• માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો અને વેપારીઓની ભીડ જોવા મળી
  • જણસીની આવક નોંધાઈ
  • ખેડૂતોને વધુ ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી
  • 13 વર્ષના સમયગાળા બાદ ફરીથી માર્કેટિંગ યાર્ડ ખેડૂતો માટે ખુલ્લું મુકવામાં આવ્યું

કેશોદ માર્કેટિંગ યાર્ડ થયેલા ઘણા વર્ષો થયા બંધ હાલતમાં જોવા મળી રહ્યું હતું. ત્યારે આજે લાભ પાંચમના દિવસે ઘણા વર્ષો બાદ માર્કેટિંગ યાર્ડ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો અને વેપારીઓની ભીડ જોવા મળી હતી.અને જણસીની આવક નોંધાઈ હતી ત્યારે ખેડૂતોને વધુ ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી.

લાભ પાંચમના શુભ દિવસે ખેડૂતોએ માર્કેટિંગ યાર્ડમાં પોતાની જણસીનું વેચાણ કર્યું હતું. જૂનાગઢના કેશોદ તાલુકામાં આવેલું માર્કેટિંગ યાર્ડ વર્ષો બાદ ફરીથી ખેડૂતો માટે ખુલ્લો મુકવામાં આવ્યું છે પ્રથમ વખત 1997માં આ માર્કેટિંગ યાર્ડની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ ત્રણ વર્ષના ટૂંકા સમયગાળામાં આ માર્કેટિંગ યાર્ડ ફરીથી બંધ થઈ ગયું હતું 2001માં માર્કેટિંગ યાર્ડ બંધ થયા બાદ 2011માં ફરીથી ખેડૂતો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું અને આ માર્કેટિંગ યાર્ડ ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં ફરીથી બંધ થઈ ગયું હતું. ત્યારે 13 વર્ષના સમયગાળા બાદ ફરીથી આ માર્કેટિંગ યાર્ડ આજે ખેડૂતો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે અને આજે ખેડૂતોને સારો ભાવ મળ્યો છે.

આમ આટલા વર્ષો બાદ માર્કેટિંગ યાર્ડ લોકો સમક્ષ ખુલ્લું મૂકવામાં આવ્યું છે.ખેડૂતો હવે દૂર દૂર સુધી પોતાની જણસી લઈને જવું નહીં પડે અને કેશોદ તાલુકામાં માર્કેટ યાર્ડ શરૂ થવાથી ઘર આંગણે જ સારા એવા ભાવ મળી જવાથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર આપી ગઈ છે હાલના સમયમાં ખેડૂતો પોતાની જણસી લઈ અને કેશોદ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે. સરોળ , બામણાસા અને જરીયાવાળા ગામથી આજે ખેડૂતો અહીં પહોંચ્યા હતા અને પોતાની જણસી વેચી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.