આજે તા. 5 /11/2024 ના રોજ 2: 30 વાગ્યે સ્ટેટ મોનીટરીંગ સેલ ટીમના પી.એસ.આઇ જે એમ પઠાણનું અવસાન થયું છે. તેઓ દસાડાથી પાટડી રોડ ઉપર કઠાડા ગામ પાસે હતા. ત્યારે મળતી માહિતી મુજબ ત્યાંથી એક ક્રેટા કાર દારૂ ભરેલી પસાર થનાર છે. એટલે તેને રોકવા માટે તેઓ કઠાડા ગામથી આગળ વળાંક ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમના માણસો સાથે રસ્તો બ્લોક કરીને ઉભા હતા.

તે સમયે પાટડી તરફથી ક્રેટા કાર ટેલરની બાજુમાંથી પસાર થતા તેને રોકવા જતા ટેલર અને ક્રેટા રોકાયેલ નહિ. આ વખતે ટેલરના પાછળના ભાગે SMC ટીમની ફોર્ચ્યુનર ગાડી આવતી હતી તેની લાઈટ જોઈ એસએમસીના પી.એસ.આઇ બચવા જતા ટેલરના પાછળના ભાગે અથડાયા હતા અને સાથેની ટીમનો પોલીસ હેડ કોન્સ્ટેબલ રોડની ડાબી બાજુ ફંટાઈ ગયેલ.

દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો

આમ ક્રેટા ગાડીને રોકવા જતા વચ્ચે ટેલર આવી જતા creta ટ્રેલર ની જમણી બાજુમાંથી નીકળી ગયેલ અને ટ્રેલર અને ફોર્ચુનરના લાઈટના અજવાળામાં પીએસઆઇ પઠાણ ટેલરની પાછળના ભાગે અથડાઈ ગયેલ અને માથાના ભાગે ગંભીર ઇજા થતાં પ્રાથમિક સારવાર માટે દસાડા પીએસસી સેન્ટર ઉપર લઇ જવામાં આવ્યા હતા. ત્યારબાદ વિરમગામ સરકારી દવાખાને લઈ આવતા ત્યાં તેમનું દુઃખદ અવસાન થયેલ છે. દારૂ ભરેલી ગાડી અંગે દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બહાદુર અધિકારીને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શ્રદ્ધાંજલિ પાઠવી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.