Gir Garhda : આકોલાલી ગામમાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો હતો. ત્યારે પોલીસે સઘન તપાસ કરી ગણતરીના કલાકોમા હત્યારાને ઝડપી પાડયો હતો. આ લૂંટના ઇરાદે આરોપીએ નિર્દોષ મહિલાની નિર્મમ રીતે હ-ત્યા કરી હતી. આ દરમિયાન પોલીસે સઘન તપાસ કરી ગણતરી ના કલાકો મા જ હત્યારા ને ઝડપી લીધો.
મળતી માહિતી મુજબ, દીપાવલી પર્વ લોકોને શુભકામના પાઠવવા માટે નો મનાય છે. પણ આ દિવાળી પર્વે ગીર સોમનાથના ગીર ગઢડા નજીકના આકોલાલી ગામ આખામા માતમનો માહોલ છવાયો હતો. ત્યારે લૂંટના ઇરાદે આરોપીઓએ એક નિર્દોષ મહિલાને નિર્મમ રીતે મોતને ઘાટ ઉતારતા સમગ્ર ઊના પંથકમાં હત્યારાઓ પર ફિટકારની લાગણી વરસી રહી છે. પોલીસે સઘન તપાસ કરી ગણતરીના કલાકોમા જ હત્યારા ને ઝડપી લીધો. ત્યારે ગીર ગઢડા નજીકના આકોલાલી ગામે ખેડૂત જેઠાભાઈ અને એમનો પુત્ર જયદીપ વાડી પર ખેતી કામ કરવા ગયા હતા. ત્યારે બપોરના સમયે જેઠાભાઈના પત્ની લાભુબેન ભાત દેવા માટે વાડીએ જતા હતા, બપોરના 12:30 નો સમય એ નિત્યક્રમ હતો. પરંતુ એક વાગ્યો છતાં લાભુબેન ટિફિન લઈને વાડીએ ન આવતા યુવાન પુત્ર જયદીપ પોતાના ગામમાં આવ્યો ત્યારે ઘરે તાળું મારેલું હતું. ફરી પાછો જયદીપ વાડીએ પહોંચ્યો અને પિતાને વાત કરી એટલે જેઠાભાઈએ તેમના દીકરા જયદીપ ને કહ્યું કે આડો અને ટૂંકો રસ્તો છે એ રસ્તા પર જા કદાચ એ તને ત્યાં મળશે.
જયદીપ ટૂંકા રસ્તા પર પોતાની માતાને શોધવા માટે ગયો. ત્યારે માતા લાભુબેનનો મૃતદેહ તેને જોવા મળ્યો હતો. ગળામાં કાનમાં ગંભીર ઇજાઓ અને લોહી લોહાણ હાલતમાં માતા લાભુબેનને જોઈ અને જયદીપ દોડતો પિતા પાસે પહોંચ્યો અને પિતાએ સમગ્ર કુટુંબીઓને આ ઘટનાની જાણ કરી તુરંત જ ગીર ગઢડા પોલીસને જાણ કરાય પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે કપાયેલી હાલતનું ગળું અને કપાયેલા કાન નાકની સ્થિતિ કોઈએ લૂંટ કરી તેમની હત્યા કરી હોય તેવું પ્રાથમિક પોલીસને જણાવ્યું હતું. જેથી પોલીસે એ દિશામાં તપાસ શરૂ કરી છે.
પોલીસે સમગ્ર મામલાને ગંભીરતાથી લઈ જુદી જુદી ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો. આકોલાલી ગામનો જ યુવક હરેશ વાજા ની ગેરહાજરી ગામમાં જોવા મળેલી. ત્યારે પોલીસે દ્વારા તપાસ કરતા હરેશ સુરત તરફ નાસી ગયાનું જાણવા મળ્યું હતું. પોલીસે એક ટીમને સુરત મોકલી અને સુરતથી હરેશ વાજાની ધરપકડ કરી આગવી પૂછપરછ કરતા હરેશની સાથે તેમનો મિત્ર મિલન પણ આ ઘટનામાં સામેલ હોવાનું બહાર આવ્યું હતું. પૂછપરછમાં હરેશે જણાવ્યુ કે પોતાની મોટી બહેનને ત્યાં સોનું ગીરવે મૂકી પૈસા લીધેલા મોટી બહેને પૈસાની માંગણી કરી હતી તેથી પૈસા અને દાગીના ની જરૂર હોય ત્યારે આ મૃતક લાભુબેન રોજ દાગીના પહેરી અને વાડીએ જતા હોય તે માહિતી એકઠી કરી અને હરેશ અને મિલને આ ઘટનાને અંજામ આપ્યા નૂ જણાવેલ હતું. પોલીસે બંનેની ધરપકડ કરી અને દાગીનાઓ પણ કબજે કર્યા અને હ-ત્યા અને મર્ડરનો ગુનો દાખલ કરી અને ગણતરીના સમયમાં જ આ ઘટનાનો પડદા ફાસ કર્યો હતો. પોલીસની વિશેષ પૂછપરછમાં આરોપી હરેશ વાજાના પિતા સહીતના એક વ્યક્તિને 12 વર્ષ પૂર્વે જીવતો સળગાવી દેવાના બનાવમાં 11 આરોપીઓ સાથે હરેશના પિતા પણ હાલ જેલમાં સજા ભોગવી રહ્યા હોય તેવું જાણવા મળ્યું છે.
મનુ કવાડ