કેશોદના શેરગઢ ગામે ખેડૂતનો ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો. ત્યારે 10 વિધાનો મગફળીનો પાક નિષ્ફળ જતાં આપઘાત કર્યું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. તેમજ તે 10 દિવસથી ગુમસુમ આધેડ રહેતાં હતાં.

મળતી માહિતી મુજબ, કેશોદના શેરગઢ ગામે ખેડૂતનો ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. તેમજ શેરગઢના કૃષ્ણનગર વાડી વિસ્તારમાં તેમના રહેણાંક મકાન નજીકની ઘટના સામે આવી છે. ત્યારે ખેડૂત દાનાભાઈ બાબરિયા ઉ. વ. 48 એ ગળાફાંસો ખાતા ખાનગી વાહનમાં હોસ્પિટલે ખસેડાતાં ડોકટરે મૃત જાહેર કર્યો હતો. પોલીસે મૃતકના ભાઈનું નિવેદન નોંધી ખેડૂત 4 દીકરીઓના પિતા હોય 2 દિકરીઓ પરણાવવા લાયક હોય માથે દેવું હોય કમોસમી વરસાદના કારણે 10 વિધાનો મગફળીનો પાક નિષ્ફળ જતાં 10 દિવસથી ગુમસુમ આધેડ રહેતાં હતાં. આ દરમિયાન વાડીએ કોઈ હાજર ન હોય ત્યારે એકલતાનો લાભ લઈ આધેડે રહેણાંક મકાનની બાજુમાં આવેલ લીમડા ઝાડ નીચે દોરી બાંધી ગળાફાંસો ખાતાં મોત નિપજયું હતું. આધેડના ગળાફાંસો ખાવાની ઘટનાથી 4 દિકરીઓ સહિત પરિવારમાં નોંધારો બનતાં પરિવારમાં અરેરાટી વ્યાપી હતી.

જય વિરાણી

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.