લાભ પાંચમના દિવસે કેટલાક વિશેષ ઉપાયો તમને અપાર ધન પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે. તેમજ વ્યવસાયમાં અડચણો આવી રહી હોય કે પૈસા ન આવી રહ્યા હોય, દરેક સમસ્યા માટે આ ઉપાયો કરો.
લાભ પાંચમની તિથિ આજે 6 નવેમ્બરે રાતે 12:16 વાગ્યે શરૂ થઈ ગઈ છે, જે મોડી રાતે 7 નવેમ્બર 2024ના 12:14 વાગ્યા સુધી રહેશે. આ દરમિયાન અનેક શુભ સંયોગો સર્જાશે. આ દરમિયાન હિંદુ ધર્મની માન્યતા અનુસાર, લાભ પાંચમના દિવસથી દિવાળીનો તહેવારનું સમાપન માનવામાં આવે છે. ત્યારે આજના દિવસે કરવામાં આવતા કેટલાક વિશેષ ઉપાય વ્યવસાયમાં અપાર પ્રગતિ લાવી શકે છે. તેમજ જો જીવનમાં સફળતા ઇચ્છતા હોય, નોકરી કરતા હોય કે વેપારી હોય તો આ ઉપાય તમારે લાભ પાંચમના દિવસે અવશ્ય કરવા જોઈએ. આ દરમિયાન જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ ખાસ દિવસે કોઈ ખાસ ઉપાય કરવામાં આવે તો તેના પરિણામો વ્યક્તિના જીવન પર સકારાત્મક અસર કરે છે.
આર્થિક સમૃદ્ધિ માટે
જો તમે વેપારી છો અથવા તમારા કામનો હિસાબ કોઈ પુસ્તક અથવા ડાયરીમાં રાખો છો, તો તમારે આજ માટે એક નવું વહી ખાતું બનાવવું જોઈએ. તેમજ લાભ પાંચમના દિવસે આખો દિવસ શુભ હોય છે, તેથી તમે આ ઉપાય દિવસ દરમિયાન ગમે ત્યારે કરી શકો છો. આ દરમિયાન વહી ખાતામાં ડાબી બાજુએ શુભ અને જમણી બાજુ લાભ લખો અને ત્યારપછી તેને ખોલો અને પહેલા પૃષ્ઠની મધ્યમાં સ્વસ્તિક બનાવીને નવા વહી ખાતાનું ઉદ્ઘાટન કરો. તેમજ એવું માનવામાં આવે છે કે આનાથી આર્થિક સમૃદ્ધિ જળવાય રહે છે.
સૌભાગ્ય વધારવા માટે
હિંદુ કેલેન્ડર મુજબ, લાભ પાંચમના દિવસે અબુજ મુહૂર્ત હોય છે, જેનો અર્થ છે કે આ દિવસે તમે મુહૂર્ત જોયા વગર કોઈપણ શુભ કાર્ય કરી શકો છો. તેમજ એવું માનવામાં આવે છે કે લાભ પાંચમ પર ચાંદી અથવા પિત્તળનો કાચબો ઘરે લાવવાથી ધન અને સૌભાગ્યમાં વધારો થાય છે.
વ્યવસાયમાં આવતા અવરોધો દૂર કરવા
લાભ પાંચમને સૌભાગ્ય પંચમી પણ કહેવામાં આવે છે. તેમજ જો તમે તમારા વ્યવસાયમાં અવરોધોનો સામનો કરી રહ્યા છો, તો આજે તમે દેવી લક્ષ્મીને ખીર ધરાવો અને પછી તેને 7 કન્યાઓને આપો. તેમજ ધાર્મિક માન્યતાઓ અનુસાર આનાથી વેપારમાં આવતા અવરોધો દૂર થાય છે. અને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
અપાર સંપત્તિ મેળવવા માટે
જો તમે ઈચ્છો છો કે ધન વધતું જ રહે, તો લાભ પાંચમના દિવસે પૂજા દરમિયાન ઉપયોગમાં લેવાતા ફૂલોમાંથી મંદિરમાંથી દેવી લક્ષ્મીને ચઢાવેલું એક ફૂલ હાથ જોડીને ઉઠાવી લો અને ત્યારપછી તેને તમારા ધન મૂકવાની જગ્યાએ મૂકી દો. આ સિવાય પૂજા દરમિયાન લાલ કપડા પર હળદર રાખો, જેને પૂજા થઈ ગયા પછી ગાંઠ બાંધીને તિજોરીમાં રાખો. આ સાથે પૈસાનો પ્રવાહ ક્યારેય ઘટશે નહીં. અને તમારા ઘરમાં પૈસા આવતા જ રહેશે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.