Amreli : મોટા લીલીયામાં દિવાળી ટાઈમે જ હોળી જેવો માહોલ સર્જાયો હતો. ત્યારે સ્થાનિક લીલીયાની મુખ્ય બજારોમા ગટરના પાણી વહી રહ્યા છે. ગટરના પાણીના કારણે દિવાળી જેવા મોટા તહેવારોમાં પણ વ્યાપારીઓ હોળી મનાવવા વેપારી મજબૂર બન્યા હતા.

મળતી માહિતી મુજબ, અમરેલી જિલ્લાના મોટા લીલીયા શહેરમાં આમતો છેલ્લા કેટલાક વર્ષથી ગટર ઉભરાવાનો મુખ્ય પ્રશ્ન રહ્યો છે. પરંતુ હાલ આ પ્રશ્ન અતિ વિકટ બની રહ્યો છે, કારણકે દિવાળી જેવા તહેવાર ટાણે જ લીલીયાની મુખ્ય બજારોમા ગટરના પાણી વહી રહ્યા છે. જેને લઇ વ્યાપારીઓ અને સ્થાનિકો ત્રસ્ત થઈ ચુક્યા છે. વરસાદના કારણે 4-4 મહિનાથી ધંધાર્થી પોતાના વ્યપર્થી વંચિત રહ્યા છે , દિવાળી ટાઈમે 4 દિવસ કમાણીના આવે છે, તેમાં પણ ગટરની મોકાણ છે.

આ ઉપરાંત મોટા લીલીયા ખાતે છેલ્લા કેટલાક વર્ષો પહેલા કરોડો રૂપિયાના ખર્ચે બનેલી ભૂગર્ભ ગટર આજે વ્યાપારીઓ અને સ્થાનિકો માટે ગાળામાં અટકાયેલા કાંટા માફક બની ગઈ છે. ગૃહિણીઓ વૃધ્ધો અને બાળકો ને મોટી મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. કેટલીક જગ્યાઓ ઉપર પાઇપ નાખી દેવાયા છે. પરંતુ રોડ વચ્ચે કરાયેલા માંટીના ઢગલાઓ પણ વ્યાપારીઓ માટે મુશ્કેલી બન્યા છે. ચોમાચાની ઋતુમાં વરસાદના કારણે ગટરોના પાણી મુખ્ય બજારોમાં નદીઓની માફક વહેતા રહ્યા જેના કારણે 4-4 મહિનાથી વ્યપરથી વંચિત રહેલા વ્યાપારીઓ આજે કમાણીના ચાર દિવસ મળ્યા છે, ત્યારે પણ આ ગટરના પાણીના કારણે દિવાળી જેવા મોટા તહેવારોમાં પણ વ્યાપારીઓ હોળી મનાવવા મજબૂર બન્યા છે…

અવાર નવાર રજૂઆતો કરવાથી કરોડો રૂપિયાના ખર્ચે પ્લાનિંગ વગર બનાવાયેલી ભૂગર્ભ ગટર માટે આજે રીનીવેશન માટે ફરી 10 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે જેનું ટેન્ડર પણ થઈ ચૂક્યું છે ત્યારે મોટા લીલીયાના સરપંચ જીવણભાઈ વોરાએ જણાવ્યું હતું કે 10 કરોડ રૂપિયા રીનોવેશન માટે મંજૂર થઈ ગયા છે ટેન્ડર પણ થઈ ગયું છે અને એજન્સી બે મહિના પહેલા વર્ક ઓર્ડર પણ સોંપી દેવાયો છે પરંતુ TPI એટલેકે થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન ની નિમણુક હજુ સુધી કરવામાં નથી આવી જેના કારણે કામ શરૂ થઈ ચૂક્યું નથી જો નવરાત્રી દરમિયાન આ કામ શરૂ કરી દેવાયું હોત તો લીલીયાના લોકો આજે દિવાળીનો આનંદ લઇ રહ્યા હોત પરંતુ તંત્રની ઢીલી નીતિના કારણે આજે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે બજારોમાં નદીઓની માફક વહેતા ગટરના પાણીથી વ્યાપારીઓ અને સ્થાનિકોને ક્યારે છુટકારો મળશે તે મહત્વનું છે લોકોની માંગ છેકે બને તેટલું ઝડપી આ ભૂગર્ભ ગટરનું કામ પૂરું કરવામાં આવે જેથી લોકોને પડતી મુશ્કેલીઓ મા રાહત મળી શકે છે .

પ્રદિપ ઠાકર

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.