- વડતાલ મારૂને અમે વડતાલના…
- “અબતક” મુલાકાતમાં સંતો અને આગેવાનોએ મહોત્સવની વિગતો આપી હરિભક્તોને ધર્મ લાભ લેવા કર્યું “આહવાન”
વિશ્વપ્રસિદ્ધ વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિર ખાતે આવતીકાલે તારીખ 7 થી 15 નવેમ્બર નવ દિવસીય લક્ષ્મીનારાયણ દેવ શ્રી શતાબ્દી મહોત્સવમાં 25 લાખથી વધુ હરિભક્તો અને દુનિયાભરના ભાવિકો ધર્મ લાભ લેશે, અબતકની મુલાકાતે આવેલા ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરના મહંત શાસ્ત્રી રાધારમણદાસજી સ્વામી, ઢેબર રોડ ગુરુકુળના સ્વામી શ્રુતિ પ્રકાશદાસ સ્વામી માખાવડ દૂધ મંડળીના પ્રમુખ રમેશભાઈ અને ભાજપ અગ્રણી ચેતનભાઇ રામાણી એ કાર્યક્રમની વિગતો આપતા જણાવેલ કે વડતાલ ધામમાં પૂજવા નારાજગી મહોત્સવ ધર્મ સંસ્કૃતિ સાથે વ્યવસ્થા શિસ્તને ભાવનાત્મ રીતે અનેક કીર્તિ માર્ગ સ્થાપનારૂ બની રહેશે.
ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના વડતાલ ધામ સ્વામીનારાયણ મંદિર ખાતે આવતીકાલ તારીખ 7 થી 15નવેમ્બર સુધી યોજનારા લક્ષ્મીનારાયણ દેવ વડતાલ ધામ દ્વીશતાબ્દી મહોત્સવ નો પ્રારંભ તારીખ 6 નવેમ્બર ગુરુવાર કારતક સુદ છઠ ના દિવસે સવારે આઠ વાગે વલેટવા ચોકડી થી મહોત્સવ પરિસર સુધી પોથીયાત્રા 10/30 વાગે સભા મંડપમાં 200 શંખનાદ અને 11 કલાકે મહામોત્સવનો ઉદ્ઘાટન થશે ત્યારબાદ ઠાકોરજીની પૂજા પોથીજી આચાર્ય અને વક્તાનું પૂજન 1/45 કલાકે થયા બાદ બપોરે 300 વાગે મહાપૂજા નો પ્રારંભ થશે
8નવેમ્બર શુક્રવારે સવારે 8 વાગે જનમંગલ અનુષ્ઠાન પ્રારંભ સાંજે 5/30 વાગે ઘનશ્યામ પ્રાગટ્ય ઉત્સવ
9 નવેમ્બર શનિવાર સવારે સાડા પાંચ કલાકે સર્વ શાખા વેદ પારાયણ પ્રારંભ બપોરે 12 વાગે મહિલા મંડળ સાંજે 5 વાગે સૂકતમ જાપાત્મક અનુષ્ઠાનની પુણાહુતિ10 નવેમ્બર સવારના 8 વાગે શુકમ અનુષ્ઠાન હોમાત્મક પ્રારંભ અલૌકિક અક્ષર ભવન 108 કુંભી શીલા પુજન અને સાંજે 5/30 વાગે પુસ્તક પ્રકાશન ,11 નવેમ્બર સાંજે ચાર વાગે વડતાલ આગમન ઉત્સવ સાંજે 5/30 વાગે જેતપુર શ્રી હરિ ગાદી પટ્ટાભિષેક
12 નવેમ્બર સવારે 7 વાગે સંત દીક્ષા સવારે 9 વાગે સૂકા મેવાનો અનુકૂટ સવારે 11 વાગે એકાદશી ધાપન બપોરે 3 કલાકથી સાત સુધી હાટડી સાંજે 4 વાગે ઢળીયાત્રા બપોરે 12વાગે મંદિર પરિસરમાં શ્રી ધર્મદેવ જન્મોત્સવ અને સાંજે 4 વાગે મહોત્સવ પરિચયમાં શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય ઉત્સવ
તારીખ13 નવેમ્બર છ વાગે પાટોત્સવ અભિષેક ઋતુ સંત નિવાસ ઉદ્ઘાટન અન્નકૂટ દર્શન વડતાલ પુષ્પદોલોત્સવ અને સર્વ શાખા વેદ પારાયણ પૂર્ણાહુતિ 14નવેમ્બરે વડતાલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાંજે 5/30 વાગે 15નવેમ્બર સાંજે છ વાગે ભક્તિ માતાનો જન્મોતવ11/30 ચતુર્માસ પૂનમ ઉદ્ધાપન અને 12 વાગે મહોત્સવની પૂર્ણાહુતિ થશે
દૈનિક કાર્યક્રમમાં દરરોજ પાંચ થી સાડા પાંચ કેસર અભિષેક મંગલ આરતી સવા સાત કલાકે શણગાર આરતી દર્શન 10/30 કલાકે ઠાકોરજીના થાળ 11 વાગ્યે રાજભોગ આરતી 1 વાગે ઠાકોરજી ઓઢણ 2/30 વાગે ઉઠાપણ તથા રજો પ્રચાર દર્શન 5/30 કલાકે સાંજનો થાળ 6વાગ્યે સંધ્યા આરતી દર્શન અને 8/45 કલાકે શયન આરતી દૈનિક, મહાપૂજા સવારે 9 થી 12 બપોરે ત્રણ થી છ અખંડ ધૂન 24 કલાક 108 કુંડી હરિયાદ સવારે 8 થી સાંજે 5 અખંડ મંત્ર લેખન વાંચન શક કીર્તન સવારે સાંજે 7સુધી અખંડ દંડવત પ્રતિક્ષણા સવારે 6થી સાંજે 7 મેડિકલ કે રક્તદાન કેમ્પ સવારે 8 થી સાંજે 8 સુધી થશે.
બે કિલોમીટરની લાંબી પોથી યાત્રામાં 200 વર્ષનો ભક્તિ ઇતિહાસ થશે ઉજાગર
દ્વિ શતાબ્દી મહોત્સવ મ સ્વામિનારાયણ ભગવાને 200વર્ષ પહેલા પોતાના હાથે છ મંદિર બનાવી સંપ્રદાયનો તિરંગો ફરકાવ્યો હતો. બે મુખ્ય ગાદી સ્થાપી વડતાલ અને અમદાવાદમાં શ્રીજી મહારાજે વડતાલ ખાતે લક્ષ્મીનારાયણદેવ અને હરિકૃષ્ણ મહારાજ ની પ્રતિષ્ઠા કરી હતી બે કિલોમીટરની પોથીયાત્રામાં 200 વર્ષનો ઇતિહાસ ઉજાગર થશે
કોર્પોરેટ કંપનીના મેનેજમેન્ટને ટક્કર મારે તેવા વોલન્ટરી મેનેજમેન્ટની સફળતા પાછળ નિસ્વાર્થ સેવા ભાવ નિમિત બને છે: શ્રુતિપ્રકાશદાસ સ્વામી
દ્વિ શતાબ્દી મહોત્સવ જેવા મહોત્સવમાં કોર્પોરેટ કંપનીના મેનેજમેન્ટના ટક્કર મારે તેવા વેલેન્ટરી મેનેજમેન્ટ ને સંતો તરીકે કેવી રીતે મૂલવો છો? અબ તક ના પ્રશ્નમાં સ્વામી શ્રુતિપ્રકાશ દાસએ જણાવેલ જ્યાં પગાર આપી કામ થાય ત્યાં ગણતરી થાય છે, અહીં તો સૌ સેવા અને ઠાકોરજીને રાજી કરવાના ભાવથી અને પોતાની સેવા હરિભક્તો સુધી યોગ્ય રીતે પહોંચે તેની ચીવટથી કાર્ય થાય છે તેમાં કોઈ કસર ન રહેદ્વિ શતાબ્દી મહોત્સવ ની વ્યવસ્થા ની તૈયારી નું એક વર્ષથી ચાલે છે આ સાથે સાથે સંતો સ્વયંસેવકોને મંત્ર જાપ અને યોગ સાધના કરાવીને વધુ સફળ બનાવવા પ્રયત્નશીલ છે કોર્પોરેટ કંપનીના મેનેજમેન્ટ ટક્કર મારે તેવા વોલેન્ટરી મેનેજમેન્ટની સફળતા પાછળ હરિભક્તોની નિસ્વાર્થ સેવા કારણભૂત હોવાનું તેમણે જણાવ્યું હતું
દ્વિશતાબ્દી મહોત્સવમાં દરરોજ રાત્રિના વિભિન્ન સાંસ્કૃતિક કાર્યક્રમની રમઝટ
- 7 નવેમ્બર સહજાનંદ,
- 8 નવેમ્બર સાંસ્કૃતિક કાર્યક્રમ
- 9 નવેમ્બર લાઈવ મ્યુઝીક કોન્સર્ટ
- 10 નવેમ્બર મહિલા મંચ ગાદીવાળા તથા શંખ યોગીની બહેનો નો કાર્યક્રમ
- 11 નવેમ્બર લાઈવ મ્યુઝીક કોન્સર્ટ
- 12 નવેમ્બર સંપ્રદાયના 108 સંગીત જ્ઞ ના સામુહિક કીર્તન સંગીત સંધ્યા
- 13 નવેમ્બર સંસ્કૃત પાઠશાળા વડતાલના ઋષિ કુમારોની નૃત્યનાટીકા
- 14 નવેમ્બર વડતાલ કલાકુંજ હરીનગર મંદિરો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થશે.
દ્વિ શતાબ્દી મહોત્સવ નો ધર્મ લાભ લેવા વડતાલ ધામના સંતોએ વિશ્વભરના હરિભક્તોને આહવાન કર્યું છે વધુ માહિતી માટે 0268 -25 89 228 અથવા મોબાઇલ 99252 0 56 11 ઉપર સંપર્ક કરવા વડતાલ ટેમ્પલ બોર્ડ ના મુખ્ય કોઠારી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામી અને ગુજરાત પ્રદેશ ભાજપના અગ્રણી ચેતનભાઇ રામાણી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
સવા બે લાખ ચોરસ ફૂટ સભા મંડપમાં 25લાખથી વધુ હરિભક્તો લેશે સંસ્કાર લાભ
દ્વિ શતાબ્દી મહોત્સવ મ 210,000 ચોરસ ફુટ માં વેકુંઠનું અવતરણ થશે 200 કરોડથી વધુના ખર્ચે આકાર લેનાર વ્યક્તિ સમા પવિત્ર સ્થળ ઉપર નાસ્તર ભવન નજીકના સભા મંડપમાં 15ફૂટ લાંબી અને 20 ફૂટ પહોળાઈના અક્ષર ભવન મોડલ મૂકવામાં આવ્યું છે 30હજાર સ્ક્વેર ફૂટ નું સ્ટેજ પર સંતો બિરાજમાન થશે 50 હજાર શ્રોતાઓ એક સાથે બેસીને સત્સંગમાં જોડાઈ શકશે 62,-00 ફૂટમાં 108 કુંડી યજ્ઞ ની યજ્ઞશાળા 50 દ્વિ શતાબ્દી મહોત્સવ0 થી વધુ દંપતિઓ બેસી શકશે અને 150 સ્વયં સેવકો સેવા આપશે 17 ડોમની વિશાળ ભોજનશાળામાં એક લાખ હરિભક્તો એક પંગતે જમી શકશે. 2500 થી વધુ ઉતારાનું ટેન્ટ સીટી 200 વીઘા જમીન પર 38,51,000 સ્ક્વેર ફૂટ પર દેશ વિદેશના દર્શનાર્થીઓ માટે ટેન્ટ સીટી નું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં એસી એટેચ બાથરૂમ એક ટેન્ટ માં છ ની વ્યવસ્થા 10,000 થી વધુ સ્વયંસેવકો અને 6,000 મોટર 4000 બાઈક અને 200બસની પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
સ્વામિનારાયણ સંપ્રદાય એ 100 વર્ષ અગાઉ સ્થાપેલી પ્રથા આજે વિશ્ર્વને રિલીઝન ટુરીઝમ તરીકે સમજાય
વડતાલમાંદ્વિ શતાબ્દી મહોત્સવ ની ઉજવણીનું આવતીકાલે ભવ્યતાથી પ્રારંભ થઈ રહ્યો છે અબ તકની મુલાકાતે આવેલા શાસ્ત્રી રાધા રમણદાસજી અને શાસ્ત્રી સ્મૃતિ પ્રકાશ દાસજી એ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાય ધર્મ સાથે સંસ્કૃતિ ને સજીવન રાખવા માટે પ્રયત્નશીલ છે સ્વામિનારાયણ સંપ્રદાયી 100 વર્ષ અગાઉ બતાવેલા ધર્મ સંસ્કાર સંસ્કૃતિના રાહ પર આજે દુનિયા ચાલી રહી છે અને હવે રિવિઝન ટુરીઝમ નો ક્ધસેપ્ટ દુનિયા એ સમજ્યો છે જે સો વર્ષ અગાઉ સ્વામિનારાયણ સંપ્રદાયે શરૂ કર્યું હતું. ભક્તિ સાથે પ્રસાદનો ભાવ આજે લોકોને ગમે છે શા કોત્સવ માં બનતા રીંગણાના શાક માં ભક્તિભાવને પ્રેમ ભળે એટલે એ અલૌકિક થઈ જાય એ રીંગણા નું શાક સામાન્ય ન રહે ભગવાન સ્વામિનારાયણએ સ્વયં રીંગણાનું શાક બનાવ્યું હતું આ સંસ્કૃતિ જાળવવા આજે પણ શાકોત્સવ યોજાય છે તેમાં ભાવ સ્વામિનારાયણ ભગવાન પ્રત્યેના પ્રેમ અને આદરનો હોય એટલે તે અલૌકિક બની જાય
- ધર્મ સંસ્કૃતિ અને સત્યને ઉજાગર કરવાની નિષ્ઠા મોટું ધર્મ કાર્ય છે
- અબતક પરિવારને સ્વામિનારાયણ સંતોએ આશિર્વાદથી વધાવ્યા
વડતાલ ધામદ્વિ શતાબ્દી મહોત્સવ નું આમંત્રણ આપવા આવેલા શાસ્ત્રી રાધા રમણદાસજી સ્વામી અને શ્રુતિપ્રકાશ દાસ સ્વામી અબ તક પરિવારને ધર્મ સંસ્કૃતિ અને સત્યને ઉજાગર કરવાની કામગીરી કરનાર ગણાવીને જણાવ્યું હતું કે સંસ્કૃતિનું સત્યને ઉજાગર કરવા ની નિષ્ઠા પણ મોટું ધર્મ કાર્ય છે સંતોએ અબ તક ના મેનેજિંગ ડિરેક્ટર સતિષ કુમાર મહેતાને આમંત્રણ સાથે આશીર્વાદ પાઠવી અબ તક પરિવારની ધર્મભાવના ને બિરદાવી હતી.