ભારતમાં હ્યુડાઇ કાર મધ્યમ વર્ગના લોકો માટે આઇડિયલ બ્રાન્ડ રહી છે લોકોને તેના મોડેલથી લઇને હરેક ફીર્ચસ પસંદ આવી રહ્યાં છે. હ્યુડાઇ ડેટ્રોએટમાં ચાલી રહેલી નોર્થ અમેરિકન ઇન્ટરનેશનલ શોમાં વેલોસ્ટોર લોન્ચ કરવામાં આવી છે. વેલોસ્ટોરની નવી ડીઝાઇનમાં સીઓલ, સાઉથ કોરિયા અને હ્યુડાઇ યુએસના ડીઝાનરોએ મહેનત કરી છે. નવી વેલોસ્ટોરમાં એક્સટીરિયર અને ઇન્ટીરિયરમાં નવી ડીઝાઇન કરવામાં આવી છે. નવા વર્ષમાં આ કાર બીજા ક્ષેત્રમાં લોકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. વેલોસ્ટોરની ડીઝાઇન ખૂબ જ અલગ તેમજ ખાસ છે. જેમાં સાઇડ રીયરડોર પણ આપવામાં આવ્યાં છે ફ્રન્ટની જો વાત કરવામાં આવે તો આ કાર એલઇડી ડે ટાઇમર રર્નિગ લાઇટ્સ તેમજ એલઇડી હેડલાઇટ્સ ધરાવે છે. કારના આઉટલૂકથી લઇને ઇન્ટીરિયર પર ઢાસૂ લૂક આપે છે.
કારના દરેક ટ્રિમ લેવલ માટે યુનિક કલર તેમજ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. માટે આ કારમાં બેસવાનો અનુભવ લગ્ઝૂરિયસ બનાવાનો છે. જો કારની રુફ લાઇન ખૂબ જ યુનિક રહેશે. જેનાથી તમને કુપનો અહેસાસ થશે. ફેડ લાઇન પર કૂપની જેમજ છે. કારના રિયર ભાગની ડિઝાઇન ખૂબ જ અગ્રેસિવ છે. નવી વેલોસ્ટોરમાં બે લીટર ઇન લાઇન અને ચાર લીટર પેટ્રોલ એન્જિનની ક્ષમતા છે. જે ૧૪૪ બીએચપીનો મહત્તમ પાવર અને પિકઅપ જનરેટ કરે છે. આ કાર સામાન્ય વર્ગ માટે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બનશે અને આ વર્ષે લોકો માટે લોન્ચ કરવામાં આવશે.