Surat: નિકી ફાઉન્ડેશનના કિન્નરો દ્વારા વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો સાથે દિવાળીની ઉજવણી કરાઈ હતી. ત્યારે આજરોજ સુરતના નિકી ફાઉન્ડેશનના નિકી પટેલે લોકોને અપીલ કરીને મા-બાપને સાચવવાનુ સંદેશો આપ્યો હતો. વૃદ્ધાશ્રમમાં ફ્રૂટ તેમજ નાસ્તાની ચીજ વસ્તુઓ તેમના હસ્તેથી વૃદ્ધોને પીરસવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, સેવાભાવી લોકો આમ તો વિવિધ જગ્યાએ જઈને દિવાળીની ઉજવણી કરતા હોય છે. જેમાં આજરોજ સુરતના નિકી ફાઉન્ડેશનના કિન્નરો દ્વારા હજીરામાં ભાઠા રોડ પર આવેલ નિર્મલાબા પ્રાણભગત પ્રેરિત વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો સાથે દિવાળીની ઉજવણી કરાઈ હતી. જેમાં નિકી ફાઉન્ડેશનના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેની સાથે જ વૃદ્ધાશ્રમમાં ફ્રૂટ તેમજ નાસ્તાની ચીજ વસ્તુઓ તેમના હસ્તેથી વૃદ્ધોને પીરસવામાં આવી હતી.
ત્યારે વધુમાં નિકી ફાઉન્ડેશનના નિકી પટેલ દ્વારા લોકોને અપીલ કરીને મા-બાપને સાચવવાનુ સંદેશો આપ્યો હતો. તેની સાથે જ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોની મુલાકાત કરીને તેમનો અનુભવ પણ સાંભળ્યું હતું. આમ અનોખી રીતે નીકી ફાઉન્ડેશન દ્વારા દિવાળીની ઉજવણી કરી હતી.
નિકીતા પટેલએ જણાવ્યું હતું કે, તમામ લોકો પોતાના ઘરમાં પરિવાર સાથે દિવાળી ઉજવતા હોય છે. વૃદ્ધાશ્રમમાં પરેશાન લોકો હોય છે. તેમજ તેમની સાથે પણ દિવાળી મનાવવી જોઈએ. અમારો તો કોઈ પરિવાર નથી એટલે અમે અહી આમની સાથે જ દિવાળીની ઉજવણી કરી છે. લોકોને એટલી ન અપીલ છે કે, જેણે તમને આટલા મોટા કર્યા છે અને જ્યારે તમારી જરૂર છે. ત્યારે તમે તેને છોડી દો છો એવું ન કરવું જોઈએ. એમને તમારી જરૂર છે.
ભાવેશ ઉપાધ્યાય