- આચાર્ય મહારાજ અને સંતો બગીમાં, પાર્ષદો બળદગાડામાં સાથે 200 બુલેટ-બાઈક ઉપર યુવાનો પોથીયાત્રામાં જોડાયા
વડતાલધામ સ્વામિનારાયણ મંદિર તેમજ ટેમ્પલ બોર્ડ વતી મુખ્ય કોઠારી ડો. સંતવલ્લભદાસજી સ્વામી તેમજ તેમના વતી ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઇ રામાણીની સંયુક્ત યાદીમાં જણાવ્યુ હતુ કે, કારતક સુદ – 6 થી કારતક સુદ – 15 ને તા. 7 નવેમ્બર – 2024 ગુરૂવાર થી તા. 15 નર્વેમ્બર – 2024 શુક્રવાર સુધી વિશ્વ વિખ્યાત તીર્થધામ વડતાલને આંગણે શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવની ઝાલર રળિયામણી છે. આ ગૌરવ શિખર સમાન મહોત્સવના મંગલાચરણ સાથે હરિભક્તોના હૈયે હરખની હેલી ચડી છે. આજે મહોત્સવના પ્રથમ દિવસે પ્રભાતના પહોરમા સ્વયં શ્રીજી મહારાજે 200 વર્ષે પહેલા પ્રાણપ્રતિષ્ઠા વખતે યોજેલી યાત્રાના માર્ગે જ ફરી વખત હાથિની અંબાડીએ, ઢોલ-નગારા-ડિ.જે. અને બેન્ડની સુરાવલીસાથે દર્શનીય પોથિયાત્રા નિકળેલ જેમા વડતાલ પિઠાધીપતી પ.પૂ.ધ.ધૂ. 1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ તેમજ મહોત્સવને અનેરો રંગ આપવા સંપ્રદાયના ખૂબ જ વિદ્વાન અને હરિભક્તોને કથા-વાર્તા- કિર્તનના રંગે રંગાવ્યા છે એવા સંપ્રદાયના બે મૂળધન્ય સંતો સદગુરુ નિત્યસ્વરૂપદાસજી સ્વામી, સદગુરૂ જ્ઞાનજીવનદાસજી. સ્વામી (કુંડળ) વક્તાપદે બિરાજમાન થવાના છે ત્યારે તેમની સાથે સંપ્રદાયના વડિલ સંતો ધોડાગાડીમા, પાર્ષદો અને યુવાન સંતો બળદગાડામાં તેમજ 200 નવયુવાનો બુલેટ બાઇક પર જોડાયા ત્યારે પોથીયાત્રાની શોભામાં અભિવૃદ્ધિ થઈ હતી. આ પોથિયાત્રામા 5100 કળશ, 5100 પોથી લઈને દેશ-વિદેશમાંથી આવેલા અસંખ્ય સ્ત્રી ભકિતો એક સરખા કાઠિયાવાડી સાડીના પૌશાકમા જોવા મડયા હતા તેમજ 200 શંખનાદો એ શંખનાદ કરી વાતાવરણ મંત્રમુગ્ધ બન્યુ હતુ સાથે લાખોની સંખ્યામાં ઉપસ્થિત પુરૂષ હરિભક્તો અને બાળકો પણ મા દિવ્ય પોથિયાત્રાના સાક્ષી બન્યા હતા.
ખેડા જીલ્લાના નડિયાદમા વડતાલ સ્વામિનારાયણ મંદિર સંકુલની બાજુમાં જ મહોત્સવ માટે 500 એકર જગ્યામા અલાયદી અને અભૂતપૂર્વ વ્યવસ્થા કરવામા આવી છે. આજે સવારે વટામણ ચોકડીથી મહોત્સવ સ્થળ સુધી 2 કિ.મી. લાંબી પોથિયાત્રા નિકળેલ. ધૂન- કિર્તન ઉપરાંત મધુર ધ્વનીથી વાતાવરણ ધર્મમય બન્યુ હત, યાત્રામા જોડાયેલા હજારો સ્ત્રી, પુરુષ ભક્તાએ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો જયઘોશ કર્યો હતો. યાત્રામા 200 થી વધુ સુશોભિત ગાડીઓ જોડાઈ હતી અને અંતે પોથિયાત્રા સભામંડપમા પહોંચી ત્યારે ઉપસ્થિત સૌ કોઇએ અલૌકિક અનુભૂતિ કરી હતી. પૌથિયાત્રામા આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ, ટેમ્પલ બોર્ડના ચેરમેન દેવપ્રકાશ સ્વામી, મુખ્ય કોઠારી ડો. સંતવલ્લભ સ્વામી, નૌતમ સ્વામી અને ગઢપુર, ધોલેરા, અમદાવાદ, જુનાગઢ, ભૂજ આમ 6 મુખ્ય મંદિરો જે સ્વયં ભગવાને સ્વહસ્તે નિર્માણ કર્યું છે આવા ધામેથી બોર્ડના ચેરમેન સ્વામી, કોઠારી સ્વામી વિગેરે વડિલ સંતોએ સ્વયંસેવકો પર કઠોર પરિશ્રમ બદલ આશિર્વાદ વરસાવ્યા હતા.
મહોત્સવના પ્રારંભે ઠાકોરજી તથા આચાર્ય મહારાજનુ વિવિધ પૂજાપાની સામગ્રીથી પૂજન કરવામાં આવ્યું, મહારાજએ પોતાના વક્તવ્યમાં દિવ્ય આર્યોજન અંગે રાજીપો વ્યકત કરી શુભાશિષ આપ્યા હતા અને બાદમા સદગુરૂ નિત્યસ્વરૂપદાસજી સ્વામી તેમજ સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામીના વક્તાપદે બિરાજમાન થઈ કથા-વાર્તા-કિર્તનનો લાભ આપ્યો હતો સાથે બપોરે 3 વાગ્યાથી મહાપૂજા, શુક્રવારે સવારે 8 વાગ્યે જનમંગલ અનુષ્ઠાન, સાંજે 5:30 વાગ્યે “ધનશ્યામ પ્રાગટ્યોત્સવ યોજાશે જેનો લાભલેવા માટે ગામોગામથી સેંકડો હરિભક્તો પહોંચી રહ્યા છે. સ્થળ પર કથા શ્રવણ, પ્રદર્શન, ભોજન, ઉતારા, પાર્કીંગ વિગેરે વિંયવસ્થા. આ મહોત્સવ અનેરો ઇતિહાસ સર્જનાર બની રહેશે જે અનેકો રેકર્ડ “ગિનીસ વર્લડ બુક ઓફ રેકોર્ડ” મા નોંધાવનાર પણ છે.
7 દિવસ સુધી પારાયણ
સંપ્રદાયના મુળઘન્ય સંતો દ્વારા વિવધ વિષયો પર વ્યાખ્યાન માળા, ભારતીય સંસ્કૃતિની ધરોહર સમા વેદ; વેદાંગ શાસ્ત્રોનુ પવિત્ર બ્રાહ્મણો દ્વારા 7 દિવસ પારાયણ થશે, દરરોજ સવારે 9 થી 12 દૈનીક મહાપૂજા, 14 કલાક અખંડ ધૂન, સવારે 7 થી સાંજના 7 વાગ્યા સુધી મંત્રલેખન, પવિત્ર બ્રાહ્મણોને બ્રહ્મભોજન અને સેવારૂપી બ્રહ્મ ચોર્યાસી થશે, 200 જેટલા પવિત્ર જળ તિર્થોથી દેવોનો ઐતિહાસિક અભિષેક” કરવામા આવશે, સમૂહ મહાપૂજા, રાજોપચાર પૂજન, ધર્મકૂળ પૂજન, સંત દિક્ષા, ગંથ પ્રકાશન, ગૌ પ્રદર્શન, અખંડ ધૂન, મેડિકલ કેમ્પ, પુષ્પદોલોત્સવ, મહિલા મંચ, સમર્પીત ભક્તોનુ સન્માન, ઘનશ્યામ જન્મોત્સવ, મેડીકલ કેમ્પ તેમજ રક્તદાન કેમ્પ વિગેરેનુ આયોજન કરવામા આવ્યુ છે.
સાંસ્કૃતિક પ્રદર્શન
120 દિવસ પૂર્વેની તૈયારી અને 800 સ્વયંસેવકોની સેવાની સાથે બંગાળના 100 કારિગરોની મહેનત બાદઆ આ સાંસ્કૃતિક પ્રદર્શન કુલ 50 વિઘા ઉપરાંત વિશાળ જમીન પર યોજવામા આવ્યુ છે જેમા કુલ 8 વિભાગ છે જેમા 50 હજાર ચો.ફૂટમા. 121 કરતા પણ વધારે અલગ અલગ જાતના 1 લાખથી વધુ વૃક્ષ વેલીઓ, ફૂલછોડની વનરાઇઓનો ઉપયોગ કરવામા આવ્યો છે જેનો મુખ્ય પ્રવેશદ્વાર 100 ફૂટ લાંબો અને 35 ફૂટ ઉંચો : છે, બાદમા 11 પ્રકારના નાના મોટા પ્રવેશદ્વાર રાખવામા આવ્યા છે જેથી એક સાથે કુલ 50000થી વધુ લોકો લાભ લઈ શકશે વિશેષ બાળકો, યુવાનો, વડીલો તેમજ વૃધ્ધો સૌ કોઇ મન હળવુ કરી શકે અને જ્ઞાન સાથે ગમત કરી શકે તેવુ ન ભૂતો ન ભવિષ્યતી” “સાંસ્કૃતિક પ્રદર્શન” નુ આયોજન કરવામા આવ્યુ છે જે તા. 23/10 થી 15/11 બપોરે 12 થી સાંજ 10 વાગ્યા સુધી લોકોને મનોરંજન આપવા સજ્જ રહેશે જે 40 વિધા જમીનમા 8 લાખ સ્કવેર ફૂટમા આયોજીત છે અને કુલ 8 ડોમના આ પ્રદર્શનમા 100 ફૂટ લાંબો અને 35 ફૂટ ઉંચો વિશાળ કલાત્મક પ્રવેશદ્વાર રહેશે જે લાખો લોકોને જીવન જીવવાની કળા, દેશ પ્રત્યેની નિષ્ઠા, ગુરૂઓની પ્રેરણાથી પોતાના ઇશ્વર પ્રત્યે દ્રઢ શ્રધ્ધા કરાવશે તેમજ પ્રાકૃતિક પહાડ, જંગલ, ગુફાઓ અને 30 પ્રકારની ટેકનોલોજી થી સજ્જ સાંસ્કૃતિક પ્રદર્શન” મા લાઇટ એન્ડ સાઉન્ડ શો, ઇલુઝન, સાયન્સ સીટી, 360 સ્ક્રીન પર જીવન ઘડતરનુ રહસ્ય, આર્ટ ગેલેરી, ગ્લોગાર્ડન, નેચરલ ગુફાઓ, ફ્લાવર્સ ટ્રેન, એન્જોય પાર્ક, કલાકૃતી સાથેના 9 માર્ગો, ફાઉનટેન, તળાવ, ઝુલતો પુલ વિગેરે આનંદમય સ્થળો રહેશે જે આધ્યાત્મિક મુલ્યોને ઉજાગર કરતુ ભવ્ય પ્રદર્શન રહેશે.
અભૂતપૂર્વ મહોત્સવની 20 હજાર સ્વંય સેવકો ખડેપગે
દ્વિશતાબ્દી મહોત્સવની જાહેરાત માટે 30 હજાર ઉપરાંત બેનરો લગાવવામાં આવેલ છે. આ મહોત્સવ અંતર્ગત ગુજરાત, મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશમાં 3 આમંત્રણ રથ દ્વારા હરિભક્તોને આમંત્રણ આપવામાં આવેલ છે.
સમગ્ર મહોત્સવમાં 20 હજાર ઉપરાંત સ્વયં સેવકોએ ભાગ લીધેલ છે.
આ મહોત્સવમાં 50 થી વધુ ડોમ બાંધવામાં આવેલ છે તેમજ આ મહોત્સવ અંતર્ગત વડતાલ મંદિરની સાથે સાથે સમગ્ર વડતાલ ગામને પણ રોશનીથી ઝગમગાટ કરી દેવામા આવ્યુ છે જેમા 100 કરતા પણ વધારે મોટા લાઇટોના ટાવર ઉભા કરી 8 હજાર એલ.ઈ.ડી. ફોક્સ લાઈટ, 3 હજાર પાર લાઈટનો ઉપયોગ કરવામાં આવેલ છે અને 5 હજાર ટ્યુબ લાઈટનો ઉપયોગ કરવામાં આવેલ છે. સમગ્ર મહોત્સવ પરિસરમાં હરિભક્તોની સુરક્ષા માટે 900 ઉપરાંત સી.સી.ટીવી કેમેરા પણ લગાવવામાં આવેલ છે, હરિભક્તોને નેટવર્કેની સુવિધા અર્થે 6 જુદી-જુદી કંપનીના ટાવર ઉભા કરવામાં આવશે.
સમગ્ર મહોત્સવમાં 300 ટન ઉપરાંત લોખંડ વપરાયેલ છે. તેમજ 12 હજાર ઘનફુટ લાકડું વાપરવામાં આવેલ છે જે આ દિવ્ય અને ભવ્ય મહોત્સવને ન ભૂતો ન ભવિષ્યતૌ બની રહેશે.
- વડતાલ સ્વામીનારાયણ મંદિરે ઉજવાયો મહા અન્નકુટોત્સ
- અન્નકુટનું ગ્રીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોડસમાં નામ નોંધાયું
શ્રી સ્વામિનારાયણ મંદિરની મુખ્ય ગાદી વડતાલ મધ્યે સ્વયં શ્રીજી મહારાજે આજ થી 200 વર્ષ પહેલા મૂર્તી પ્રતીષ્ઠા કરી હતી ત્યારે શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઇ રહ્યો છે જેના અનુસંધાને નૂતનવર્ષ નિમિત્તે 5001 વાનગીઓનો મહાઅન્નકુટોત્સવ રાખવામાં આવ્યો હતો જે હૈદરાબાર ગુરૂકુળના સંતો દ્વારા તૈયાર થયો હતો જેમા ગુજરાતી, કાઠિયાવાડી, રાજસ્થાની, પંજાબી, બેંગોલી, હૈદરાબાદી, ચાઇનીઝ, મેકસીકન, ઇટાલિયન, કોન્ટીનેનટલ તેમજ દેશ-વિદેશના 51 પ્રકારના ક્યુઝાઇન દેવોને ભાવથી ધરાવવામાં આવ્યો હતો જે 72000 માનવ કલાકોની મહામહેનત બાદ તૈયાર થયો હતો અને અંતે વડતાલ ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવ્યું ત્યારે ચેરમેન પૂ. દેવપ્રકાશસ્વામી, કોઠારી ડો. સંતવલ્લભદાસ સ્વામી, એસજીવીપીના સદગુરૂ માધવપ્રિયદાસજી સ્વામી, ખેડાથી શાસ્ત્રી ભક્તીપ્રકાશ સ્વામી, પૂ. શુકદેવસ્વામી નાર, આ.કો. શ્યામસ્વામી વિગેરે અન્ય સંતોએ વિધાનસભાના મુખ્ય દંડક રમણભાઇ સોલંકી, ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઇ રામાણી, નિતીનભાઇ ઢાંકેચા, પરસોત્તમભાઇ સાવલીયા વિગેરે મહાનુભાવો પર આશીર્વાદ વરસાવ્યા હતા.