મનોવિજ્ઞાન ભવનમાં અભ્યાસ કરતી દુમાદિયા પૂજા અને રાઠોડ નેન્સીએ અધ્યાપક ડો. ધારા આર. દોશીના માર્ગદર્શક હેઠળ ગેમેફોબિયા એટલે કે લગ્નનો ભય વિષય પર સર્વે કર્યો જેમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા

આજકાલ ઘણા વડીલોના મોઢે સાંભળવા મળે છે કે એવા છોકરા છોકરીની સંખ્યા ઓછી થવા માંડી છે જે લગ્ન જીવનમાં યોગ્ય સમયે જોડાય છે અથવા યોગ્ય સમયે લગ્ન કરે છે.વિવિધ પ્રકારના મેટ્રોમોનિયલ માં પણ આ સમસ્યા જોવા મળે છે. લગ્ન ન કરવા અને લગ્ન વિશેનો ભય બન્ને અલગ બાબત છે.

કોઈ યોગ્ય અને ચોક્કસ કારણથી વ્યક્તિ લગ્નથી દૂર રહે એ વાત અલગ છે પણ ખોટા બહાના અને બન્ને તરફી વધુ અપેક્ષાઓ ગેમોફોબિયા તરફ લઈ જાય છે.

  • દુમાદિયા પૂજા અને રાઠોડ નેન્સી મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવન માં અભ્યાસ
  • કરતા વિદ્યાર્થીઓ છે જેમણે અધ્યાપક ડો. ધારા આર. દોશીના માર્ગદર્શક હેઠળ એક સર્વે કર્યો છે.
  • લગ્નથી દૂર ભાગવા માટે ઘણા બધા પરિબળો જવાબદાર હોઈ શકે છે. જેમ કે….
  • 1) ફોન
  • 2 ) જવાબદારીની બીક
  • 3 ) પશ્ચિમના દેશોની દેખાદેખી
  • 4 ) બોલીવુડ
  • 5 ) વધારે પડતી અપેક્ષા
  • 6 ) કેરિયર
  • 7) પોતાનો પ્રેમ ન મળવો
  • 8) કડવા અનુભવો
  • 9) એક વખત છૂટાછેડા થયા પછી લગ્નનો ભય
  • 10) વિશ્વાસપાત્ર વ્યક્તિનો અભાવ

 વિવિધ લોકોના મળેલા મંતવ્યો

  •  1 ) દરેક નવયુવાનને આગળ વધવું છે, નામ કમાવું છે, કારકિર્દી બનાવી છે તો એ બધા લગ્નથી દુર ભાગે છે. પછી બહુ મોટી ઉંમરે લગ્નનો વિચારે છે.
  • 2 ) ફેમિલી જવાબદારી લેવાની ઈચ્છા જ નથી તે લોકોને લગ્ન એક બોજ લાગે છે.
  • 3 ) અત્યારે જે ન્યુક્લિયર ફેમિલી નો કોન્સેપ્ટ ચાલે છે એ પણ મોટો ભાગ ભજવે છે.
  • 4 ) પૈસાથી બધું મળી શકે એ વિચારથી પણ લગ્ન ન કરવાના વિચારો આવે છે.
  • 5 ) લીવ ઇન રિલેશનશિપ – ધીરે ધીરે આ કોન્સેપ્ટ સાથેની જ યુવાપેઢી આવી રહી છે.
  • 6 ) લગ્ન માટે રાજી થવું પણ બાળકોની વાત આવે તે લીધે પણ ભય અનુભવે છે.
  • 7) સગાઓના કડવા અનુભવો અને પોતાના પણ ભૂતકાળના કડવા અનુભવો વ્યક્તિને લગ્નથી દૂર ભગાવે છે

ગેમોફોબિયા વિશે 1242 લોકોનો સર્વે

  • — 90.10% લોકોએ કહ્યું કે આજના યુવાનો લગ્ન ન કરવા ના અથવા મોડા લગ્ન કરવાના વિચારો ધરાવે છે.
  • — 67.80% લોકોએ કહ્યું કે આજના યુવાનો લગ્નની જવાબદારી લેવા માગતા નથી.
  • — 63.60% લોકો એ કહ્યું કે આજના યુવાનો માને છે કે લગ્ન વ્યક્તિને લક્ષ્ય પ્રાપ્તિ માટે અડચણરૂપ બને છે.
  • — 70.20% લોકોએ કહ્યું કે આજના યુવાનો એવું માને છે કે લગ્ન કરવાથી તેને ફ્રીડમમાં અવરોધ આવશે.
  • — 68.20% લોકોએ કહ્યું કે આજના યુવાનો પોતાના કેરિયરમાં એટલા વ્યસ્ત થતા જાય છે કે લગ્ન જેવા સામાજિક રિવાજને નકારે છે. — 74.40% લોકોએ કહ્યું કે યુવાનો અન્ય ના અનુભવને કારણે લગ્ન કરવાનું ટાળે છે.
  • — 75.60% લોકોએ કહ્યું કે મનપસંદ પાત્ર ન મળવાને કારણે પણ યુવાનો લગ્ન કરવાનો ટાળે છે.
  • — 74.40% લોકોએ કહ્યું કે આર્થિક રીતે સમસ્યા ઉદ્ભવતી હોવાથી પણ લગ્ન નથી કરતા.
  • — 73.60% લોકોએ કહ્યું કે લગ્ન પ્રત્યેના પૂર્વગ્રહો વ્યક્તિને લગ્ન ન કરવા તરફ પ્રેરે છે.
  • — 75.60% લોકો માને છે કે માતા-પિતાનું અસફળ લગ્નજીવન પણ યુવાનના લગ્ન પ્રત્યે અને નિર્ણય પર અસર કરે છે.
  • — 70.70% લોકોએ કહ્યું કે યુવાનો અન્ય પર વિશ્વાસ ન રાખી શકવાને કારણે પણ લગ્ન નથી કરતા.
  • — 65.40% લોકો એ કહ્યું કે આજકાલના યુવાનો પશ્ચિમી અનુકરણની ભાવનાથી પણ લગ્ન નથી કરતા.
  • — 76.40% લોકો માને છે કે લગ્નનો ભય એ આજના સમયમાં વધતો જોવા મળે છે.
  • — 84.70% લોકોએ કહ્યું કે વધુ પડતી સ્વતંત્રતાની ઈચ્છાઓ લગ્નના નિર્ણય ને અસર કરે છે.
  • — 81.80% લોકોએ કહ્યું કે ભૂતકાળના ખરાબ અનુભવ લગ્ન ન થવા માટે જવાબદાર છે.
  • — 62% લોકોએ કહ્યું કે પોતાના અસ્તિત્વ સમાપ્ત થઈ જશે એવા ભય ને કારણે પણ લગ્ન કરવાની ના જોવા મળે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.