- વિના સહકાર નહીં ઉધ્ધાર
- સહકાર પેનલના 21 ઉમેદવારોએ લીધી ‘અબતક’ મીડિયા હાઉસની મૂલાકાત: વિજય વિશ્ર્વાસ વ્યકત કર્યો
- સહકાર પેનલના ઉમેદવારો
રાજકોટ નાગરીક સહકારી બેંક લી. આગામી 17મી નવેમ્બરના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણી માટે સહકાર પેનલના 21 ઉમેદવારોના નામ જાહેર કરી દેવામા આવ્યા છે. તમામ શુભવિજય મૂહૂર્તે ઉમેદવારી નોંધાવ્યા બાદ આજે અબતક મીડીયા હાઉસની મુલાકાત લીધી હતી. સાથો સાથ એવો પણ વિશ્ર્વાસ વ્યકત કયો હર્તો કે નાગરીક બેંકની ચૂંટણીમાં સહકાર પેનલના તમામ 21 ઉમેદવારો વિજેતા બની ડીરેકટર પદે ચૂંટાઈ આવશે છેલ્લી ઘડી સુધી બેંકની ચૂંટણીમાં ઈલેકશનના બદલે સીલેકશનથી ડીરેકટરો ચૂટાઈ તેવા પ્રયાસો કરવામાં આવશે.
અબતકની મુલાકાત દરમ્યાન સહકાર પેનલના ઉમેદવારો તથા સમર્થકોએ વધુમાં જણાવ્યું હતુ કે, રાજકોટ નાગરિક સહકારી બેન્ક ડિરેકટર ની ચૂંટણીના સહકાર પેનલ ની 21 ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી; રાજ્યસભા ના સાંસદ રામભાઈ મોકરિયા; ધારાસભ્ય દર્શીતાબેન શાહ; ઉદયભાઈ કાનાગડ; પૂર્વ ધારાસભ્ય ટપુભાઈ લીંબાસિયા; શ્રી ગોવિંદભાઇ પટેલ; પ્રવિણભાઇ માકડીયા; રાજકોટ નાગરિક સહકારી બેન્ક ના કાર્યકારી ચેરમેન જિમ્મીભાઈ દક્ષિણી; વિજય કોમર્શીયલ બેંકના ચેરમેનશ્રી નિકુંજભાઈ ધોળકીયા; રાજકોટ નાગરિક સહકારી બેન્ક ના પૂર્વ ચેરમેન જ્યોતીન્દ્રભાઈ મહેતા; નલિનભાઈ વસા; હસુભાઈ દવે; અને નરેન્દ્રભાઇ દવે; એ તમામ ઉમેદવારઓને શુભેચ્છા પાઠવી હતી.
માધવભાઈ દવે , ચંદ્રેશભાઇ ધોળકિયા, દિનેશભાઈ પાઠક, અશોકભાઈ ગાંધી , ભૌમિકભાઈ શાહ, કલ્પેશભાઈ ગજ્જર પંચાસરા, ચિરાગભાઈ રાજકોટિયા ,વિક્રમસિંહ પરમાર, હસમુખભાઈ ચંદારાણા, દેવાંગભાઈ માંકડ , ડો. એન જે મેઘાણી, જીવણભાઈ પટેલ , જ્યોતિબેન ભટ્ટ , કિર્તીદાબેન જાદવ , નવીનભાઈ પટેલ, સુરેન્દ્રભાઈ પટેલ , દીપકભાઈ બકરાણીયા, મંગેશજી જોશી , હસમુખભાઈ હિંડોચા , બ્રિજેશભાઈ મલકાણ , લલીતભાઈ વોરા સહકાર પેનલના ઉમેદવાર છે.
તમામ ઉમેદવારોને ગુજરાત રાજ્યના બાળ સુરક્ષા મંત્રી ભાનુબેન બાબરીયા અને સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા; મેયર નયનાબેન પેઢડિયા; પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરિયા; એ ટેલિફોનિક આશીર્વાદ આપ્યા હતા.
તમામ ઉમેદવારોના ફોર્મ ભરવાથી માંડી ચકાસણી સુધીની જવાબદારી કિરીટભાઇ પાઠક; મયુરભાઈ ભટ્ટ એ જવાબદારી સંભાળી હતી.
ડો માધવભાઈ દવે વ્યવસાયે વકીલ છે. તેઓ ભારતીય જનતા પાર્ટી માં છેલ્લા 30 વર્ષ થી સક્રિય છે. હાલ માં તેઓ ભારતીય જનતા પાર્ટી માં રાજકોટ મહાનગર માં મહા મત્રી ની જવાબદારી સંભાળે છે.અન્ય સેવાકીય પ્રવૃત્તિ જેવી કે સેતુબંધ ફાઉન્ડેશન ના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે જવાબદારી નિભાવે છે. તેઓ રાજકોટ નાગરિક સહકારી બેન્ક લી માં હાલ ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે.
ચંદ્રેશ ધોળકિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ અકાઉન્ટન્ટસ – રાજકોટ ના 2016-17 માં ચેરમેન તરીકે તથા 2013 થી 2015 માં ટ્રેઝરર તથા સેક્રેટરી ની જવાબદારી નિભાવેલ ચૂકેલ છે. તેઓ વિવિધ સરકારી અને કો-ઓપરેટીવ બેંકો ના ઓડિટર તરીકે ની જવાબદારી નિભાવેલ છે. તેઓ રાજકોટ નાગરિક સહકારી બેન્ક લી માં હાલ ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે.
દિનેશભાઇ પાઠક એ અભ્યાસે કોમર્સ ગ્રેજ્યુએટ છે. તેઓએ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ માં રાજકોટ જિલ્લા કાર્યવાહક,કચ્છ વિભાગ કાર્યવાહક, પ્રાંત શારીરિક પ્રમુખ, રાજકોટ મહાનગર કાર્યવાહક વગેરે ની જવાબદારી નિભાવેલ છે. તેઓ રાજકોટ નાગરિક સહકારી બેન્ક લી માં હાલ ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે.
અશોકભાઈ ગાંધી નિવૃત સિવિલ એન્જીનીઅર તરીકે જવાબદારી નિભાવેલ છે, તેઓ -રાજકોટ નાગરિક સહકારી બેન્ક લી માં હાલ ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે.
મંગેશજી જોશી તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના તૃતીય વર્ગ શિક્ષિત પૂર્વ પ્રચારક છે.,સંપૂર્ણ પરિવાર સંધ સમર્પિત છે.ત્રણેય ભાઈઓ પ્રચારક તરીકે નીકળ્યા છે. તેઓ રાજકોટ નાગરિક સહકારી બેન્ક લી માં ંહાલ ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે.
દીપકભાઈ બકરાણીયા ગુર્જર સુથાર જ્ઞાતિ મોરબી ના ટ્રાટી છે. તેઓ ભારતીય જનતા પાર્ટી ના સીએ સેલના કો-ઓર્ડીનેટર રહી ચુક્યા છે. તેઓ રાજકોટ નાગરિક બેંક મોરબી શાખા માં શાખો વિકાસ સમિતિ ના જોઈન્ટ ક્ધવીનર તથા રાજકોટ નાગરિક સહકારી બેન્ક લી માં હાલ ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે.
કીર્તિદાબેન અક્ષયભાઈ જાદવ રાજકોટ નાગરિક સહકારી બેન્ક લી માં હાલ ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે.
ડો.નરસિંહભાઈ મેઘાણી હોમીઓપેથી ક્ધસલ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે. તેઓ દિવ્ય જીવન સંઘ ના પ્રેસિડન્ટ તરીકે ફરજ બજાવી ચુકેલ છે.ભારત વિકાસ પરિસદના વાઇસ પ્રેસિડેન્ટ રહી ચૂકેલ છે. તેઓ હોમીઓપેથી વૈદ તરીકે બજરંગ મિત્ર મંડળ,જીવન વિકાસ પરિસદ માં ઓનરરી સેવા આપે છે.
નવીનભાઈ પટેલ
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં સરકાર નિયુક્ત પૂર્વ સેનેટ સભ્ય,સૌરાષ્ટ્ર યુનિવર્સીટી વિસ્તાર અધ્યાપક મંડળ ના પૂર્વ ઉપ પ્રમુખ,ગુજરાત રાજ્ય અનુસૂચિત જન જાતિ અધ્યાપક મંડળ ના પૂર્વ ઉપ પ્રમુખ રહી ચુક્યા છે.
ભૌમિક શાહ વ્યવસાયે સીએની પ્રેકટીસ કરે છે.
બ્રિજેશ મલકાણ રાજકોટ નાગરિક બેંક કેવડાવાડી શાખામાં 2014 થી શાખા વિકાસ સમિતિ માં ફરજ બજાવે છે.
સુરેન્દ્રકાકા પટેલ તેઓ રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલ છે. તેઓ ઔડાના ભૂતપૂર્વ ચેરમેન રહી ચૂકેલ છે. તેઓ ભારતીય જનતા પાર્ટી માં કૌશા અધ્યક્ષ ની ફરજ નિભાવેલ છે. તેઓ પાવાગઢ મંદિર ના પ્રમુખ ટ્રસ્ટી રહી ચૂકેલ છે.તેઓ વનવાસી કલ્યાણ પરિષદ ના મહામંત્રી રહી ચૂકેલ છે. તેઓ રાષ્ટ્રી સ્વયં સેવક સંધ માં 6 દાયકા થી સ્વયં સેવક છે.
જીવણભાઈ જાગાણી ઓસિટીઝન સૌ-ઓપરેટીવ બેંક માં ડિરેક્ટર તરીકે ફરજ બજાવેલ છે. ગેલેક્સી ગ્રુપ ના ઓનર છે. તેઓ રાજકોટ નાગરિક બેંક લી માં વાઇસ ચેરમેન તરીકે ફરજ બજાવે છે.
વિક્રમસિંહ પરમાર આદિ યોગી નોન સ્ટિક નો વ્યવસાય કરે છે.તેઓ રાજકોટ અપના બજાર ના પૂર્વ ચેરમેન તથા હાલ ડિરેક્ટર છે.હિન્દુ જાગરણ સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યકારણી સદસ્ય છે.
ચિરાગ રાજકોટીયા તેઓ અભ્યાસે એમસીએ છે
હસમુખભાઈ ચંદારાણા તેઓ ટ્રાન્સપોર્ટ નો વ્યવસાય કરે છે. વિશ્વ હિન્દુ પરિષદ – રાજકોટ મહાનગર કાર્યકારી અધ્યક્ષ રહી ચૂકેલ છે.રામ ધામ મંદિર – માલિયાસણ માં ટ્રસ્ટી તરીકે ફરજ બજાવે છે.
શ્રીમતી જ્યોતિબેન ગિરીશભાઈ ભટ્ટ તેણીએ બીએસસીમાં કરેલું છે. શ્રી સેવિકા સહકારી મંડળીના પ્રમુખ રહી ચૂકેલ છે. વિશ્ર્વ હિન્દુ પરિષદ મહિલા વિભાગના પૂર્વ કાર્યવાહિકા રહી ચૂકેલ છે.
- કલ્પેશ પંચાસરા ગજ્જર તેઓ વ્યવસાયે મશીનરી પાર્ટ્સ ના ઉત્પાદક છે.
- ઇલેક્શનના બદલે સિલેક્શનના પ્રયત્નો છેલ્લી ઘડી સુધી જારી રહેશે: જીમ્મીભાઇ દક્ષિણી
- નાના માણસની મોટી બેંકની ચૂંટણીમાં
રાજકોટ નાગરિક સહકારી બેન્કના વર્તમાન કાર્યકારી ચેરમેન જીમ્મીભાઇ દક્ષિણીએ આજે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે નાગરિક બેન્ક નાના માણસની મોટી બેન્ક તરીકે દેશભરમાં ખ્યાતિ પામી છે. આવામાં આગામી 17મી નવેમ્બરે યોજાનારી બેન્કની ચૂંટણીમાં ઇલેક્શનના બદલે સિલેક્શન થાય તેવા પ્રયત્નો છેલ્લી ઘડી સુધી ચાલુ રાખવામાં આવશે. બેન્કની કામગીરી હમેંશા લોકોના હિતને ધ્યાનમાં રાખીને રહી છે. ચૂંટણીમાં બે પેનલો વચ્ચે ટક્કર થાય તે કોઇપણ વ્યક્તિને પસંદ નથી. બંને તરફી સમાધાનના પ્રયાસો કરવામાં આવશે અને મતદાન ન કરવું પડે તેવા પ્રયત્નો સતત ચાલુ રહેશે. નાગરિક બેન્ક માત્ર રાજકોટ કે ગુજરાત નહિં પરંતુ દેશભરમાં સભાસદોના હિત માટે જાણીતી હોય બેન્કનું નામ વધુ ઉજળું બને તેવા પ્રયાસો સતત ચાલુ રખાશે.