉજવે છે.ત્યારે ઉમરગામનાં માર્ગ પર ઉમટી પડેલી જનમેદનીથી નારગોલ કોસ્ટલ હાઈવે પર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં છઠ પૂજાને લઈ હજારોની સંખ્યામા બિહારવાસીઓ સૂર્યદેવ નીં પૂજા કરવા પરિવાર સાથે ઉમટી પડ્યા હતા. ઉમરગામ પાલિકા વિસ્તારના ક્રુત્રિમ તળાવ પર છઠ પૂજાને લઈ માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. આ સાથે છઠ પૂજા નું મહત્વ બિહારમાં અતિ મહત્વનું હોય ઉમરગામ તાલુકામાં બિહાર વાસીઓ આ તહેવાર ભક્તિભાવ થી ઉજવે છે તેમજ ઉમરગામ નાં માર્ગ પર ઉમટી પડેલી જનમેદની થી નારગોલ કોસ્ટલ હાઈવે પર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. તો ઉમરગામ પોલીસ અને ઉમરગામ પાલિકા દ્વારા ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી. આ સાથે જ આજે આથમતા સૂર્ય નેં અને કાલે સવારે ઉગતા સૂર્ય નીં પૂજા કરવાનું મહત્વ વધુ છે. પરિવાર માં સુખ શાંતિ માટે મહિલાઓ પાણીમા ઊભા રહી આથમતા અને ઉગતા સૂર્ય નીં પૂજા કરે છે.