રાજ્યમાં એક બાદ એક દુષ્કર્મના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેણે સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું છે. ત્યારે ફરી રાજકોટ શહેરમાં સંબંધોને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે. કળયુગના મામાની હેવાનિયત 7 વર્ષની ભાણેજનો બે વાર દેહ અભડાવ્યો હતો. ત્યારે ભોગ બનનારની માતા સાથે સફાઈ કામદારની નોકરી કરતા ધર્મના ભાઈની કરતૂતથી સર્વત્ર હાહાકાર મચી ગયો હતો . ત્યારે યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી નરાધમની ધરપકડ કરી હતી.
મળતી માહિતી મુજબ, કળયુગમાં તમામ સંબંધો હવે ફક્ત નામના જ રહી ગયાં હોય તેમ એક બાદ એક લાંછનરૂપ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો રાજકોટ શહેરમાં સામે આવ્યો છે. જે વ્યક્તિને માતાએ પોતાનો ધર્મનો ભાઈ બનાવ્યો તે ભાઈ નહિ પણ હેવાન નીકળ્યો. આ શખ્સે જ પોતાની ધર્મની બહેનની 7 વર્ષની પુત્રી એટલે કે ભાણેજ પર 2 વાર દુષ્કર્મ ગુજારી લીધાના બનાવથી હાહાકાર મચી જવા પામ્યો છે.
ત્યારે આ મામલામાં યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી તાત્કાલિક હેવાન મામાની ધરપકડ કરી લીધી છે. આ સમગ્ર ઘટના શહેરના યુનિવર્સીટી રોડ પર આયુર્વેદિક હોસ્પિટલ નજીક રહેતી અને સફાઈ કામદારની નોકરી કરતી મહિલાએ તેની જ સાથે કામ કરતા શખ્સ દિલીપ ચૌહાણને પોતાનો ધર્મનો ભાઈ બનાવ્યો હતો. જેથી આ શખ્સની ફરિયાદીના ઘરે અવર જવર રહેતી હતી. માતાએ ભાઈ બનાવ્યો હોય જેથી ભોગ બનનાર સાત વર્ષની માસુમ બાળકી આ શખ્સને મામા તરીકે સંબોધતી હતી.
પાર્થ ભટ્ટી