Mehsana : મિશ્ર ઋતુના કારણે ગુજરાતમાં રોગચાળો વકર્યો છે. ત્યારે મહેસાણામાં એક તલાટીનું આવી જ રીતે રોગચાળાના ભરડામાં આવ્યા બાદ મોત થયુ છે. તેમજ માહિતી મુજબ તલાટીને ડેન્ગ્યૂ થયા બાદ મોત થયુ છે.
ગુજરાતમાં ચોમાસાએ વિદાય લઇ લીધી છે અને ધીરે ધીરે હવે ઠંડીની શરૂઆત થઇ રહી છે. જો કે બપોરના સમયે હજુ પણ ગરમીનો અહેસાસ થાય છે. ત્યારે આવી મિશ્ર ઋતુના કારણે ગુજરાતમાં રોગચાળો વકર્યો છે. તેમજ મહેસાણામાં એક તલાટીનું આવી જ રીતે રોગચાળાના ભરડામાં આવ્યા બાદ મોત થયુ છે. આ દરમિયાન માહિતી મુજબ તલાટીને ડેન્ગ્યૂ થયા બાદ મોત થયુ છે.
મળતી માહિતી મુજબ, મહેસાણા જિલ્લાના વિજાપુરના ફુદેડાના તલાટીનું ડેન્ગ્યુના કારણે મોત થયુ છે. આ દરમિયાન ડેન્ગ્યુની સારવાર દરમ્યાન તલાટીનું મોત થયું છે. તેમજ 35 વર્ષના તલાટીને 6 દિવસ પહેલા તાવ આવ્યો હતો અને તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ડેન્ગ્યુનું નિદાન થયું હતું. સારવાર દરમિયાન ફેફસામાં પાણી ભરાઈ જતા શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. જ્યારે શ્વાસ લેવામાં તકલીફ થતાં સોમવારે મોડી રાત્રે મૌલિક દરજીનું નિધન થયું હતું.
આ ઉપરાંત મૌલિક દરજીના આકસ્મિક નિધનને લઈ તલાટી મંડળ અને તાલુકામાં શોકની લાગણી પ્રસરી છે. તેમજ નોંધનીય છે કે, હાલ ચાલી રહેલી ડબલ ઋતુ વચ્ચે બીમારીઓ માથું ઉચકી રહી છે. શરદી, ઉધરસ અને તાવના કેસો વધી રહ્યા છે.