ડાંગ જિલ્લાના સર્વાગીણ વિકાસ માટે સાંસદ શ્રી ધવલ પટેલ દ્વારા પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે સામૂહિક ચિતન. ડાંગ જિલ્લાના સર્વાગીણ વિકાસની દિશામાં પદાધિકારીઓ, અને અધિકારીઓ સામૂહિક ચિંતન મનન કરીને પ્રજા પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવી શકે તે દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વલસાડ-ડાંગના યુવા સાંસદ ધવલ પટેલે સાપુતારા ખાતે એક મહત્વની બેઠક યોજી ડાંગ જિલ્લાના લોકોના સર્વાગીણ વિકાસ માટે ડાંગના ધારાસભ્ય-વ-ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલ તેમજ ડાંગ જિલ્લા કલેકટર સહિતના ઉચ્ચ જિલ્લાધિકારીઓએ, સામૂહિક ચિંતન કર્યું હતું.

આ ઉપરાંત ગુજરાતના એકમાત્ર ગીરીમથક સાપુતારા ખાતે દેશ વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે ત્યારે અહિં આવતાં મુલાકાતીઓ અને પ્રવાસીઓને સ્થાનિક આદિવાસીઓનું કલ્ચર માણવા તેમજ પ્રવાસીઓની મુસાફરીને આરામદાયક, યાદગાર અને આનંદપ્રદ બનાવવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે. તેમ સાંસદ શ્રી ધવલ પટેલે વધુમાં જણાવ્યું હતું. સાપુતારા ખાતે પ્રકૃતિનુ સૌંદર્ય માણવા માટે આવનાર પ્રવાસીઓ માટે સ્થાનિક આદિવાસી સમાજના લોકો પ્રવાસીઓનુ હંમેશા સ્વાગત કરતા આવ્યાં છે તેમ ધવલ પટેલે વધુમાં ઉમેર્યું હતું. બેઠકમાં સાંસદ ધવલ પટેલ સહિત નાયબ મુખ્ય દંડક વિજય પટેલ, કલેકટર મહેશ પટેલે, અધિક કલેક્ટર બી.બી.ચૌધરી, જિલ્લા પોલીસ વડા  યશપાલ જગાણીયા, દક્ષિણ નાયબ વન સંરક્ષક રવિ પ્રસાદ સહિત સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  –

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.