• નવરાત્રિ-દિવાળી તહેવારોમાં રજિસ્ટ્રેશનમાં થયો વધારો
  • છેલ્લા એક મહિનામાં 24,856 વાહનોનું રજિસ્ટ્રેશન
  • એક મહિનામાં 16,824 ટુ-વ્હીલરનું રજિસ્ટ્રેશન
  • 438 ઇલેક્ટ્રિક વાહનોનું રજિસ્ટ્રેશન થયું
  • ગત વર્ષ કરતાં આ વર્ષે ઈલેક્ટ્રોનિક વાહનનું વેચાણ ઘટ્યું 24,856 વાહનોનું રજિસ્ટ્રેશન થયું

Ahmedabad : તહેવારોની સિઝન પૂર્ણ થઈ છે. અને હવે લગ્ન સિઝન શરૂ થવાની છે. ત્યારે તહેવારો દરમિયાન નવુ વસ્તુ, વાહન કે મકાન લેવાનું શુભ માનવામાં આવે છે. તેમજ આ વર્ષ પણ તહેવારો દરમિયાન વાહનોની ધૂમ ખરીદી જોવા મળી હતી. તે જ કારણોસર અમદાવાદ RTOમાં નવરાત્રી અને દિવાળીના તહેવારને પગલે વાહન રજીસ્ટ્રેશનમાં વધારો થયો છે. ત્યારે છેલ્લા એક મહિનામાં 24,856 વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે. તેમજ નોંધનીય છે કે 1 મહિનામાં 16,824 ટુ-વ્હીલરનું રજિસ્ટ્રેશન થયું છે. જ્યારે 438 ઇલેક્ટ્રિક વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે. આ દરમિયાન અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષ કરતાં આ વર્ષે ઈલેક્ટ્રોનિક વાહનનું વેચાણ ઘટ્યું છે.

આંકડાઓનુ માનીએ તો, અમદાવાદ RTOમાં વાહન રજીસ્ટ્રેશનમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમજ અમદાવાદ RTOમાં છેલ્લા 1 મહિનામાં 24,856 વાહનોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. જેમાં છેલ્લા 1 મહિનામાં 16,824 ટુ વહીલરનું રજીસ્ટ્રેશન થયું છે. તો બીજી તરફ ગતવર્ષ કરતા ચાલુ વર્ષે તહેવારમાં ઇલેક્ટ્રોનિક વાહનનું વેચાણ ઘટ્યું છે. ઇલેક્ટ્રિક 438 વાહનનો રજીસ્ટ્રેશન થયું છે.

2023ની વાત થાય તો ગત વર્ષ દશેરાથી દિવાળી સુધીમાં 22,474 વાહનોની ખરીદી થઈ હતી. જેમાં 1,299 ઈલેક્ટ્રીક વાહનો હતા. આ ઉપરાંત જે આંકડો આ વર્ષે ઘટીના 438 સુધી પહોંચી ગયો છે. એટલે કે ઈલેક્ટ્રીક વાહોની ખરીદી ગત વર્ષની સરખામણીમાં 50%થી વધુનો ઘટાડો નોંધાયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.