• સાગરનગર વિસ્તારમાં 500થી વધુ દબાણો પર બુલડોઝર ફેરવી રસ્તો ક્લિયર કરાશે: બીજા ફેઇઝમાં આઇકોનિક બ્રિજ સહિતના પ્રોજેક્ટનો સમાવેશ થશે

કોર્પોરેશન દ્વારા પ્રદ્યુમન પાર્કની પાસે વિશાળ લાયન સફારી પાર્કનો નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જે કામગીરી આગામી દોઢ વર્ષમાં પૂર્ણ થઇ જાય તેવી સંભાવના જણાઇ રહી છે. વર્ષોથી ફાઇલમાં અટવાયેલા લાલપરી-રાંદરડા લેક બ્યૂટીફીકેશનનો પ્રોજેક્ટ હવે આગળ ધપે તેવા સુખદ સંજોગો પ્રાપ્ત થઇ રહ્યા છે. પ્રથમ તબક્કાની કામગીરી માટે કોર્પોરેશન દ્વારા ટૂંક સમયમાં ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવશે. જો કે, હાલ તળાવમાં બોટીંગની સુવિધા શરૂ કરાશે નહિં. સાગરનગર વિસ્તારમાં ગેરકાયદે ખડકાઇ ગયેલા 500થી વધુ બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવશે. બીજા ફેઇઝમાં આઇકોનિક બ્રિજ સહિતના વિવિધ પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇએ જણાવ્યું હતું કે નવા વર્ષમાં બે પ્રોજેક્ટ પર ઝડપથી કામગીરી શરૂ થાય તે દિશામાં પ્રયત્નો કરવામાં આવશે. રાંદરડા-લાલપરી તળાવ બ્યૂટીફીકેશનની કામગીરી માટે ટૂંક સમયમાં ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કે માત્ર 15થી 17 કરોડ રૂપિયાના કામોનો સમાવેશ કરવામાં આવશે. શહેરના મધ્યમાં વોટર બોડી હોવી તે ખૂબ જ મહત્વનું છે. બ્યૂટીફીકેશન પ્રોજેક્ટ માટે સાગરનગર વિસ્તારમાં 500થી વધુ દબાણોનું ડિમોલીશન કરવામાં આવશે. અગાઉ પ્રદ્યુમન પાર્કના નિર્માણ વખતે સાગરનગરમાં ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે લાભાર્થીઓને આવાસની ફાળવણી કરવામાં આવી હતી. ટૂંક સમયમાં દબાણો અંગે સર્વે શરૂ કરવામાં આવશે ત્યારબાદ ડિમોલીશનની નોટિસ પણ ફટકારવામાં આવશે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે બીજા તબક્કામાં રાંદરડા તળાવ બ્યૂટીફીકેશન પ્રોજેક્ટમાં આઇકોનિક બ્રિજ સહિતના પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રદ્યુમન પાર્ક ઝૂ સૌરાષ્ટ્રભરના સહેલાણીઓ માટે એક વિશેષ ફરવા લાયક સ્થળ બની ગયું છે. લાયન સફારી પાર્કના નિર્માણથી સહેલાણીઓની સંખ્યામાં સતત વધારો થશે. આવામાં રાંદરડા તળાવ બ્યૂટીફીકેશન પ્રોજેક્ટ પણ શરૂ થતા રાજકોટ એક ફરવા લાયક સ્થળ તરીકે રાજ્યભરમાં ઉપસી આવશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.