• 23 સ્કૂલ પૈકી મોટાભાગની સ્કુલોમાં બાળકોનું એડમિશન તો લેવાતું હતું, પણ તેમના ક્લાસ ચાલતા ન હતા કે ન તો લાયબ્રેરી, સાયન્સ અને કોમ્પ્યુટર લેબ હતી

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશનએ ડમી સ્કૂલ તરીકે ચાલતી 21 સ્કૂલોની માન્યતા રદ કરી દીધી છે. આ સ્કૂલોમાં દિલ્હીની 16 સ્કૂલો જ્યારે રાજસ્થાનની 5 સ્કૂલોનો સમાવેશ થાય છે. તમામ સ્કૂલો દેશના જુદા જુદા વિસ્તારોના સરનામે ચાલી રહી હતી. સીબીએસઈએ આ તમામ સ્કૂલોની માન્યતા રદ્દ કરી દીધી છે કારણ કે આ તમામ સ્કૂલો કાગળ પર ચાલી રહી હતી. દિલ્હીની જે સ્કૂલોની માન્યતા રદ કરવામાં આવી, તેમાં દિલ્હીના નરેલા સ્થિત ખેમા દેવી પબ્લિક સ્કૂલ, ધ વિવેકાનંદ સ્કૂલ, ઉપરાંત અલીપુર સ્થિત સંત જ્ઞાનેશ્વર મોડલ સ્કૂલ, સુલતાનપુરી રોડ સ્થિત પીડી મોડલ સેક્ધડરી સ્કૂલ, ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં ખંજવાલ સ્થિત સિદ્ધાર્થ પબ્લિક સ્કૂલ, રાજીવ નગર એક્સટેન્શન સ્થિત રાહુલ પબ્લિક સ્કૂલ, પશ્ચિમ દિલ્હીના આવેલી ચંદ્ર વિહારમાં આવેલી ભારતી વિદ્યા નિકેતન પબ્લિક સ્કૂલ, નાંગલોઈમાં આવેલી યુએસએમ પબ્લિક સેક્ધડરી સ્કૂલ, એસજીએન પબ્લિક સ્કૂલ અને એમડી મેમોરિયલ પબ્લિક સ્કૂલનો સમાવેશ થાય છે. આ સિવાય બપરોલામાં આવેલી આરડી ઇન્ટરનેશનલ સ્કૂલ, ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં મદનપુર ડબાસ સ્થિત હીરાલાલ પબ્લિક સ્કૂલ, મુંગેશપુર સ્થિત બીઆર ઇન્ટરનેશનલ સ્કૂલ, રોહિણી સેક્ટર 21 સ્થિત હંસરાજ મોડલ સ્કૂલ, ધનસા રોડ સ્થિત કેઆરડી ઇન્ટરનેશનલ સ્કૂલ અને મુંડકા ખાતે સ્થિત એમઆર ભારતી સિનિયર સેક્ધડરી સ્કૂલ સામેલ છે.દિલ્હીની 16 સ્કૂલો ઉપરાંત રાજસ્થાનની 5 સ્કૂલોની માન્યતા પણ કેન્સલ કરી દીધી છે. તેમાં સીકર સ્થિત વિદ્યા ભારતી પબ્લિક સ્કૂલ, કોટા સ્થિત શિવ જ્યોતિ કોન્વેન્ટ સિનિયર સેક્ધડરી સ્કૂલ, એલબીએસ પબ્લિક સ્કૂલ અને લોર્ડ બુદ્ધ પબ્લિક સ્કૂલનો સમાવેશ થાય છે. એ જ રીતે સીકર સ્થિત પ્રિન્સ હાયર સેક્ધડરી સ્કૂલનો સમાવેશ થાય છે.મોટાભાગની સ્કૂલો માત્ર કાગળ પર ચાલી રહી હતી. મતલબ કે આ સ્કુલોમાં બાળકોનું એડમિશન તો લેવાતું હતું, પણ તેમના ક્લાસ ચાલતા ન હતા. ન તો સ્કુલોમાં લાયબ્રેરી, સાયન્સ અને કોમ્પ્યુટર લેબ હતી. કેટલીક સ્કૂલો તો એવી છે કે જે માન્યતાની ઘણી શરતો પણ પૂરી કરતી નહતી. આ પછી પણ, તે સીબીએસઈ સંલગ્ન સ્કૂલો તરીકે ચલાવવામાં આવી રહી હતી. હવે તપાસ બાદ આ તમામ સ્કૂલોની માન્યતા રદ કરી દેવામાં આવી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.