- પ્રથમ દિવસે જ મગફળી અને સોયાબીનની સૌથી વધુ આવક નોંધાઈ
- સોયાબીનની 10 હજારથી વધુ કટ્ટા
- સોયાબીનના 850 થી 910 ભાવ બોલાયા
- ખેડૂતોને સોયાબીનના 700 થી 800 જ ભાવ મળતા નારાજ થયા
દિવાળીના મીની વેકેશન બાદ આજે લાભ પાંચમના શુભ દિવસે જુનાગઢની માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવક શરૂ કરવામાં આવી છે પ્રથમ દિવસે જ મગફળી અને સોયાબીનની સૌથી વધુ આવક નોંધાઈ હતી અને હરાજી કરવામાં આવી હતી.. સોયાબીનની 10 હજારથી વધુ કટ્ટા અને મગફળીની 1500 થી વધુ ગુણીની આવક માર્કેટિંગ યાર્ડમાં આજે પ્રથમ દિવસે નોંધાય છે જેમાં સોયાબીનના 850 થી 910 ભાવ બોલાયા હતા તો મગફળી ના પણ સારા ભાવ રહ્યા હતા.. લાભ પાંચમના દિવસે માર્કેટિંગ યાર્ડમાં જણસીની હરાજી શરૂ થતા ખેડૂતોને આશા બંધાઈ હતી પરંતુ ખેડૂતોને સોયાબીનના 700 થી 800 જ ભાવ મળતા નારાજ થયા છે
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, જૂનાગઢની માર્કેટિંગ યાર્ડ ખાતે આજે લાભ પાંચમના શુભ દિવસે જણસીની આવક શરૂ થઈ હતી સારા ભાવની આશાએ આવેલા ખેડૂતો ને જણસીનો ઓછો ભાવ મળતા ખેડૂતો નારાજ થયા હતા.
ત્યારે દિવાળીના મીની વેકેશન બાદ આજે લાભ પાંચમના શુભ દિવસે જુનાગઢની માર્કેટિંગ યાર્ડમાં જણસીની આવક શરૂ કરવામાં આવી છે પ્રથમ દિવસે જ મગફળી અને સોયાબીનની સૌથી વધુ આવક નોંધાઈ હતી અને હરાજી કરવામાં આવી હતી. સોયાબીનની 10 હજારથી વધુ કટ્ટા અને મગફળીની 1500 થી વધુ ગુણીની આવક માર્કેટિંગ યાર્ડમાં આજે પ્રથમ દિવસે નોંધાય છે જેમાં સોયાબીનના 850 થી 910 ભાવ બોલાયા હતા તો મગફળી ના પણ સારા ભાવ રહ્યા હતા.
આ સાથે જ લાભ પાંચમના દિવસે માર્કેટિંગ યાર્ડમાં જણસીની હરાજી શરૂ થતા ખેડૂતોને આશા બંધાઈ હતી પરંતુ ખેડૂતોને સોયાબીનના 700 થી 800 જ ભાવ મળતા નારાજ થયા છે એક બાજુ પાછોદરા વરસાદે ખેડૂતોને પાયમાલ કર્યા હતા તો બીજી તરફ વધેલો માલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દૂર દૂરથી વહેંચવા આવ્યા હતા પરંતુ ખેડૂતોને પોતાના કિંમતી જણસીના ભાવ ઓછા મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે તો બીજી તરફ ખેડૂતો હજુ પણ સારા ભાવની આશા રાખીને બેઠા છે…
આમ જુનાગઢની માર્કેટિંગ યાર્ડમાં લાભ પાંચમના દિવસે જણસીની હરાજી શરૂ થતા ખેડૂતો નારાજ થયા છે તો બીજી તરફ યાડના સતાધીશો ખેડૂતો ખુશખુશાલ હોવાનો દાવો કરી રહ્યા છે.
ચિરાગ રાજ્યગુરુ