• ઓક્શનમાં 1165 ભારતીય ખેલાડીઓ અને 409 વિદેશી ખેલાડીઓ સહિત કુલ 1574 ખેલાડીઓની હરાજી ભારતના 965 અનકેપ્ડ પ્લેયર્સ અને 48 કેપ્ડ પ્લેયર્સ સહિત કુલ 1013 ખેલાડીઓની હરાજી કરવામાં આવશે

આઈપીએલ 2025ના મેગા ઓક્શનની જાહેરાત કરી દેવામાં આવી છે. ગત વર્ષે સંયુક્ત આરબ અમીરાતના દુબઈમાં મિની ઓક્શનમાં આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ આ વખતે સાઉદી અરેબિયાના જેદ્દામાં મેગા ઓક્શન યોજવાની જાહેરાત કરી છે. દર વર્ષની જેમ આ વખતે પણ બે દિવસ મેગા ઓક્શન યોજાશે. બીસીસીઆઈની જાહેરાત મુજબ 24 અને 25મી નવેમ્બરના રોજ ઓક્શન યોજાશે. આઈપીએલ-2025 માટે ભારત સહિત 17 દેશોના કુલ 1574 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાંથી 204 ખેલાડીઓની જ કિસ્મત ચમકશે. તા.24 અને 25 નવેમ્બરના રોજ જેદ્દામાં મેગા ઓક્શન યોજાશે. ખેલાડીઓ દ્વારા રજીસ્ટ્રેશન કરાવવાની તારીખ ચોથી નવેમ્બર હતી, ત્યારબાદ બીસીસીઆઈએ પાંચમી નવેમ્બર એટલે કે આજે આ જાહેરાત કરી છે. ઓક્શનમાં 1165 ભારતીય ખેલાડીઓ અને 409 વિદેશી ખેલાડીઓ સહિત કુલ 1574 ખેલાડીઓ ભાગ લેશે. આ વખતે 1574 ખેલાડીઓએ ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાંથી 320 ‘કેપ્ડ પ્લેયર્સ’ છે. ‘કેપ્ડ પ્લેયર્સ’ કોને કહેવાય, તે અંગે વાત કરીએ તો જે ખેલાડીએ ઈન્ટરનેશનલ ક્રિકેટ રમેલી હોય છે, તેને કેપ્ડ ખેલાડી કહેવામાં આવે છે. આવી જ રીતે જે ખેલાડીઓએ ઈન્ટરનેશનલ મેચોમાં ડેબ્યૂ કર્યું નથી, તેમને ‘અનકેપ્ડ પ્લેયર્સ’ કહેવામાં આવે છે. આ વખતના ઓક્શનમાં 1224 અનકૈપ્ડ ખેલાડીઓ ભાગ લેશે. આ ઉપરાંત યુએઈ, અમેરિકા, સ્કોટલેન્ડ, નેધરલેન્ડ, કેનેડા અને ઈટાલીમાંથી એસોસિએટ ટીમના 30 ખેલાડીઓ પણ ભાગ લેશે. ભારતના 965 અનકેપ્ડ પ્લેયર્સ અને 48 કેપ્ડ પ્લેયર્સ સહિત કુલ 1013 ખેલાડીઓની હરાજી કરવામાં આવશે. આમાંથી 152 અનકેપ્ડ ખેલાડીઓ અગાઉ આઈપીએલ રમી ચુક્યા છે. આ ઉપરાંત 275 ઈન્ટરનેશનલ કેપ્ડ પ્લેયર્સ અને અગાઉ આઈપીએલ રમી ચુકેલા ત્રણ ઈન્ટરનેશનલ અનકેપ્ડ પ્લેયર્સ સહિત કુલ 104 ખેલાડીની પણ હરાજી થશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.